________________
વૈમાનિક દેવતાના અધિકારને બીજો ઉદેશા,
પ્રશ્ન-હે ભગવ’ત, લાંતક દેવલાકે બવત્ નવ ચૈવેયકના દેવતાને કેટલી લેસ્યા છે?
ઉ-તર-હે ગાતમ, તેને એક સુઝલ લેસ્યા છે.
પ્રશ્ન-હે ભગવંત, અનુત્તર વૈમાનના દેવતાને કેટલી લેસ્યા છે?
ઉત્તર્——હું ગાતમ, તેને એક પરમ સુકલ લેસ્યા છે.
પ્રશ્ન—હે ભગવંત, સાધર્મ, ઇશાન, દેવલાકના દેવતા શું. સમ્યકત્વ દ્રષ્ટી છે? કે મિથ્યાત્વ દ્રષ્ટી છે? કે મિશ્ર દ્રષ્ટી છે?
ઉત્તર—હે ગાતમ, એ ત્રણે દ્રષ્ટી ખારમા દેવલાક સુધી છે, એમ જાવત્ નવ ચૈવેયકના દેવતા સમ્યકત્વ દ્રષ્ટી છે. મિથ્યાત્વ દ્રષ્ટી છે; પણ મિશ્ર દ્રષ્ટી નથી.
૩૦૭]
પ્રશ્ન-હે ભગવત, અનુત્તર વૈમાનના દેવતા શું, સમ્યકત્વ દ્રષ્ટી છે? કે મિથ્યાત્વ દ્રષ્ટી છે? કે મિશ્ર દ્રષ્ટી છે?
ઉત્તર—હું ગાતમ, સમ્યકત્વ દ્રષ્ટી છે પણ મિથ્યાત્વ દ્રષ્ટી નથી તેમ મિશ્ર દ્રષ્ટી પણ નથી. પ્રશ્ન-હે ભગવંત, સાધર્મ. ઇશાન દેવલોકના દેવતા શું. જ્ઞાની છે, કે અજ્ઞાની છે?' ઉત્તર—હે ગાતમ, ત્રણ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન નિશ્ચય છે. એમ જાવત્નવ પ્રૈવેયક લગી જાણવું.
પ્રશ્ન-હે ભગવત, અનુત્તર વૈમાનના દેવતા શું. નાની છે, કે અજ્ઞાની છે? ઉત્તર—હે ગૌતમ, સર્વ જ્ઞાની છે પણ અજ્ઞાની નથી. ત્રણ જ્ઞાન નિશ્ચય છે. પ્રશ્ન—હે ભગવંત, સર્વ વૈમાનીક દેવતાને કેટલા જોગ છે?
ઉત્તર—હૈ ગૈાતમ, મન, વચન અને કાયા એ ત્રણ જોગ છે.
પ્રશ્ન હું ભગવત, તેહને કેટલા ઉપયાગ છે ? ઉત્તર-હે ગાતમ, સાકાર અને નિરાકાર એ એ ઉપયાગ છે.
પ્રશ્ન-હે ભગવંત, સાધર્મ, ઇશાનના દેવતા અવધિજ્ઞાને કરીને કેટલું ક્ષેત્ર જાણે, દેખે ? ઉત્તર—હૈ ગૈાતમ, જધન્યથી આંશુળના અસંખ્યાતમા ભાગ દેખે અને ઉત્કૃષ્ટપણે હેઠું. જાવત્ રત્નપ્રભા પૃથ્વી લગી દેખે. ઉંચુ ાવત્ પોતાના ત્રૈમાન લગી દેખે. અને ત્રીજું જાવત્. અસંખ્યાતા દ્વીપ, સમુદ્ર લગી દેખે. એણી રીતે સાધર્મ, ઇશાનના દેવતા પહેલી પૃથ્વી લગી અવધિજ્ઞાને કરી દેખે.
પ્રશ્ન-હે ભગવ’ત, સનતકુમાર, માહેદ્રના દેવતા અવધિજ્ઞાને કરી કેટલું ક્ષેત્ર દેખે ? ઉત્તર—હૈ ગૈાતમ, તે ત્રીજા, ચાથા દેવલાકના દેવતા ખીજી પૃથ્વી લગી દેખે.
પ્રશ્ન- હે ભગવંત, બ્રહ્મ, લાંતકના દેવતા અવધીજ્ઞાને કરી કેટલું દેખે? ઉત્તર——હું ગાતમ, તે પાંચમા છઠ્ઠા દેવલોકના દેવતા ત્રીજી પૃથ્વી લગી દેખે. પ્રશ્ન—હે ભગવત, માહાનુક્ર, સહસારના દેવતા અવધીજ્ઞાને કરી કેટલું દેખે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org