________________
મહાવીરચરિત મીમાંસા
કરી–હે નંદ, તારે જય થાઓ, તારું ભદ્ર થાઓ, હે ક્ષત્રિયવરવૃષભ તારો
જ્ય થાઓ, યે થાઓ, હે ભગવંત લેકનાથ, તું બોધ પામ, અને લેકના સમગ્ર જીવોને હિતસુખ અને નિઃશ્રેયસ કરનારું ધર્મતીર્થ પ્રવર્તાવો' એમ કહીને દેવોએ ફરી જયનાદ ક –૫૦ ૧૧૦.
ભગવાનને આ પહેલાં પણ અવધિજ્ઞાન તે હતું જ. તેથી તે વડે તેમણે પિતાના નિષ્ક્રમણ કાળને જાણી લીધું. અને પછી હિરણ્યને તજીને, સુવર્ણને તજીને, -ધન તજી દઈને, રાજ્યને તજી દઈને, રાષ્ટ્રને તજી દઈને, એ જ પ્રમાણે સેના વાહન, ધનભંડાર, કોઠારએ સૌને તજી દઈને, અન્તઃપુર તથા જનપદને તજી દઈને, વિપુલ એવા ધન, કનક, રત્ન, મણિ, મોતી, શંખ, શિલા = રાજપદ, પ્રવાલ = વિદ્રમ તથા રક્તરત્ન = પરાગ આદિ જે સારભૂત દ્રવ્યો હતાં તે સૌ તજીને દાતારો દ્વારા તેનું વિભાજન કરીને અને જે દાયાદો ભાગીદારો હતા તેમાં વહેચી દઈ...” ક૯૫૦ ૧૧૧.
કલ્પસૂત્રના આ વર્ણનમાંથી દાન વર્ષ સુધી આપ્યું કે જેણે જે માગ્યું તે આપ્યું તેવી કઈ વાત ફલિત થતી નથી. તેમણે પોતાની સર્વ સંપત્તિ તજી દીધી
એ વાત ખરી પણ તેને આપી તે બાબતમાં પણ કલ્પસૂત્રનો પાઠ તેમના 'દાયાદોને આપી દેવાનું જણાવે છે. બીજા ગરીબ કે અથીને આપ્યાનું આમાંથી ફલિત થતું નથી. સાર એ જ છે કે તેમણે પિતાની સંપત્તિમાંથી મમત્વ છોડી દીધું અને તેમના કુટુંબીજનોએ જે કાંઈ હતું તે વહેચી લીધું–અથવા તે તેમણે પોતે વહેચી આપ્યું.
આચારાંગમાં પણ કલ્પસૂત્રનું જ અનુસરણ છે. ભેદ એ છે કે સર્વસ્વત્યાગના પ્રસંગપૂર્વે લોકાંતિકદેવ દ્વારા સંબંધનની ચર્ચા નથી, એટલે કે આમાં દાન પ્રથમ છે પછી સંબોધન છે અને દાનનો પાઠ કલ્પ અને આચારાંગની સમાન છતાં અંતે-સંવરજી ફત્તા' એવા શબ્દો ઉમેર્યા છે. જેનો સમગ્ર પાઠ સાથે મેળ નથી અને જે પછીના કાળની કલ્પનાને સમાવેશ કરવા માટે જ ઉમેર્યો હોય એમ જણાય છે– આચા. ૧૭૯. આથી સંતોષ ન માનતાં આચારાંગના સંકલયિતાએ આ પ્રસંગે “áવછરેન ઇત્યાદિ વિશેષાવશ્યકમાં આવતી ગાથાઓ પણ આ પ્રસંગે લીધી છે, જે સૂચવે છે કે આ ભાગ પ્રક્ષિપ્ત છે. ૧. ચઉપન્નામાં પણ સાંવત્સરિક દાનનું સમર્થન છે. પૃ. ૨૭૨. ૨. હરિવંશપુરાણમાં ભગવાન ત્રીશ વર્ષના થયા એટલે દેવો દ્વારા સંબધનની
વાત છે પણ સાંવત્સરિક દાનને ઉલ્લેખ નથી. ૨. ૪૭–૧૦. ઉત્તરપુરાણમાં પણ દીક્ષા પૂર્વ સાંવત્સરિક દાનને ઉલ્લેખ નથી ૭૪.૨૯૬-૩૦૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org