________________
જિદ
બે પ્રકારના સંસારી જીવની પ્રતિપતિ.
રપ. રસ, સ્થાવર જીવની ભવસ્થિતિ, કાયસ્થિતિ, વિરહકાળ અને
અ૫ બહુવને અધિકાર પ્રશન–હે ભગવંત, ત્રસ જીવ એક ભવે કેટલા કાળ સુધી રહે? ઉત્તર–હે ગરમ, જઘન્યથી અંતર્મુહર્ત (સમુમિ પ્રમુખ મળે), ને ઉત્કૃષ્ટપણે તેત્રીશ સાગરોપમ સુધી રહે (સર્વાર્થસિદ્ધ તથા સાતમી નરક મળે). પ્રશન–હે ભગવંત, સ્થાવર જીવ એક ભવે કેટલા કાળ સુધી રહે? ઉતર–હે ગેમ, જઘન્યથી અંતર્મુહર્ત (સુક્ષ્મ મળે), ને ઉત્કૃષ્ટપણે બાવીશ હજાર વરસ રહે (પૃથ્વીકાય મથે). પ્રશન–હે ભગવંત, ત્રસજીવ, ત્રસકાયને ત્રસકાયપણે કેટલા કાળ સુધી રહે ઉત્તર– ગૌતમ, જઘન્યથી અંતર્મુહર્ત (લઘુ ભવ આશ્રી), ને ઉત્કૃષ્ટપણે અસંખ્યાત . કાળ. તે પણ અસંખ્યાતી ઉત્સપિણી, અવસર્પિણ. એ કાળથી રહે, ને ક્ષેત્રથકી અસં.
ખ્યાતા લોક મધે જેટલા આકાશ, પ્રદેશ છે, તેટલી ઉત્સપિણી, અવસર્પિણી ત્રસને ત્રણપણે રહે, પછી સ્થાવર થાય (અજ્ઞી તથા વાયુ ગતિત્રસ ગણ્યા છે તે આશ્રી એ કાળ જાણે. અન્યથા બેઈકિયાદિકમાં તે બે હજાર સાગરોપમ સુધીજ રહે એ ભાવ જાણો . आकास प्रदेस स्वरुप। यथानंदीः ॥ मुहुमोय होय कालो ॥ तत्तोसुहुमं हवइ खेत्तं ॥ अंगुल सेढी मीते ॥ उसपिणिओ असंखेजा ॥१॥
ભાવાર્થ–કાળ સુક્ષ્મ છે, પણ તેથી ક્ષેત્ર અસંખ્યાતગણું સુક્ષ્મ છે કેમકે આંગુલ માત્રની એક શ્રેણીમાંથી સમય સમય એકેકે આકાશ પ્રદેશ હરતાં અસંખ્યાતી ઉત્સપિણિ અવસ્પિણિ કાળ જાય, માટે કાળથી ક્ષેત્ર અસંખ્યાતગણું સુક્ષમ છે. પ્રશ્ન–હે ભગવંત, સ્થાવર જીવ સ્થાવરને સ્થાવરપણે કેટલા કાળ સુધી રહે. ઉત્તર–હે ગેમ, જઘન્યથી અંતર્મુહુર્ત (અનંતકાય પ્રમુખમાં) ને ઉત્કૃષ્ટપણે અને તે કાળ. કાળથી અનંતી ઉત્સર્પિણી, અવસર્પિણી રહે. ને ક્ષેત્રથી અનંતા લેકના જેટલા આકાશ પ્રદેશ છે તેટલી ઉત્સર્પિણી, અવસર્પિણી રહે. તે એ અસંખ્યાતા પુદગળ પરાવર્તન થાય. (એક આવલીકાના અસંખ્યાતમા ભાગમાં જેટલા સમય તેટલા પુદગળ પરાવર્ત રહે, તે પણ અસંખ્યાતા પુદગળ થાય). પ્રશન–હે ભગવંત, ત્રસજીવ ફરી ત્રસપણે પામે તે વચ્ચે કેટલા કાળને અંતર પડે? ઊતર-હે ગેમ, જઘન્યથી અંતર્મુહુર્ત માત્ર ભવ કરી પાછો ત્રસ થાય, ને ઉત્કૃષ્ટપણે અનંત કાળ સ્થાવર જીવની કાયસ્થિતિ જેટલે અંતર પડે. પ્રશ્ન–હે ભગવંત, સ્થાવર જીવ ફરી સ્થાવરપણું પામે તે વચ્ચે કેટલા કાળને અંતર પડે? ઉતર–હે ગૌતમ, જઘન્યથી અંતર્મુહુર્ત માત્ર ભવ કરી પાછો સ્થાવર થાય, ને ઉત્કૃષ્ટપણે જેટલી બસ જીવની કાયસ્થિતિ છે એટલે વચ્ચે વિરહ પડે.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org