________________
દીક્ષા.
‘હસ્તોત્તર નક્ષત્રમાં કુંડગ્રામમાં વજઋષભનારાચસંઘયણ વાળા અને ભવ્યજનોને બોધ આપનારા વારે માતા-પિતાના સ્વર્ગવાસ પછી પ્રવજ્યા અંગીકાર કરી.૧
દીક્ષા પૂર્વ ભ. મહાવીરે એક વર્ષ સુધી પિતાની સંપત્તિનું દાન કર્યું. અને તે ચૌટે અને એ કે ઘણું કરાવીને કે જેને જે માગવું હોય તે માગે અને તે સૌને મળશે.
“સારસ્વત, આદિત્ય, વહિ, વરુણ, ગઈ તેન્ડ, તુષિત, અવ્યાબાધ, અભ્યર્ચ અને અરિષ્ટ-એ દેવોએ વિનંતી કરી કે હે ભગવાન સર્વજગતને હિતકારી એવા તીર્થની પ્રવર્તન કરો. જ્યારે દેવોએ આ પ્રમાણે પ્રાર્થના કરી ત્યારે ભ.મહાવીરે કુંડગ્રામમાં અભિનિષ્ક્રમણનો સંકલ્પ કર્યો અને એથી દેવ અને દેવીઓથી સમગ્ર આકાશપ્રદેશ છવાઈ ગયે અને અહીંથી તહીં સંચરતા દેએ ચન્દ્રપ્રભા નામની શિબિકા શણગારીને ત્યાં હાજર કરી. ષષ્ઠભક્ત બે ઉપવાસ)વાળા ભગવાને શુભ અધ્યવસાય સાથે શિબિકામાં આરોહણ કર્યું અને ઈન્દ્રો તેમને ચામર ઢળવા લાગ્યા. અને તે શિબિકા મનુષ્યો અને દેવોએ વહન કરી ત્યારે પુષ્પવૃષ્ટિ દેવાએ કરી અને દેવોએ પ્રસન્ન થઈ આકાશ ભરી દીધું અને ભેરી આદિ વાદ્યોના સૂરથી ગગન ગ્રૂજી ઊઠયું. આ આખી શોભાયાત્રા જ્ઞાતખંડવનમાં આવી અને દેવ ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા. શિબિકામાંથી નીચે ઊતરીને મહાવીરે સ્વયં પિતાના કેશને લેચ કર્યો. અને જે તે કેશ ઝીલી લીધા. અને ક્ષીરદ સમુદ્રમાં પધરાવી દીધા. તે ટાણે પછી ઇન્દ્રની સૂચનાથી બધા પ્રકારના સ્વરે શાંત થઈ ગયા અને પછી ભ.મહાવીરે ચારિત્ર સ્વીકાર્યું. તે આ પ્રમાણે–પ્રથમ સિદ્ધોને નમસ્કાર કરીને તેમણે પ્રતિજ્ઞા કરી કે સર્વ પ્રકારનું સાવદ્ય મારે અકરણીય છે. તીર્થકરને ત્રણજ્ઞાન તે ગૃહસ્થ અવરથામાં હોય જ છે પણ જ્યારે દીક્ષા ગ્રહણ કરે છે ત્યારે તેમને ચાર જ્ઞાન છદ્મસ્થ અવસ્થા પર્યન્ત રહે છે. તેથી ભ.મહાવીરને ૧. આ. નિ. ૩૪૨ = વિશેષા. ૧૮૬૦, આ. નિ. ૩૪૩ = વિશેષા. ૧૮૬૬. ૨. વિશેષા. ૧૮૬૧–૧૮૬૫. ૩. ઉત્તરપુરાણ ૭૪.૨૯૯. ૪. એ જ ૭૪.૩૦૨ મહાવીરચરિય–પ્ર. ૪, પૃ. ૧૩૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org