________________
૧૦૯
છદ્મસ્થકાળની ઘટના : કઠેર સાધના
જે કોઈ ગૃહસ્થ હોય તેમની સાથે મળી જવાનું ટાળીને ધ્યાનમાં રત રહેતા. કાંઈ પૂછવામાં આવે તે ઉત્તર આપતા નહીં. પણ પિતાના ઋજુ માર્ગે ચાલી જતા પણ અતિક્રમણ (ધર્મનું) કરતા નહિ.-૭
(અહી ઉત્તરાર્ધમાં નાગાજુનીય પાઠાંતર છે તે પ્રમાણે–પૂછવામાં આવે કે નહિ પણ પાપકર્મની અનુમોદના ભગવાન કરતા નહિ–એવો અર્થ છે. આચા* ચૂ૦ પૃ. ૩૦૨, આચાટી પૃ૦ ૩૦૩)
અભિવાદન કરનારને પણ ઉત્તર ન આપવો–અરે તે જ પ્રમાણે અપપુણ્યવાળા પુરુષો લાકડીથી પહેલાં મારે અથવા તે શરીર પીંખી નાખે તેની ઉપેક્ષા કરવી એ કાંઈ કોઈને માટે સહેલું નથી પરંતુ ભગવાને આ સહ્યું હતું)-–૮
(આમાં અનુકૂળ કે પ્રતિકૂળ બન્ને પ્રકારના ઉપસર્ગો ઉપેક્ષા ભાવે સહન કરવાની વાત ઊપર ભાર આપવામાં આવ્યા છે અને આગળ પણ આ જ વાત આવે છે.)
અસહ્ય એવી કઠોર વાણીને અવગણીને એ મુનિ પિતાનું પરાક્રમ બતાવતા. વળી આખ્યાન, નાટ્ય અને ગીત તથા દંડયુદ્ધ કે મુખિયુદ્ધ–એ કશામાં રસ દાખવતા નહિ–૯,
પરસ્પરની કથામાં આસક્ત અથવા તે સમય–સંકેતમાં તલ્લીનને પણ જ્ઞાત પુત્ર વિશક થઈ જોતા. આવા અનુકૂળ ઉપસર્ગો વિષે આ કાંઈ શરણુ નથી એમ માની આગળ વધતા–૧૦
(આમાં કથા–એટલે સ્ત્રીકથા, ભક્તકથા, દેશ કથા અને રાજથી સમજવાની છે. સમિ '—આને અર્થ મેં સંકેત કર્યો છે તે જ સૂત્રકારને અભિપ્રેત છે કે નહિ તે કહી શકાય નહીં.)
વળી, બે વર્ષથી પણ વધારે સમય સુધીના શીત જલના ત્યાગ પછી તેમણે દીક્ષા લીધી હતી. ત્યારે તેઓ એકત(ભાવના)માં રમી ગયા હતા, (ષાયરૂ૫) અગ્નિને શાંત કરી હતી અથવા શરીરને સંયત કર્યું હતું અને દર્શન–સમ્યક્ત્વની ભાળ તેમને લાધી હતી.–૧૧
(અહીં ટીકાકારોના મન્તવ્ય પ્રમાણે માતા-પિતાના મૃત્યુ પછી માબાપના છતાં દીક્ષા ન લેવાની પ્રતિજ્ઞા પૂરી થઈ ગઈ છે એમ સમજી જ્યારે દીક્ષા લેવા તૈયાર થયા ત્યારે જ્ઞાતક્ષત્રિઓએ તેમને વીનવ્યા કે ક્ષત ઉપર ક્ષાર ન નાખો १. कसाया अग्गिणे वुत्ता-उत्त० २३.५३
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org