________________
છ પ્રકારે સર્વ જીવ તેમાં તેની કાયસ્થિતિ વિગેરે.
૩૫]
સમય વૈકીય પુદ્ગળ ગ્રહીને વિશાળ કરે તે માટે) અને ઉત્કૃષ્ટપણે તેત્રીશ સાગરોપમ અંતર્મુહુર્તે અધીક રહે. (તે એમ જે અંતર્મુહુર્તની વૈક્રુર્વણાવંત મરીને દેવતા, નારકીપણે ઉપજે ત્યાં તેત્રીશ સાગર લગી રહે તે માટે.) પ્રશ્ન–હે ભગવંત, આહારક શરીરી આહરક શરીરપણે કેટલે કાળ રહે? ઉત્તર–હે ગતમ. જઘન્યથી અંતર્મુહુર્ત રહે અને ઉત્કૃષ્ટપણે પણ અંતર્મુહુર્તજ રહે. (એટલીજ આહારક શરીરની સ્થિતિ છે તે માટે.) પ્રશ્ન- હે ભગવંત, તેજસ શરીરી તેજસ શરીરપણે કેટલે કાળ રહે? ઉત્તર હે ગીતમ, તેના બે ભેદ છે. તે અનાદિ અપર્ય વસીત ૧. (તે અભવ્ય) અને અનાદિ સપર્ય વસીત ૨. (તે ભવ્ય) એમ કાર્પણ શરીરી પણ કહેવા. (તેના કાળનું માન ન થાય) પ્રશન–હે ભગવંત, અશરીરી (સિદ્ધ) કેટલા કાળ લગી રહે? ઉત્તર– ગૌતમ, તે તે સાદિ અપર્યવસાત છે (તેની આદિ છે પણ અંત નથી.) પ્રશ્ન–હે ભગવંત, ઉદારીક શરીરને અંતર કેટલા કાળનું પડે ? ઉત્તર–હે ગૌતમ, જઘન્યથી એક સમયને (તે ચવન સમયે વિગ્રહગતીને અંતર પડે) ને ઉત્કૃષ્ટપણે તેત્રીશ સાગરોપમ અંતર્મુહુર્તે અધીક અંતર પડે. (તે એમ જે મનુષ્ય, તિર્યંચ વિકણા કરતે મરીને દેવતા, નારકી માહે તેત્રીશ સાગરોપમને આવખે ઉપજે પછે ફરી મનુષ્ય, તિર્યંચ થાય ત્યારે એ અંતર જાણવો.) પ્રશ્ન–હે ભગવંત, વૈકીય શરીરીને અંતર કેટલા કાળનું પડે ? ઉત્તર-હે ગૌતમ, જઘન્યથી અંતર્મુહુર્તને અંતર પડે. (તે એમ જે દેવતા, નારકી મરીને તિર્યંચને ભવ અંતર્મુહુર્તન કરી ફરી દેવતા, નારકી થાય ત્યારે તથા વિકૃર્વનું સંહરી ફરી અંતર્મુહુર્ત વિકૃવિણું કરે મનુષ્ય, તિર્યંચ તે માટે) ને ઉત્કૃષ્ટપણે અનંતે વનસ્પતિને કાળ અંતર પડે. (વનસ્પતિમાં વૈક્રીય નથી તે માટે.) પ્રશ્ન–હે ભગવંત, આહારક શરીરીને કેટલા કાળને અંતર પડે? ઉતર–હે મૈતમ, જઘન્યથી અંતર્મુહુર્તને અંતર પડે. (તે એમજે આહરક શરીર કરીને સંહરી ફરી પાછું અંતર્મુહુ આહારક કરે ત્યારે) અને ઉત્કૃષ્ટપણે અનંત કાળ જાવ અર્ધ પુગળ પરાવર્ત દેશ ઉણે એટલે અંતર પડે. (આહારક શરીર સમ્યકત્વી અપ્રમાદિ સાધુજ કરે અને તેને એટલે જ સંસાય હાય તે માટે.) પ્રશ્ન–હે ભગવંત, તેજસ શરીરીને કેટલા કાળને અંતર પડે ? ઉતર– ગેમ, તેને અંતર નથી. (કેમકે અનાદિ કાળના સર્વને છે અને છાંયા પછી ફરી ન થાય તે માટે.) એમ કામણ શરીરને પણ કહેવું. અને અશરીરી (સિદ્ધ)ને પણ અંતર નથી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org