________________
[૧૮
બે પ્રકારના સંસારી જીવની પ્રતિપતિ,
એ સુમ પાણીના જીવન પ્રત્યેક (જુદા જુદા) શરીર છે અને ચઉદ રાજલોકમબે અસંખ્યાતા જીવ છે. એટલે એ સુક્ષ્મ પાણીનો અધિકાર કર્યો.
- હવે બાદર અપકાય (પાણી) ને અધિકાર કહે છે. પ્રશ્ન–હે ભગવંત, બાદર અપકાયા જીવને કેટલા ભેદ છે? ઉત્તર–હે ગૌતમ, તેના અનેક ભેદ છે. ઠાર, હીમ, જાવત્ જે વળી બીજા પણ પાણી તથા પ્રકારના તેહના સંક્ષેપથી બે ભેદ છે. પર્યાપ્તા અને અપર્યાપ્તા. એમ સર્વ અધિકાર સુક્ષમ પૃથ્વીકાયના સરખો જાણવો પણ એટલે વિશેષ કે તેનું સંરથાન પાણીના પરપોટાને આકારે છે. પ્રશન–હે ભગવંત, તે જીવને લેગ્યા કેટલી છે? ઉત્તર–હે ગૌતમ, તેને ચાર લેસ્યા છે, કશ્ન ૧, નીલ ૨, કાપિત ૩, અને તેજુ જ, (દેવતા આવી ઉપજે તે આથી ), પ્રશ્ન–હે ભગવંત, તે જીવ કેટલી દિશિનો આહાર કરે છે ? ઉતર–હે ગૌતમ, આહાર નિચે છ દિશિને કરે છે. પ્રશ્ન- હે ભગવંત, બાદર અપકાયપણે જીવ કઈ ગતિના આવી ઉપજે? ઉતર–હે ગીતમ, તિર્યંચ, મનુષ્ય અને દેવતા માંહેથી આવી ઊપજે. તે પણ મનુષ્ય તિર્યંચ જુગલીયા વીરજી ને ઉપજે અને દેવતા તે પણ બીજા દેવલેક સુધીને ઉપજે. પ્રશન–હે ભગવંત, તે જીવનું આખું કેટલા કાળનું છે ? ઉતર–હે ગૌતમ જઘન્યશ્રી અંતર્મુહુર્તનું છે અને ઉત્કૃષ્ટપણે સાત હજાર વર્ષનું છે. પ્રશન–હે ભગવંત, તે જીવ મરીને કેટલી ગતિમાં જય, અને કેટલી ગતીના આવે? ઉતર–હે ગૌતમ, બે ગતે જાય (મનુષ્ય, તિર્યંચ.) અને ત્રણ ગતના આવે. (મનુષ્ય, તિર્યંચ અને દેવતા,) - શેવ અધિકાર જેમ બાદર વૃશ્ચિકાયન કહે તેમ જાણવો. એ જીવ પ્રત્યેક શરીરના ધણી છે અને ચઉદ રાજલક મળે અસંખ્યાતા છવ છે. અહો સાધુ માનભાવો? એટલે બાદર અપકાયને અધિકાર કહે એટલે અપકાયનો અધિકાર સંપુર્ણ થશે. હવે વનસ્પતિ કાયને અધિકાર કહે છે.
૧૦ સુક્ષ્મ, બાદર અને સાધારણ વનસ્પતિકાયનો અધિકાર પ્રશન–હે ભગવંત વનસ્પતિકાયના કેટલા ભેદ છે? ઉતર-હે મૈતમ, તેના બે ભેદ છે. એક સુક્ષ્મ તે ચઉદ રાજલક મધ્યે ભર્યા છે તે સુમ વનસ્પતિકાય. અને બીજો ભેદ ઝાડ પ્રમુખ તે બાદર વનસ્પતિકાય.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org