________________
સ્ત્રીવેદનો વિસ્તારે વિરહાકાળ.
પ૭].
(અનંત) કાળ જાણો. ને ધર્માચરણ આશ્રિ પુછીએ તે જઘન્યથી એક સમય. (તે એમ જે કોઈ સ્ત્રી ઉપસમ શ્રેણી ચઢતાં અગીયારમે ગુણઠાણે એક સમયે સ્ત્રીવેદ ઉપસમાવી અદી થઈને પાછી પડે તેવારે સ્ત્રીવેદ ઉદય પ્રાપ્ત થાય. એ યુક્તિએ એક સમય થાય.) ને ઉત્કૃષ્ટપણે અનંત કાળ. જાવત્ અર્ધ પુગળ પરાવર્ત દેશઊણું. ( તે એમ જે સમકિત વિમ્યા પછી કાળે કરી સખ્યત્વ પામે તે કારણે અર્ધ પુદ્ગળ પરાવર્ત કહ્યું
॥यथा। अंत्तो मुहुत्तामत्तपि।। फासियं हुइ जेहिं समत्तं। तेसिं अवढ पुग्गल।। परियट्टो चेव संसारो॥१॥
એમ જાવતા કર્મભૂમિની, ભરત, ઐરાવત, પુર્વ માહાવિદેહ, પશ્ચિમ મહાવિદેહે પણ એમજ જાણવું. પ્રશન–હે ભગવંત, અકર્મભૂમિના મનુષ્યની સ્ત્રીને કેટલા કાળનો વિરહ પડે? ઉતર– હે ગૌતમ, જનમ પડી વરજીને જઘન્યથી દશ હજાર વરસને અંત અધિક (તે એમ જે વિચે એક ભવ દેવતાને ને એક ભવ મનુષ્ય, તિર્યંચને ભવ કરી ફરી ત્યાં સ્ત્રીવેદે ઉપજે તે માટે કહ્યું, ને ઉત્કૃષ્ટપણે વનસ્પતિને (અસંતો) કાળ અંતર પડે. અને સંહરણ આશ્રિને જઘન્ય અંતર્મુહુર્ત અને ઉત્કૃષ્ટપણે વનસ્પતિ કાળ પ્રમાણે જાણવું. એમ જાવત અંતરદ્વીપની સ્ત્રીને પણ જાણવું. હવે દેવાંગાનું કહે છે. પ્રશ્ન-હે ભગવંત, દેવતાની સર્વ સ્ત્રીને કેટલા કાળને વચ્ચે વિરહ પડે? ઉત્તર-- હે ગૌતમ, જઘન્યથી અંતર્મુહુર્તનો (તે એમ જે તિર્યંચ મધ્યે ઉપજીને તેવામાં શુભ અધ્યવસાયથી મરી કરીને દેવી થાય તે માટે ) ને ઉત્કૃષ્ટપણે વનસ્પતિને (અને તે) કાળ જાણો.
એ પ્રમાણે અસુર કુમારની દેવાંતાથી માંડીને બીજા ઇશાન દેવકની દેવતા સુધી જાણવું.
હવે સ્ત્રીવેદન અલ્પ બહુત્વ કહે છે.– તે અ૫ બહુવ પાંચ પ્રકારનો છે, પ્રથમ સામાન્ય અલ્પબડુત્વ ૧, બીજો ત્રણ પ્રકારની તિર્યચણીને અલ્પબહુ ૨, ત્રીજો ત્રણ પ્રકારની મનુષ્યણી સંબંધીને અપબહુવ ૩, ચેાથો ચાર પ્રકારની દેવાંજ્ઞા સંબંધીને અલ્પબહુત ૪, અને પાંચમો મિત્ર (તિર્યંચ, મનુષ્ય ને દેવતાની) સ્ત્રીનો અલ્પબહુત્વ ૫. પ્રશન–હે ભગવંત, એ તિર્યંચણી, મનુષ્યણી ને દેવાંજ્ઞા એ કણ કણથી થોડી છે, અથવા ઝાઝી છે, અથવા સરખી છે, અથવા વિશેષાધિક છે? ઊતર–હે ગૌતમ, સર્વથકી થોડી મનુષ્યની સ્ત્રી ૧, (૨૮ આંક સંખ્યાતીજ છે - ગણત્રીશ આંક સુધીના મનુષ્ય છે માટે તે થકી તિર્યંચણી અસંખ્યાત ગુણી વધતી છે ૨, તેથકી દેવાંજ્ઞા અસંખ્યાત ગુણી છે 2. ItI. પ્રશ્ન–હે ભગવંત, એ તિર્યંચણીમાં જળચરી, થળચરી ને ખેચરી માં કોણ કોણ થકી થોડી છે? ૧, જાવત્ વિશેષાધિક છે? જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org