________________
નવ પ્રકારે સંસારી જીવની ભવસ્થિતિ વિગેરે.
૩૩૩]
ઉત્તર–હે ગૌતમ, એ ચારેનું અ૫, બહુત્વ જેમ પ્રથમ સમયના ચારનું કહ્યું તેમજ કહેવું. પણ તેમાં એટલો વિશેષ જે અપ્રથમ સમયના તિર્યંચ અનંત ગુણ કહેવા. ; પ્રશન–હે ભગવંત, પ્રથમ સમયના નારકી ૧. ને અપ્રથમ સમયના નારકી ૨. એ બે માંહે ક્યા કયા થકી થોડા ઘણું હોય ? ઉત્તર–હે ગૌતમ, સર્વથકી થડ પ્રથમ સમયના નારકી છે ૧. તે થકી અપ્રથમ સમયના નારકી અસંખ્યાત ગુણ છે. ૨.
એમ શેષ ત્રણે ગતીના નાક પરે કહેવા. પણ તેમાં એટલે વિશેષ જે પ્રથમ સમયના તિર્યંચ થકી અપ્રથમ સમયના તિર્યંચ અનંત ગુણું છે. પ્રશન–હે ભગવંત, પ્રથમ સમયના નારકી ૧. જાવંત અપ્રથમ સમયના દેવતા ૮. એ આઠ માહે કયા ક્યા થકી ડા, ઘણાં હોય ? ઉત્તર–-હે મૈતમ, સર્વથકી થડા પ્રથમ સમયના મનુષ્ય છે ૧. તેથકી અપ્રથમ સમયના મનુષ્ય અસંખ્યાત ગુણ છે ૨. (સમુછિમ સહીત) તેથકી પ્રથમ સમયના નારકી અસંખ્યાત ગુણ છે ૩. તેથકી પ્રથમ સમયના દેવતા અસંખ્યાત ગુણ છે ૪.તે થકી પ્રથમ સમયના તિર્યંચ અસંખ્યાત ગુણ છે પ. (એહની ભાવના પૂર્વવત્ત.) તેથકી અપ્રથમ સમયના નારકી અસંખ્યાત ગુણ છે ૬. તેથકી અપ્રથમ સમયના દેવતા અસંખ્યાત ગુણુ છે ૭. ને તેથકી અપ્રથમ સમયના તિર્યંચ અનંત ગુણ છે. ૮. એ આઠ પ્રકારે સંસારી જીવ કહ્યાઃ એટલે શ્રી જીવાભીગમ સૂત્રે અંછવિધ પ્રતિપતિ સંપૂર્ણ થઈ. ૧૩૬, નવ પ્રકારે સંસારી જીવ તેમાં તેની ભવસ્થિતિ, કાયસ્થિતિ, આ
અંતર ને અલ્પ, બહુત્વને અધિકાર, ત્યાં જે આચાર્ય એમ કહે છે જે નવ ભેદે સંસારી જીવ કહ્યા છે તે એવી રીતે કહે છે કે પૃથ્વિકાયા ૧. અપકાયા ૨. તેઉકાયા ૩. વાયુકાયા ૪. વનસ્પતિકાયા છે. બેરિંદ્રીય ૬. તેંદ્રીય ૭. ચઉરિદ્રીય ૮. ને પચેંદ્રીય ૮. પ્રશ્ન–હે ભગવંત, પૃથ્વીકાયાની સ્થિતિ કેટલા કાળની છે ? ઉત્તર–હે ગતમ, પૃથ્વિકાયા આદ દેને જાવત પચેંદ્રીય તે સર્વની સ્થિતિ પૂર્વપરે કહેવી. પ્રશન–હે ભગવંત, પૃશ્ચિકાયા પૃથ્વીકાયપણે કેટલે કાળ રહે? ઉત્તર–હે ગતમ, પૃથ્વીકાયાને કાયસ્થિતિ પૂર્વલીપરે પૃથ્વિ કાળ જાણ. જાવત વાયુકાયા લગે પૃથ્વિ કાળ કહે. ને વનસ્પતિકાયને કાયસ્થિતિ વનસ્પતિનો કાળ કહેવો. વળી બેકિંઈદર ૧. તે ઈદ્રી. . ને ચઉરીશ્રીની કાયસ્થિતિ સંખ્યાતા કાળની છે ને પગેંદ્રી જીવની કાયસ્થિતિ હજાર સાગરેપમ ઝાઝેરાંની જાણવી. પ્રશન હે ભગવંત, પૃથ્વીકાયાને અંતર કેટલા કાળનું પડે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org