________________
[38છે
. આઠ પ્રકારના સંસારી જીવની પ્રતિપતિ,
સમયે મરીને મનુષ્યમાં ક્ષુલ્લક ભવ કરીને પાછો તિર્યચ થાય ત્યારે એટલો અંતર પડે.) ને ઉત્કૃષ્ટપણે સાગરોપમ સત પ્રથકત્વ ઝારો અંતર પડે. ( તે એમજે મનુષ્ય, દેવતા, નારકીમાં રહીને પાછો તિર્યંચ થાય. ત્યારે એ અંતર જાણવો. કેમકે તિર્યંચ ટાળી શેષ ત્રણ ગતીમાં એટલેજ ઉત્કૃષ્ટો કાળ છે માટે.) પ્રશ્ન–હે ભગવંત, પ્રથમ સમયી મનુષ્યને કેટલા કાળને અંતર પડે ? ઊતર-હે ગેમ, જઘન્યથી બે ફુલ્લક ભવ સમયે ઉણું અંતર પડે. (તે એમજે એકતા તેહીજ મનુષ્યને સમયે ઉણો ક્ષુલ્લક ભવ ભોગવીને બીજે તિર્યંચને ક્ષુલ્લક ભવ કરીને પાછો મનુષ્યમાં ઉપજે તહાં પ્રથમ સમયી થાય ત્યારે એ અંતર જાણવું.) ને ઉત્કૃષ્ટપણે (અ ) વનસ્પતિને કાળ અંતર પડે. પ્રશ્ન–હે ભગવંત, અપ્રથમ સમયના મનુષ્યને કેટલા કાળનો અંતર પડે ? ઉત્તર––હે ગેમ, જઘન્યથી એક સુલક ભવ સમયે અધીક અંતર પડે. (તે એમને ત્યાંથી મરી તિર્યંચનો એક ક્ષુલ્લક ભવ કરી પાછો મનુષ્ય થાય ત્યારે.) ને ઉત્કૃષ્ટપણે (અન તે) વનસ્પતિને કાળ અંતર પડે. પ્રશન–હે ભગવંત, પ્રથમ સમયના દેવતાને કેટલા કાળનો અંતર પડે? ઉતર–-હે ગીતમ, જઘન્યથી દશ હજાર વરસ અંતર્મુહુર્તે અધીક અંતર પડે. (તે એમજે દશ હજાર વરસ સમયે ઉંનું અપ્રથમ સમયી દેવતાનો પિતાને ભવ ભોગવીને ત્યાંથી મરી અંતર્મુહુર્તનો તિર્યંચને ભવ કરી પાછો ફરી દેવતા થાય ત્યારે.)ને ઉત્કૃષ્ટપણે અન) વનસ્પતિનો કાળ અંતર પડે. પ્રશન–હે ભગવંત, અપ્રથમ સમયના દેવતાને કેટલા કાળને અંતર પડે? - ઉત્તર– હે ગૌતમ, જઘન્યથી અંતર્મુહુર્તનો અંતર પડે. (તે એમજે અંતર્મુહુર્તને તિર્યંચને ભવ કરીને પાછા દેવતા થાય ત્યારે) ને ઉત્કૃષ્ટપણે અનંત) વનસ્પતિને કાળ અંતર પડે. પ્રશન–હે ભગવંત, પ્રથમ સમયના નારકી ૧, જાનત પ્રથમ સમયના દેવતા ૪, એ ચાર માંહે ક્યા ક્યા થકી ડા, ઘણું હોય? ઉતર––હે મૈતમ, સર્વથકી છેડા પ્રથમ સમયના ઉપના મનુષ્ય છે ૧. તે થકી પ્રથમ સમયના નારકી અસંખ્યાત ગુણ છે ૨, તે થકી પ્રથમ સમયના દેવતા અસંખ્યાત ગુણ છે , ને તેથકી પ્રથમ સમયના તિર્યંચ અસંખ્યાત ગુણો છે , (તિર્યચત નિ એક સમયે અનંતા ઉપજતા પામીએ પણ બહાં તિર્યંચ માંહેથી મરીને પાછી તિર્યંચ માંહે ઉપજે છે તે તે અપ્રથમ સમયજ કહીએ માટે તે લેવા નહીં. ને જે મનુષ્ય, દેવતા, નારકી એ ત્રણ ગતી માંહેથી મરીને જે તિર્યંચ માંહે ઉપજે છે તેજ પ્રથમ સમય કહીએ તે તે અસંખ્યાતાજ હોય તે માટે અસંખ્યાતા કહીએ એ ભાવાર્થ જાણો.) પ્રશન– ભગવંત, અપ્રથમ સમયના નારકી ૧. જાવંત અપ્રથમ સમયના દેવતા ૪. એ ચાર માંહે કયા ક્યા થકી થોડા ઘણું હોય?
Jain Education Interational
For Private & Personal Use Only
www.jainelibrary.org