________________
[૨૪
ચાર પ્રકારના સંસારી જીવની પ્રતિપતિ.
૨૯. દીવ દિધિકા ૩૦. (લાંબી વાવ નાળાલી) દેવ શિખરબંધ દહેરાં ૩૧. સ. સભા. ૫૦ પર્વ ૩૨. વ૦ તાપસના આરામ ૩૩. આ૦ એ આદિ દેને. બ૦ ઘણા પદાર્થ પ્રતે. કી૦ એમ કહે છે એ માહરા, એ માહરા એવી મમતા કરે. ૫૦ ગ્રહીને એવા. ૫૦ પરિગ્રહને પરીસહ કેહવા છે તે કે. વીર વિર્ણિ . દ૦ દ્રવ્ય કરી. સાવ પ્રધાન. એવા પરિગ્રહને આદરીને દેવ દેવતા પણ સહ ઇક સહિત દેવ ન૦ તૃમિ ન પામે. તે દેવતા ઘણું વિસ્તીર્ણ લેજો પરાભવ્યા કાં.
ભાવાર્થ-એ પાઠ મળે જે જે વસ્તુ કહી તે તે વરતુ દેવતાને પરિગ્રહ મ કહી તેમાં દેવકુળ (દેહરા) પ્રતિમા તે પણ પરિગ્રહમાં ગણ્યા છે માટે પરિગ્રહ પુજે ધર્મ હોય નહીં. એ નક્કી જાણવું.
વળી કોઈ કહેશે કે પૂર્ણ ભદ્રાદિક જ છે તે જક્ષની પ્રતિમા પરિગ્રહ ખાતે છે, શેષ પ્રતિમાં પરિગ્રહમાં નહીં. એમ કહે તેને ઉત્તર–જે ત્રીછો કે વ્યંતરની પ્રતિમા છે તે પ્રતિમા પરિગ્રહ મળે કહેશે તે હાં તો “વિવા ” ચાર પ્રકારના દેવતા કહ્યા છે. વળી ઇદ્ર સહીત તે તેની પ્રતિમા ત્રછા લોક માંહી ટહ્યા છે? અને કેણ પુજે છે ? અને “વિક સમરે ફા ” કહ્યું તે કયા વંતરની પ્રતિમા છે? વળી સર્વ દ્વીપ, સમુદ્રની પ્રતિમા તિર્થંકરની માને છે તો દહાં તે તે પણ ભેળી આવી છે. વળી દેવક મળે માનદીઠ પ્રતિમા છે તે પણ વૈમાનવાસીને પરિગ્રહ ખાતે છે. કારણ કે પિન પિતાના વૈમાનની સર્વે પુજે છે. કોઈ બીજાની પુજતા નથી. વળી સરિયાભને સામાનિકે પુજવાનું કહ્યું છે તેણે પણ સુભિ વૈમાનના સિદ્ધાયતનની પ્રતિમા સુરિયાભ દેવને પુજવી કહી દેખાડી, અને તેણે તેહીજ પુછે છે, પણ અન્ય સ્થાનકની, મેરૂની, નંદીસર દીપની પુજવી બતાવી નથી. જે પહીલા જત આચારમાં પુજવાની છે તેજ બતાવી એટલે પિતાની કરી બતાવે છે, તે માટે પરિગ્રહ ખાતેજ કહી. વળી તિર્થંકરના જન્માદિક મહેસિવ કરતાં સર્વ ઇંદ્ર ભેળા થાય છે, તેમાં કોઈ એમ નથી કહેતું કે અમુક તિર્થંકર તે મારી હદના ને મારા છે, માટે હું જન્માવિક મહોત્સવ કરીશ. એમ કોઈ મમતા કરતા નથી. ત્યાં તો ભરત, એરવત, મહાવિદેહના જેટલા છે તેટલાનો સહુ જન્મ મહેસુવાદિક કરે છે, માટે તે કોઈ દેવતાના પરિગ્રહમાં નથી, અને પ્રતિમા તે જેની હદ મર્યાદા વૈમાન માંહી આવી તેને પોતાની જાણ મમતા છે જેથી પુજે છે, તે માટે તે પરીસૃહ ખાતે કહી છે, પણ તિર્થકર કે સાધુ કોઈની હદમણે કહ્યા નથી. એ મેટો ફેર છે.
છે. ત્યારે કોઈ કહેશે કે સૂરિયાભની પ્રતિમા તિર્થંકરની નથી એવું તમે કેમ જાણ્યું? એમ કહે તેને ઉત્તર–કે એ પ્રતિમાના લક્ષણ છે ભાગવતથી જુદા પડયા તે કહે છે. પ્રથમ દાઢી ૧, સ્તન ૨, મોરપીંછ ૩, નાગ, ભૂતને પરિવાર ૪, કપડાં પહેરાવ્યાં ૫, ને આભૂષણ પહેરાવ્યાં ૬. તેણે કરી જાણ્યું કે એ ભગવંતની પ્રતિમા નથી. એ છ બોલ
Jain Education Interational
For Private & Personal Use Only
www.jainelibrary.org