________________
દેવતાનો અધિકાર
પ્રશ્ન-હે ભગવંત, તે જીવ શું પર્યાતી છે કે અપર્યામી છે ઉત્તર– હે ગૌતમ, પાંચ પર્યાપ્ત પર્યાપ્તા છે. ને પાંચ અપર્યાપ્ત અપર્યાપ્તા પણ છે, (ભાષા ને મન એ બે પર્ય એક સમયે સમકાળે બાંધે તે માટે પાંચ પર્યાપ્તી કહી છે.) પ્રશ્ન-હે ભગવંત, તે જીવને કેટલી દષ્ટિ છે? ઉતર–હે ગૌતમ, તેને ત્રણ દષ્ટિ છે. સમ્યકત્વ ૧, મિથ્યાત્વ ૨, ને મિશ્રદષ્ટિ ૩. પ્રશ્ન–હે ભગવંત, તે જીવને કેટલાં દર્શન છે? ઉત્તર–હે ગૌતમ, તેને ત્રણ દર્શન છે. ચક્ષુ ૧, અચક્ષુ ૨, ને અવધિદર્શન ૩. પ્રશન–હે ભગવંત, તે જીવ શું જ્ઞાની છે, કે અજ્ઞાની છે? ઉતર–હે મૈતમ, જ્ઞાની પણ છે ને અજ્ઞાની પણ છે. તેમાં જે જ્ઞાની છે, તે નિચ્ચે ત્રણ જ્ઞાનના ધણું છે. ને ત્રણ અજ્ઞાનની ભજના છે, કેમકે બે પણ હોય, ને ત્રણ પણ હેય. (જે સમુછિમ છવ મરીને દેવતા થાય તેને ઉપજતી વેળાએ અપર્યાપ્તા સુધી બેજ અજ્ઞાન હોય તે માટે ત્રણની ભજના કહી.) પ્રશ્ન- હે ભગવંત, તે જીવને કેટલો ઉપયોગ છે ને કેટલા જોગ છે? ઉતર– ગૌતમ, તેને બે ઉપગ, ને ત્રણ બેગ છે. પ્રશ્ન- હે ભગવંત, તે જીવ કેટલી દિશિને આહાર કરે છે? ઉતર--હે ગૌતમ, છ દિશિને આહાર કરે છે. ને ઉસને કારણ પડીવર્જિને (સુધા ઉપસમાવવાને કારણે આહાર લેવા આરો) વર્ણથી કાળે જાવત્ ળો આહાર કરે છે. પ્રશન–હે ભગવંત, ક્યા જીવ આવી દેવતાપણે ઉપજે? ઉતર–હે ગતમ, તિર્યંચ પચેંદ્રિને મનુષ્ય મધ્યેથી આવી ઉપજે. પ્રશન–હે ભગવંત, તે જીવનું આખું કેટલા કાળનું છે? ઉતર–હે ગૌતમ, જઘન્યથી દશ હજાર વરસનું ને ઉત્કૃષ્ટપણે તેત્રીશ સાગરોપમનું છે. પ્રશન–હે ભગવંત, તે જીવ મેહત મરણે મરે છે, કે અસમેહત મરે છે? ઉતર-હે ગૌતમ, સમેહત પણ મરે છે, અને અસમેહત પણ મરે છે. પ્રશન–હે ભગવંત, તે જીવ મરીને ક્યાં જઈ ઉપજે ? ઉતર– ગૌતમ, નારકી મળે ઉપજે નહીં, પણ તિર્યંચ ને મનુષ્ય મધ્યેજ ઉપજે. દેવતા દેવતામાં પણ ઉપજે નહીં. પ્રશ્ન-હે ભગવંત, તે જીવને કેટલી ગતિ છે, ને કેટલી આગતિ છે? ઉતર– ગૌતમ, તેને બે ગતિ છે, ને બે આગતિ છે (મનુષ્ય તિર્યંચની).
એ જીવ પ્રત્યેક શરીરના ધણી છે ને અસંખ્યાતા છવ છે. એ દેવતાને અધિકાર કહ્યું. એ પચેકિને અધિકાર પુરે થયો. એ ઉદાર ત્રસ જીવને અધિકાર પુરો થયો. એ સર્વ ત્રસ જીવને અધિકાર પુરે થયો.
Jain Education Interational
For Private & Personal Use Only
www.jainelibrary.org