________________
વિમાનિક દેવતાના અધિકારનો બીજો ઉદેશે.
૩૦૫]
ઉતર હે ગતમ, તે દેવતા અસંખ્યાતા સમયે સમયે અપહરતાંઘકાં અસંખ્યાતી ઉત્સપિણ અવસર્પિણ લગી અપહરે તે પણ તે સર્વ અપહરાય નહીં. એટલા છે. એમ જાવત્ સહસાર આઠમા દેવલોક લગી કહેવું પ્રશન–હે ભગવંત, આણંતાદિક ચાર દેવલેકે, નવ ગ્રંયકે, ને પાંચ અણુત્તર વૈમાને દેવતા સમયે સમયે એકેકે અપહરતાં થકાં કેટલે કાળે સર્વ અપહરાય રહે? ઉત્તર– હે ગૌતમ, તે પણ અસંખ્યાતા છે માટે સમયે સમયે અસંખ્યાતા અપહરતા થક ક્ષેત્ર પપમના સમપણે અસંખ્યાતા ભાગ લગી અપહરીએ તે પણ સર્વ અપહરાય નહીં એટલા છે. પણ નિચે ક્યારેય પણ અપર્યા નથી. પ્રશ્ન- હે ભગવંત, સૌધર્મ, ઇશાન દેવલોકે દેવતાને કેવડી મોટી શરીરની અવગાહના છે? ઉતર–હે ગૌતમ, તેની બે ભેદે શરીરની અવગાહના છે. એક ભવધારણીક ને બીજી ઉત્તર વૈકીય. તેમાં જે ભવધારણીક શરીર તે જઘન્યથી આંગુલને અસંખ્યાતમે ભાગે છે. (ઉપજતી વેળાએ) ને ઉત્કૃષ્ટપણે સાત હાથની છે. ને તહાં જે ઉત્તર વૈક્રીય. શરીર તે જઘન્યથી આંગુલને સંખ્યાતમે ભાગે છે (પ્રારંભ વેળાએ.) ને ઉત્કૃષ્ટપણે લાખ જોજનની છે. બાર દેવલેક સુધી.
- ત્યાર પછી એકેક હાથ ઓછો કરીએ. તે એમકે, સનતકુમાર, માહે છે હાથ. બ્રહ્મ, લાકે. પાંચ હાથ. માહાસુક્ર, સહસારે ચાર હાથ. આનંતાદિક ચાર દેવલોકે ત્રણ હાથ. નવ રૈવેયકે બે હાથ. જાવત અનુત્તર. વૈમાનના દેવતાને એક હાથ શરીરની અવગાહના છે. તેમાં વળી નવ રૈવેયકે ને અણુત્તર વૈમાને એકજ ભવધારણીય શરીર છે. ઉત્તર વિક્રીય શરીર નથી. (કરવાની શક્તિ છે પણ કરે નહીં કાર્યના અભાવ માટે.) પ્રશન– ભગવંત, ધર્મ, ઇશાન. દેવ કે દેવતાના શરીર કયે સંઘયણે છે? ઉત્તર– ગૌતમ, છ સંધયણ રહીત અસંઘયણી છે. હાડ નથી, રૂધિર નથી, ને નસ પણ નથી. તે માટે સંઘયણ નથી. (હાડ નસનો બંધ તે સંઘયણ કહીએ તે માટે.) વળી જે પુગળ ઇષ્ટ, કાંત, મનહર છે. જાવત તે તેમના શરીરના સમુહપણે પરીણમે છે. એમ જાવત્ અણુત્તર વૈમાનના દેવતા લગી કહેવું. પ્રશન–હે ભગવંત, સૌધર્મ, ઈશાન. દેવલોકે દેવતાના શરીર યે સંસ્થાને સંસ્થિત છે ? ઉત્તર–હે ગતમ, તે દેવતાના શરીર બે પ્રકારે છે. એક ભવ ધારણીય શરીર ને બીજા ઉત્તર વક્રીય શરીર. તેમાં જે ભવધારણીય શરીર છે તે સર્વ સમ ચતુરસ સંસ્થાને છે ને તેમાં જે ઉત્તર વૈક્રીય શરીર છે, તે અનેક સંસ્થાને સંસ્થીત છે (જેહવા ૨૫ ચીંત તેહવા રૂપ વૈવે.) એમ જાત બારમા અચુત દેવલોક લગી જાણવું. પ્રશન-હે ભગવંત, નવ રૈવેયક અને અણુત્તર વૈમાનના દેવતાના શરીર સ્પે સંસ્થાને છે ઉત્તર–હે ગૌતમ તેને એક ભવધારણીય શરીર છે તે સમ ચતુરસ સંસ્થાને સંસ્થીત છે તેને ઉત્તર વૈક્રીય શરીર નથી, (પ્રયોજનના અભાવ માટે આવા ગમન નથી.)
89
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org