________________
[૮૨
ચાર પ્રકારના સંસારી જીવની પ્રતિપતિ,
૧૨૦, દેવાધી સમુદ્ર, રા
તે પછી દેવાધી સમુદ્ર છે, ત્યાં દેવવર ને દેવ મહાવર નામે એ દેવતા વસે છે.
દેવ દ્વીષ, દેવ સમુદ્ર, નાગ દ્વીપ, નાગ સમુદ્ર, યક્ષ દ્રીપ, યજ્ઞ સમુદ્ર, ભૂતદ્વીપ, ભૂતĒસમુદ્ર જાવત્ સ્વયંભૂરમણુ દ્વીપ, તે સ્વયંભૂરમણ સમુદ્ર તે પછી દ્વીપ, સમુદ્ર નથી, પણ અલાક છે. જાવત્ સ્વયંભૂરમણુ દીપે સ્વયંભૂરમણ ભદ્ર ને સ્વયંભૂરમણ મહાભદ્ર નામે એ દેવતા મહર્ષિક વસે છે.
૧૧. સ્વયં ભૂરમણ સમુદ્ર, રા
તે સ્વયંભૂરમણ દ્વીપને સ્વયંભૂરમણ સમુદ્ર વૃત્ત વળીયાને આકારે કરતા વીટીને રહ્યા છે. જાવત્ અસંખ્યાતા લાખ જોજન હેાળપણે અને પરિધિપણે છે ( દોઢ લાખ જોજને અધીક રાજના ચેાથેા ભાગ પહેાળપણે છે. )
પ્રશ્ન~~હે ભગવત, સ્વયંભૂરમણ સમુદ્ર એવું નામ શ્વે અર્થે કહેા છે?
ઉત્તર-હે ગતમ, સ્વયંભૂરમણ સમુદ્રનું પાણી નિર્મળ છે. આખું, પથ્ય નિરોગ, જાચુ, હળવું સ્ફટિક સરખુ વરણે કરી નિર્મળ ને સ્વભાવીક પાણી સમાન સ્વાદે કરીને છે. વળી સ્વયંભૂરમણવર તે સ્વયંભૂરમણમહાવર નામે ઇહાં એ દેવતા વસે છે. શેષ સર્વ તેમજ પૂર્વલીપરે જાણવું. જાવત્ અસ`ખ્યાતી ક્રોડાક્રેાડી તારાના સમુહ શાભતા હુવા, શાભે છે તે શાલશે.
૧૨૨. સર્વ દ્વીપ, સમુદ્ર આશ્રી અધિકાર, પ્રશ્ન-હે ભગવંત, કેટલા જબુદ્રીપ એવે નામે દ્વીપ છે? ઉત્તર—હૈ ગૌતમ, અસંખ્યાતા જબુદ્રીપ નામે દ્વીપ છે. પ્રરન—હે ભગવંત, કેટલા લવણુ સમુદ્ર એહવે નામે સમુદ્ર છે? ઉત્તરહે ગાતમ, અસ ખ્યાતા લવણ સમુદ્ર નામે સમુદ્ર છે,
વળી એમ ધાતકીખંડ નામે પણ અસંખ્યાતા દ્વીપ છે. એમાવત્ અસ`ખ્યાતા સૂર્યવરાવભાસ સમુદ્ર નામે છે. પણ દેવદ્વીપ નામે એકજ દ્વીપ છે. તેમ દેવાધી સમુદ્ર નામે એકજ સમુદ્ર છે એમ નાગ દ્વીપ, નાગ સમુદ્ર, યક્ષ દ્દીપ, યક્ષ સમુદ્ર, ભૂત દ્વીપ, ભૂત સમુદ્ર, સ્વયંભૂરમણ દીપ, સ્વયંભૂરમણ સમુદ્ર. એ પાંચ દીપ, સમુદ્ર, નામથક એકેકાજ છે, પ્રશ્ન—હે ભગવત, લવણનામા સમુદ્રનું પાણી કેવે સ્વાદે છે?
ઉત્તર-હે ગૌતમ, લવણ સમુદ્રનું પાણી આંબીલ મલીન છે. ગોમૂત્ર સરખું, લૂણસરખું કડુયુ, ખારૂં, અણુપીવાજોગ્ય ઘણા દુપદ, ચઉપદ, મૃગ, પશુ, પંખી. સરીસર્પ, મનુષ્યને પીવા જોગ્ય નથી, પણ એટલા વિસેષ જે કેવળ તે જળમાંહે જે માદિક ઉપના છે તેહને પીવા જોગ્ય છે.
પરન—હે ભવગત, કાળેાદધી નામા સમુદ્રનું પાણી કહેવું આસ્વાદે છે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org