________________
(૩૬ર
આઠ પ્રકારના સર્વ જીવની પ્રતિપતિ.
છાસઠ સાગરોપમ ઝાઝેરા રહે. (બે વાર અનુત્તર વૈમાને અથવા ત્રણ વાર અચુત બારમે દેવકે અવધિ જ્ઞાન સહીત જાય આવે ત્યારે એ છાસઠ સાગરોપમ થાય અને જે મનુષ્યના વચ્ચે ભવ કરે તે સાધિકપણું જાણવું.) પ્રશ્ન–હે ભગવંત, મનપર્યવજ્ઞાની મનપર્યવજ્ઞાનીપણે કેટલો કાળ રહે? ઉત્તર––હે ગૌતમ, જઘન્યથી એકજ સમય રહે. (ઉપજીને જાય ત્યારે) અને ઉત્કૃષ્ટપણે દેશે ઊંણી (નવ વસે ઊંણી) પૂર્વ કોડી રહે. (કેમકે મનપર્યવજ્ઞાન ચારીત્રવંતને જ હેય જેથી ચારીત્રને તેટલેજ કાળ છે તે માટે) પ્રશન–હે ભગવંત, કેવળજ્ઞાની કેવળજ્ઞાની પણે કેટલો કાળ રહે?). ઉત્તર–હે ગૌતમ, તે તે સાદિ અપર્ય વસીત છે. તેની આદિ છે પણ અંત નથી.) પ્રશન–હે ભગવંત, મતિ અજ્ઞાની મતિ અજ્ઞાનીપણે કેટલો કાળ રહે ? ઉત્તર– હે ગૌતમ, તેના ત્રણ ભેદ છે. અનાદિ અપર્ય વસીત ૧, (તે અભવ્ય) અનાદિ સંપર્ય વસીત ૨, (તે અપ્રાપ્ત સમ્યકત્વ અને ભવ્ય) અને સાદિ સપર્ય વસીત ૩, (તે સમ્યકત્વ પામીને પડયા છે તે.) તેમાં જે સાદિ સપર્ય વસતિ (પડવાય છે) તે જઘન્યથી અંતર્મુહુર્ત રહે અને ઉત્કૃષ્ટપણે અને તે કાળ જાવત અર્ધ પુદગળ પરાવર્ત દેશે ઊંણે રહે. (પડવાય એ અજ્ઞાની રહે.) એમ બૃત્ત અજ્ઞાની પણ મતિ અજ્ઞાનીનીપરે કહેવા. પ્રશ્ન–હે ભગવંત, વિર્ભાગજ્ઞાની વિભગનાની પણે કેટલે કાળ રહે? ઉત્તર–હે ગૌતમ, જઘન્યથી એક સમય રહે અને ઉત્કૃષ્ટપણે તેત્રીશ સાગરોપમ દેશે ઊણી પૂર્વ કેડી અધિક રહે. (તે એમ જે પૂર્વ કેડીના આવખાવંત વિર્ભાગજ્ઞાન સહિત મનુષ્ય મરીને સાતમી નરકે જાય ત્યારે એ માન થાય છે વિર્ભાગજ્ઞાની અવશ્ય મટે.) પ્રશન–હે ભગવંત, મતિજ્ઞાનીને અંતર કેટલા કાળનું હોય ? ઉત્તર–હે ગેમ, જઘન્યથી અંતર્મુહુર્તનું અને ઉત્કૃષ્ટપણે અનંત કાળ જાવત્ અર્ધ પુગળ પરાવર્ત દેશે ઊંણો અંતર પડે. (પડવાયને.)
એમ શ્રુત્ત જ્ઞાની ૧, અવધિ જ્ઞાની , અને મને પર્યવ જ્ઞાની ૩, એ ત્રણેને મતિજ્ઞાની નીપરે અંતર જાણવું. પ્રશન–હે ભગવંત, કેવળજ્ઞાનીને કેટલા કાળનું અંતર હોય? ઉત્તર–હે ગૌતમ, સાદિ અપર્ય વસીતને અંતર ન હોય. (આવ્યું ન જાય તે માટે.) પ્રશન–હે ભગવંત, મતિ અજ્ઞાનીને કેટલા કાળનું અંતર હોય ? ઉત્તર હે ગૌતમ, તેને ત્રણ ભેદ છે. તે અનાદિ અપર્ય વસીત ૧, (તે અભવ્ય) તેહને અંતર નથી. અનાદિ સપર્ય વસીત ૨, (તે અપ્રાપ્ત જ્ઞાની અને ભવ્ય) તેહને પણ અંતર નથી. અને સાદિ સપર્ય વસીત ૩, (તે પડવાય) તેહને અંતર જઘન્યથી અંતર્મુહુર્તનું અને ઉત્કૃષ્ટપણે છાસઠ સાગરેપમ ઝાઝેરાનું અંતર પડે. (એટલે જ મતિજ્ઞાનીને કાળ છે તે માટે.) એમ ગ્રુપ અજ્ઞાનીને પણ સર્વ મતિ અજ્ઞાનીનીપરે કહેવું.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org