________________
વિમાનિક દેવતાના અધિકારનો બીજો ઉદેશે,
૩૦]
પ્રશ્ન–હે ભગવંત, તે રૂ૫ તેવાં વૈવીને શું કરે ? ઉતર–હે ગૌતમ, પિતાના મન ચીંતવ્ય કાર્ય કરે. એમ જાત બારમા અચુત દેવલોક લગી કહેવું. પ્રશ્ન–હે ભગવંત, રૈવેયકના અને અનુત્તર વૈમાનના દેવતા શું એક રૂ૫ વૈવવા સમર્થ છે, કે ઘણું રૂપ વૈકૃવવા સમર્થ છે? ઉતર–હે ગૌતમ, એક રૂ૫ ૫ણ વૈકૃવવા સમર્થ છે ને ઘણું રૂપ પણ વૈવવા સમર્થ છે. પણ નહીં. નિચે તે સંપતિ વૈકૃવતા ન હોય, વૈક્રવતા નથી, ને વૈકૃવશે નહીં. (પ્રજનના અભાવ માટે.) પ્રશ્ન–હે ભગવંત, સૈધર્મ, ઈશાનના દેવતા કેહવુંક સુખશાતા ભગવતાથકા વિચરે છે? ઉતર–હે ગૌતમ, મનોજ્ઞ શબ્દ, રૂપ, રસ જાવ, સ્પર્શ ભોગવતાથકાં વિચરે છે. એમ જાવત અનુત્તર વૈમાન લગી કહેવું. પ્રશ્ન–હે ભગવંત, સૈધર્મ, ઈશાનના દેવતા કેહવીક રૂદ્ધિવંત છે ? ઉતર–હે ગૌતમ, મહા રૂદ્ધિવંત છે, મહા યુતીવંત છે, જાવત માહા પ્રભાવંત છે. રૂદ્ધિએ કરી સહીત છે. એમ જાવત બારમા અચુત દેવલોક લગી કહેવું. પ્રશ્ન- હે ભગવંત, રૈવેયક, અનુત્તર વૈમાનના દેવતાને કેહવીક રૂદ્ધિ છે? ઉતરહ મૈતમ, સર્વ મહર્ધિક છે જાવત સર્વે મહે પ્રભાવવંત ઇંદ્રાદિક વ્યવહાર રહીત છે. જાવત્ તે સર્વ દેવતાના ગણ અહમેંદ્ર છે. અહે શ્રમણ આવખાવો! પ્રશ્ન–હે ભગવંત, સૈધર્મ, ઈશાનના દેવતા વિભૂષાયે શૃંગારે કરી કેહવા છે? ઉતર– ગતમ, બે પ્રકારે છે. ઉત્તર વૈક્રીય શરીરવંત ને ભવધારણીય શરીરવંત. તીહાં જે ઉત્તર વૈક્રીય શરીરવંત છે. તે હારે કરી બીરાજીત છે હૃદય જેહનાં એવાં છે, જાવત દશે દિશીuતે ઉઘાત કરતા થકાં પ્રકાશ કરતા થકાં જાવત પ્રતિરૂપ છે. ને ત્યાં જે ભવધારણીય શરીરવંત છે. તે આભરણ, વસ્ત્ર રહીત છે ને તે સ્વભાવિક વિભૂષાયે કરી સહીત છે. પ્રશ્ન–હે ભગવંત, સૈધર્મ, ઇશાન દેવલોકે દેવાંજ્ઞા વિભૂવાએ કરી કેહવી છે? ઉતર–હે ગૌતમ, બે પ્રકારે છે. ઉત્તર વૈક્રીય શરીરવંત ને ભવધારણીય શરીરવંત. ત્યાં જે ઉત્તર વૈક્રીય શરીરવંત છે. તે ઝાંઝર પ્રમુખ આભૂષણ સહીત છે, સુવર્ણમય ઘુઘરી શબ્દવંત સહીત, પ્રવર ઉત્તમ જેણએ વસ્ત્ર પહેર્યા છે, ચંદ્રમા સમાન મુખ છે. ચંદ્રમાનીપરે વિલાસવંત છે. અર્ધ ચંદ્ર સમાન તેહના નિલાડ છે, શંગાર અને આકારે કરીને તેહને મનહર વેશ છે, સંગત પ્રમુખ જાવત પ્રતિરૂપ છે. અને ત્યાં જે ભવધારણીય શરીરવંત છે તે દેવાંઝા આભરણ વચ્ચે કરી રહી છે. ને સ્વભાવિક શરીરની શોભાએ કરી સહીત છે. બે દેવલોક ઉપરાંત શેષ દેવલેકે દેવતાજ છે, દેવાંજ્ઞા નથી એમ જાવત અમ્રુત બારમા દેવલે લગી કહેવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org