________________
[૨૦
બે પ્રકારના સંસારી જીવની પ્રતિપતિ.
ઉત્તર–હે ગતમ, તે વૃક્ષના મુળમાં અસંખ્યાતા જીવ છે. એમ સ્કંધ મળે, ત્વચા મળે, શાખા, પર્વ, પ્રમુખે અસંખ્યાતા છવ છે, ને પાન પાન દીઠ એકેક જીવ છે, તેના ફુલ મધ્યે અનેક જીવ છે, અને ફળ મળે એક બીજ એટલે એક જીવ છે, એટલે એ એકાસ્થિક વૃક્ષ કહ્યાં. હવે બહુ બીજ વૃક્ષ કહે છે. પ્રશ્ન- હે ભગવંત, બહુ બીજ વનસ્પતિકાયના કેટલા ભેદ છે? ઉત્તર–હે ગૌતમ, તેના અનેક ભેદ છે, અસ્થિક વૃક્ષ (ભાષા વિશે), તંદુક વૃક્ષ, ઉબર, પીપલ પ્રમુખ કોઠ વૃક્ષ, આલાના વૃક્ષ, ફણસનું વૃક્ષ, દાડમ વૃક્ષ, વડવૃક્ષ, કાદુબરી વૃક્ષ, તીલક વક્ષ, લીંબુના વક્ષ ઇત્યાદિક બીજા પણ એ સરખાં વૃક્ષ હોય તે જાણવા. પ્રશ્ન-હે ભગવંત, એ વૃક્ષના મુળમાં, સ્કંધ પ્રમુખમાં કેટલા જીવ છે? ઉતર– હે ગતમ, એહના મુળ, સ્કંધ પ્રમુખમાં અસંખ્યાતા કવ છે. જાવત ફળ મળે બહુ બીજ છે. એટલે બહુબીજનો વિચાર કર્યો. એટલે વૃક્ષનો અધિકાર કહ્યો. એમ શ્રી પનવણાજી સૂત્ર મેગે વનસ્પતિને અધિકાર કહ્યો છે તેમ જાણવો. પ્રશ્ન-હે ભગવંત, જાવત્ કુહણ પ્રમુખ ભેદને અધિકાર શી રીતે છે ? ઉતર–હે ગતમ, જેમ વૃક્ષને કહ્યું તેમ જાણવો. પ્રશન–હે ભગવંત, વૃક્ષના વન સંસ્થાન કે આકારે છે ? ઉતર–હે ગૌતમ, તેના નવ નવા પ્રકારના સંસ્થાન છે. વૃક્ષમાં એક જીવ, (પણ તેની નેશ્રાએ બીજા અનેક જીવ હોય) અને પાનદીઠ અકેક જીવ છે, ધમાં પણ એક જીવ છે. તાલક્ષ, સરલ વૃક્ષ. નાલેરી પ્રમુખ મધે જાણવું. હવે પ્રત્યેક વનસ્પતિના શરીર કેવી રીતે જુદા જુદા રહે છે તેનો દષ્ટાંત દેખાડે છે. જેમ સર્વ સરસવને ગોળ મીશ્રીત લાડવો વાળીએ, તે લાડવા મએ જેમ સરસવ સર્વ પિત પિતાના શરીર જુજીયા રાખે, તેમ પ્રત્યેક શરીરી જીવના પણ જુજુય શરીર છે. વળી જેમ તલની ગોળ મીશ્રીત તલસાંકળી કરીએ તે મધ્યે જેમ તલ પોત પોતાના શરીર જુજુયા રાખે તેમ પ્રત્યેક વનસ્પતિના જીવ પણ પિતાના શરીર જુજુયા રાખે છે. એટલે પ્રત્યેક બાદર વનસ્પતિકાયને અધિકાર કહો. હવે સાધારણ શરીર જે અક શરીરને વિષે અનંતા છવ તેને અધિકાર કહે છે. પ્રશ્ન- હે ભગવંત, સાધારણ શરીર બાદર વનસ્પતિકાયના કેટલા ભેદ છે? ઉત્તર – ગૌતમ, તેના અનેક ભેદ છે, આલુક, (દેશ વિદેશ. મૂળા, આદુ, હીરલનામે વનસ્પતિ, સીરલી નામે વનસ્પતિ, સિસ્સીરીલી, કિર્તિકાફિરક, ક્ષિરીક વિટાલિકા, કન્નકંદ, વજકંદ, સુરણકંદ, ખેલુડા, તિથિ , લીલી હળદર, લેહરી નામે પ્રસિદ્ધ. અસ્વકરણી, સીંહ કરણી, સિકુઠી, મુખડી ઇત્યાદિક કોઇક દેશ પસીદ્ધ નામ અને કઈક દેશ અપ્રસિદ્ધ નામ. તેના સંપે બે ભેદ છે, પર્યાપ્તા જૈવ વનસ્પતિકાયા અને અપર્યાપ્ત વનસ્પતિકાયા. પ્રશ્ન-હે ભગવંત, તે જીવને કેટલા શરીર છે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org