________________
૯૬
મહાવીરચરિત મીમાંસા લેકેને જે કાંઈ જોઈએ. તે મળે છે. આ પ્રકારે ભગવાને દેવે જે સંપત્તિ આપી હતી તે બધી વાપરી નાખી.”
આ. . ૨૪૯-૫૦ આ વર્ણનથી એક વાત તે સ્પષ્ટ થાય છે કે ભગવાને ઘર છોડયું. એટલે તેમની પાસે જે કાંઈ હતું તે તેમનાં સગાસંબંધીઓએ વહેચી લીધું કે તેમણે તેમને આપી દીધું. પરંતુ વાર્ષિક દાનની જે વાત છે તે તો દેવે તે નિમિત્તે જે સંપત્તિ આપી હતી. તેનું દાન તેમણે વર્ષ સુધી કર્યું. આ વર્ણન જ એ બતાવે છે કે વાર્ષિક દાનની હકીક્ત પાછળથી જ તેમના ચરિતને અલૌકિકતા અપવા ઉમેરાઈ છે.
વસ્તુસ્થિતિ પણ એ જ હોઈ શકે જેવી કે અન્ય દીક્ષિત થનાર વિષે આગમમાં છે, કે જેને દીક્ષા લેવી હોય તે પિતાનાં ઘરબાર અને સંપત્તિ છેડી ત્યાગી બની જાય છે, નગ્ન, મુંડ બની જાય છે. તે પ્રકાર જ ભગવાન મહાવીર વિષે પણ યોગ્ય ગણાય. પરંતુ સામાન્ય દીક્ષિત થનાર અને ભાવી તીર્થંકર દીક્ષિત થનારમાં કાંઈક ભેદ જોઈએ એવી માન્યતાને કારણે જ વર્ષીદાનની ઘટના જોડવાનું ઉચિત મનાયું હતું. તેથી માત્ર પરિત્યાગથી સંતોષ ન માનતાં ‘દાનની ઘટના રૂપે એ પરિત્યાગને ચીતરવામાં આવ્યું છે. અર્થાત પિતાની સંપતિને તે પરિત્યાગ અને દેવે દીધેલી સંપત્તિનું દાન–આમ પરિત્યાગનું દાનમાં રૂપાંતર થઈ ગયું. એટલે પરિત્યાગને બદલે દ્વારમાં “દાન' શબ્દતું જ મહત્વ વધાર્યું.
વળી નંદીવર્ધન આદિની વિનંતીને પ્રસંગ પણ નવીન છે, એ આ પૂર્વે ક્યાંય ઉલ્લિખિન નથી.
ઉત્તરપુરાણમાં દીક્ષાપૂર્વ બંધુજનની વિદાય લીધી એવો સામાન્ય ઉલ્લેખ છે–૭૪.૨૯૮.
ચઉખન્ન.માં વળી નંદીવર્ધનનો નાના ભાઈ તરીકે ઉલ્લેખ છે. તેમાં જણાવ્યું છે. કે “ભ. મહાવીર જ્યારે માતાપિતા સ્વર્ગે સિધાવ્યાં હતાં ત્યારે ત્રીસ વર્ષની વયે કનિષ્ટ ભાઈને રાજ્ય સોંપીને સાંવત્સરિક દાન થઈ દીક્ષા લેવા તૈયાર થયા.” પૃ. ૨૭૨ અહીં નામ નથી આપ્યું. પરંતુ આગળ ચાલી બ્રાહ્મણને વસ્ત્રદાન
જ્યારે ભ. મહાવીરે કર્યું ત્યારે નંદિવર્ધનને ઉલ્લેખ છે તે આ પ્રમાણે-“તમો गतूण गंदिवद्धपस्स भयवओ भाउणो 'रयणाण' भायण' ति कलिउण समोपिय" પૃ. ૨૭૪-આ ઉપરથી નિશ્ચિત છે કે શીલાંકને મતે નંદિવર્ધન એ ભગવાનના નાનાભાઈ હતા. અને તેમને રાજ્ય આપી ભ. મહાવીરે દીક્ષા માટે વિદાય લીધી હતી.
પરંતુ કલ્પસૂત્રમાં તે નંદિવર્ધનને જયેષ્ઠ ભ્રાતા સ્પષ્ટરૂપે કહ્યા છે જે માવા નરિવ'–૧૦૭ અને આચારાંગમાં પણ એમ જ છે. (સ. ૧૭૭).
૧. “ળિયાકુકસ માળો ર–પૃ. ૨૭ર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org