________________
સંસારી જીવની બીજી પ્રતિપતિ.
ઉતર–હે ગૌતમ, તેના બે ભેદ છે, એક સુહાળી (કમળ) બાદર પૃથ્વિકીય (મૃતિકા પ્રમુખ) અને બીજી કઠણ બાદર પૃથ્વિકાય (હીરા પ્રમુખ). પ્રશન–હે ભગવંત, સુંવાળી પૃથ્વીના કેટલા ભેદ છે? ઉતર–હે ગૌતમ, તેના સાત ભેદ છે, કાળી માટી ૧, લીલી માટી રે, રાતી માટી ૩, પીળી માટી ૪, ધોળી માટી પ, પં! માટી ૬, ગોપીચંદનાદિક) ને પણગમારી છે, ( તળાવના કાંપાદિક). પ્રશન-હે ભગવંત, કઠણ પૃથ્વીના કેટલા ભેદ છે? ઉતર–હે ગૌતમ, તેના અનેક ભેદ કહ્યા છે તે કહે છે. ૧ પૃથ્વી, ૨, કકરા, ૩ વેજી, ૪ ઉપર ટાંકવા ગ્ય, પ શિલા ઘડવા ગ્ય, ૬ લોણ તે મીઠું, છ ઉશ દેશ વિશેપ, ૮ અહજાતિ ૯ ત્રાંબુ, ૧૯ તો ૧૧ સીશું, ૧૨ રૂપું, ૧૩ સોનું, ૧૪ વજ હીરો, ૧પ હરતાલ, ૧૬ હીંગળે, ૧૭ મણસીલ, ૧૮ પારો, ૧૯ સુરમો, ર૦ પરવાળાં, ૨૧ અબરખ, ૨૨ અબરખ મીશ્રીત વેળુ, એ બાદર પૃથ્વી. હવે મણીના ભેદ કહે છે. ૧ ગોમેદમણી, ૨ રૂચકમણી, (ચક્રરત્ન, છત્ર રત્ન, દંડ રત્ન, મણિરત્ન, કાંગણિરત્ન, ચર્મ રત્ન, સૂયરના મસ્તકની મણિ, મનુષ્યના મસ્તકની મણી, મનુષ્યના પેટ માહેલી પથ્થરી, મગરમચ્છના ડાઢ મસ્તકની મણિ, સુયરના ડાઢની મણિ, હાથીના મસ્તકના મતી, વાંશ માહીલા મતી, છીપના મોતી, એ સર્વ ચીત પૃથ્વીકાય છે. કેમકે પાણીના બિંદુથી ઉપજે છે. ત્રસકાયના સંજોગે પાણીના જીવ પૃથ્વી પણે પ્રણમે છે તે લુણપાણીવત) અંક રત્ન ૩, સ્ફટિક રત્ન, ૪, લેહીતા રત્ન, ૫, મર્કટ મણિ રત્ન, ૬, માર્ગલ ૭, ભુજ મોચક રત્ન, ૮, ઇંદ્રનિલ રત્ન ૯, ચંદન રત્ન, ૧૦, ગારિક રત્ન, ૧૧, હંસ ગર્ભ, ૧૨, પુલીક રત્ન, ૧૩, સંગધિક રત્ન, ૧૪, ચંદ્રપ્રભ રત્ન, ૧૫, વૈર્ય રત્ન, ૧૬, જલકાંત રત્ન, ૧૭, સુર્યકાત ૧૮, એ આદ દેને કઠણ પૃથ્વી જાણવી.
તે પૃથ્વિકાયના ભેદ જેમ શ્રી પનવણાજી સૂત્રમણે કહ્યા છે, તેમ સવિસ્તારપણે જાણવા. જાવત તેને સંક્ષેપ બે ભેદ છે, એક ચાર પર્યાપ્ત પર્યાપ્તા હોય તે પર્યાપ્તા. અને બીજો ભેદ તે ચાર અપર્યા તે અપર્યાપ્તા હોઇ તે અપર્યાતા કહીએ. પ્રશ્ન–હે ભગવંત, બાદર પૃથ્વીકાયા અને કેટલાં શરીર છે. ઉતર–હે ગૌતમ, તેને ત્રણ શરીર છે, ઉદારીક ૧, તેજસ ૨, ને કામણું ૩. જેમ સુક્ષમ પૃથ્વિકાનો અધિકાર છે તેમ જાણ, પણ એટલે વિશેષ જે બાદર પૃથ્વિકાયને લેશ્યા ચાર છે તે કહે છે. રક્ત ૧, નીલ ૨, કાપિત ૩, અને તેજુ ૪, (કોઈ દેવતા તેજી લેશ્યાવંત બાદર પૃથ્વિમાંહે ઉપજે તેને ઉપજતી વેળાએ એટલે અપર્યાપ્તાપણે
હોય ત્યાંસુધી તેજુ લેસ્યા હોય.) બીજે સર્વ જેમ સુક્ષ્મ પૃશ્ચિકાયને કહ્યું તેમ જાણ. પ્રશન–હે ભગવંત, તે જીવ આહાર કેટલી દિશિને લીએ છે? ઉતર–હે ગામ, તેને બહાર નિચે છ દિગિને હેય. (કેમ બાદર પૃથ્વીકાયા જીવ
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org