________________
આઠ પ્રકારના સંસારી જીવની ભવસ્થિતિ વિગેરે.
૩૩૧]
-
ઉતર–હે ગૌતમ, જઘન્યથી એક સમય ને ઉત્કૃષ્ટપણે પણ એક એજ સમય રહે. (એક સમય પછી અપ્રથમ સમયી કહેવાય માટે.) પ્રશ્ન–હે ભગવંત, અપ્રથમ સમયના તિર્યચ, અપ્રથમ સમયના તિર્યચપણે કેટલે કાળ રહે? ઉત્તર––હે મૈતમ, જઘન્યથી ક્ષુલ્લક ભવ તે પણ પહલે એક સમયે ઉષ્ણ રહે ને ઉત્કૃષ્ટપણે અને તે વનસ્પતિનો કાળ રહે. (જે ગતિમાં જે જીવ જાય. તે જીવે ત્યાં પ્રથમ તે ભવને પહેલે સમયે પ્રથમ સમય જાણ. પછે ગમે તેટલા ભવ તે ગતી માહે કરે તે પણ અપ્રથમ સમયજ કહીએ પણ પ્રથમ સમય ન કહીએ એ ભાવ.) પ્રશ્ન–હે ભગવંત, પ્રથમ સમયના મનુષ્ય, પ્રથમ સમયના મનુષ્યપણે કેટલો કાળ રહે? ઉત્તર– હે ગેમ, જઘન્યથી એક સમય રહે ને ઉત્કૃષ્ટપણે પણ એકજ સમય રહે. પ્રશ્ન–હે ભગવંત, અપ્રથમ સમયી મનુષ્ય અપ્રથમ સમયના મનુષ્યપણે કેટલે કાળ રહે? ઉત્તર હે ગૌતમ, જઘન્યથી સુલક ભવ તે પણ એક સમયે ઉણ રહે. ને ઉત્કૃષ્ટપણે ત્રણ પલ્યોપમ પૂર્વ ફ્રોડી પ્રથક અધીક રહે. (સાત ભવ પૂર્વ કેડીના કરીને આઠમો ભવ ત્રણ પલ્યોપમને આવખે જુગળીયાનો કરે ત્યારે એ માન થાય.) પ્રશ્ન–હે ભગવંત, પ્રથમ સમય નારકીને અંતર કેટલા કાળને પડે? ઉત્તર–હે ગૌતમ, જઘન્યથી દશ હજાર વરસ અંતર્મુહુ અધીક એટલે અંતર પડે (કેમકે દશ હજાર વરસ સમયે ઉણા અપ્રથમ સમય નારકી રહીને ત્યાંથી મરી અંતમુહુર્ત તિર્યંચને ભવ કરી ફરી પાછો નારકી થાય ત્યાં પ્રથમ સમયી કહેવાય તે માટે) : ને ઉત્કૃષ્ટપણે વનસ્પતિના જેટલો (અનંત) કાળ અંતર પડે. પ્રશ્ન–હે ભગવંત, અપ્રથમ સમયના નારકીને કેટલા કાળને અંતર પડે ? ઉતર–હે ગૌતમ, જઘન્યથી અંતર્મુહુર્તને અંતર પડે. (તે એમ જે મનુષ્ય તિર્યંચને ભવ કરીને ફરી નારકી થાય ત્યારે. ને ઉત્કૃષ્ટપણે (અને તેવનસ્પતિને કાળ અંતર પડે. પ્રશ્ન–હે ભગવંત, પ્રથમ સમયના તિર્યંચને કેટલા કાળને અંતર પડે? ઉત્તર–હે ગતમ, જઘન્યથી બે ભુલ્લક ભવ સમયે ઉણું અંતર પડે (તે એમ જે એક તે તેહીજ તિર્યંચને સમયે ઉણે ક્ષુલ્લક ભવ ભોગવીને બીજે મનુષ્યને ક્ષુલ્લક ભવ કરીને પાછે તિર્યંચમાં ઉપજે ત્યારે પ્રથમ સમયી થાય.) ને ઉત્કૃષ્ટપણે અનંતિ કાળ અંતર પડે. (તે એમજે અંનતે કાળ તિર્યંચમાં રહે ત્યાં કયાં પ્રથમ સમય ન કહેવાય પણ જ્યારે ત્યાંથી મરી મનુષ્ય, દેવતા, નારકીને ભવ કરીને પાછો તિર્યંચમાં ઉપજે ત્યાં પ્રથમ સમય થાય. એ ભાવ જાણુ.) પ્રશ્ન-હે ભગવંત, અપ્રથમ સમયના તિર્યંચને કેટલા કાળનો અંતર પડે ? ઉત્તર–હે ગેમ, જઘન્યથી એક ક્ષુલ્લક ભવ સમયાધિક અંતર પડે. (તે એમજે એક
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org