________________
ત્રણ પ્રકારના સંસારી જીવની પ્રતિપતિ,
ઉત્તર–હે ગૌતમ, જનમ આશ્રિને જઘન્યથી દેશે ઉણા બે પપમ. તે પણ પલ્યોપમને અસંખ્યાતમે ભાગે ઉણું જાણવા, ને ઉત્કૃષ્ટપણે બે પલ્યોપમ સંપૂર્ણ ને સંહરણ આશ્રિ ને પુછીએ તો જઘન્યથી અંતર્મુહુર્ત ને ઉત્કૃષ્ટપણે બે પલ્યોપમ દેશે ઉણે કેડ પુર્વ અધિક (એહની ભાવના (હકીકત) પુર્વવત ) પ્રશ્ન–હે ભગવંત, પાંચ દેવકફ, પાંચ ઉત્તરકુરની સ્ત્રીને કાયસ્થિતિ કેટલા કાળની છે? ઉતર-હે ગૌતમ, જનમ આશ્રિને જઘન્યથી દેશે ઊણા ત્રણ પલ્યોપમ ને ઉત્કૃષ્ટપણે ત્રણ પલ્યોપમ પુરા. ને સંહરણ આશ્રિને પુછીએ તો જઘન્યથી અંતર્મુહુર્ત ને ઉત્કૃષ્ટપણે ત્રણ પલ્યોપમ દેસે ઊણે કેડ પુર્વ અધિક. ( એની ભાવના પુર્વવત) પ્રશન–હે ભગવંત, છપને અંતરીપના અકર્મભૂમી મનુષ્યની સ્ત્રીને કેટલા કાળની કાયસ્થિતિ છે? ઉત્તર– ગામ, જનમ આશ્રિને પુછીએ તો જઘન્યથી દેશે ઊણું પલ્યોપમને અસંખ્યાત ભાગ તે પણ પલ્યોપમને અસંખ્યાતમે ભારે ઊણો ને ઉત્કૃષ્ટપણે પોપમને અસંખ્યાતમો ભાગ. ને સંહરણ આશ્રિ પુછીએ તે જઘન્યથી અંતર્મુહુર્ત ને ઉત્કૃષ્ટપણે પલ્યોપમનો અસંખ્યાત ભાગ ને દેસે ઊભું કેડપૂર્વ અધીક (ભાવના પુર્વવત ).
- એ અકર્મભૂમિ મનુષ્યની સ્ત્રીની કાયસ્થિતિ કહી. હવે દેવજ્ઞાની કાયસ્થિતિ કહે છે. પ્રશ્ન- હે ભગવંત, દેવાંના દેવતા પણે કેટલા કાળ સુધી રહે? ઉતર–હે ગૌતમ, તેની જે જે ભવ સ્થિતિ છે તે જ તેની કાયસ્થિતિ જાણવી. કેમકે (દેવાંત્તા મરી ફરી આંતરા રહીત દેવાંના થાય નહિ) એ દેવજ્ઞાની કાયરિથતિ કહી.
એ સ્ત્રીવેદની કાયસ્થિતિ કહી. હવે સ્ત્રીવેદને વિરહકાળ કહે છે. પ્રશ્ન–હે ભગવંત, સ્ત્રીવેદ છાંડી ફરી સ્ત્રીવેદ કેટલે કાળે પામે, ને વિચે કેટલા કાળને અંતર પડે? ઉત્તર–હે ગૌતમ, જઘન્યથી અંતર્મુહુર્ત. (વચ્ચે એકજ લઘુભવ પુરૂષ કે નપુંસકને કરી પાછી સ્ત્રી થાય તે માટે.) ને ઉત્કૃષ્ટપણે અનંત કાળ અસંખ્યાતા પુગળ પરાવર્તનને (વનસ્પતિમાં જાય તો અનંતી ઉત્સપિણી અવસર્પિણી કાળથી. ને ક્ષેત્રથી અનંતા લોક અસંખ્યાતા પુદ્ગળ પરાવર્તન આવળકને અસંખ્યાતમે ભાગે જેટલા સમય આવે તેટલા પુદ્ગળ પરાવર્તન).
એ સ્ત્રીવેદને સમચે વિરહ કાળ કહ્યું. હવે વિસ્તારે કહે છે. પ્રશ્ન–હે ભગવંત, તિર્યંચની સ્ત્રીને કેટલો વિરહ પડે? ઊતર–હે ગીતમ, પૂર્વલી પરે ઉષ્યો અને કાળ જાણવો. પ્રશ્ન–હે ભગવંત, મનુષ્યની સ્ત્રીને વચ્ચે કેટલો વિરહ પડે? ઊતર-હે મૈતમ, ક્ષેત્ર આશ્રિને જઘન્યથી અંતર્મુહુર્ત ને ઉત્કૃષ્ટપણે વનસ્પતિ
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org