________________
વિજય દેવતાના કૃત્ય.
૧૯૫] .
યુક્ત ઘેડાની લાલ થકી પણ અત્યંત સુકમાળ ધેાળુ' સુવર્ણમય તાંતણેકરી સહિત આકાશ તથા ફ્ટીક રત્ન તે સરખી પ્રભા છે જેહની એહવું અખંડીત દિવ્ય ઉત્તમ એહવું દિવ્ય દુષ્ય વસ્ત્રનું જુગળ પેહેરે, પેહેરીને હાર પહેરે (અટાર સર। હાર) પેહેરીને (નવસરા) અર્ધ હાર પેહેરે, પેહેરીને એકાવળી હાર પેહેરે. એમ એણે અભિલાષે મુક્તાવળી, કનકા· વળી, રત્નાવળી, કડાં, હીરખા, અંગદ, કેયુર, એ ચારે ભૂષણ દશ આંગુળીએ મુદ્રીકા વેઢ, વીટી, કડીસૂત્ર, ટિદોરા, હૃદયને વિષે ઉત્તરી, કઢી, ઝુમણું, કુ ંડળ, ચુડામણીનામા અનેક રત્નજડીત એવા મુકુટ બાંધે, મુકુટ પેહેરૂ, ગ્રંથીલ. માળા પ્રમુખ, વેછીમ. વિટેલા દડા પ્રમુખ, પુરીમ. વાંસની સળીએ પરેવેલા તે, સધાતીમ, તે માંહેા માંહે નાળ ખીટ વળગાડવાં તે. એ ચારે પ્રકારને ઝુલે કરીને કલ્પવૃક્ષની પરે પોતાના શરીરને અલંકૃત વિભૂષા કરે, કરીને દરદરી ને મલય નામા ચંદન સુગંધ ગ ંધવંત તેને સુગધે કરી વાસે, વાસીને દિવ્ય દેવ સબંધી પુષ્પમાળા પહેરે, પેહેરીને ત્યાર પછી વિજય દેવતા કેસને અલંકારે કરીને, પુલની માળાને અલકારે કરીને, વસ્ત્રને અલકારે કરીને, આભરણુને અલકારે કરીને, એ ચાર પ્રકારને અલ'કારે કરીને અલ કૃત વિભૂષિત થયા શકે, પરીપૂર્ણ અલ કારવત થયા થા સીંહાસન થકી ઉઠે, ઉડીને અલ કારીક સભા થકી પુર્વદિશાને બારણે થઇને પાછે નીકળે, નીકળીને જ્યાં વ્યવસાય સભા છે ત્યાં આવે, આવીને વ્યવસાય સભાને પ્રદક્ષીણા કરતા થકા પુર્વદિસને બારણે થઇને પેસે, પેસીને જ્યાં સીંહાસન છે, ત્યાં આવે, આવીને સીંહાસનને વિષે પુર્વ દિસી સાહમા એસે
૬૪. પુસ્તક રત્નનું વાંચવું,
ત્યારે તે વિજય દેવતાને સેવક દેવતા પુસ્તકરત્ન આણી આગળે મુકે. ત્યારે તે વિજય દેવતા પુતકરત્ન લીએ, લેઇને પુસ્તકરત્ન છેડે, છેડીને પુસ્તકરત્ન વાંચે, વાંચીને પેાતાના કુળધર્મના વ્યવસાય કરવા જોગ્ય પદાર્થ ગૃહે, ધારે, ધારીને પુસ્તકરત્ન પાછું મુકે, મુકીને સીંહાસન થકી ઉઠે, ઉડીને વ્યવસાય સભા થકી પુર્વ દીસીને બારણે થતે પાછા નીકળે, નીકળીને યાં નદા પુષ્પકરણી છે. ત્યાં આવે, આવીને નંદા પુષ્પકરણી પ્રતે પ્રદક્ષીણા કરતા થકા પુર્વદાસીને બારણે થઇને પેસે, પેસીને પુર્વ દિસીને ત્રીસેાપાન (પગથીએ) થઇને માંહે ઉત્તરે, ઉતરીને હાથ, પગ પ્રક્ષાળે, પ્રક્ષાળીને (ધાઇને) એક મોટા શ્વેત રૂપામય નિર્મળ જળે ભર્યાં મે!ટા માતા હાથીના મુખના આકાર સરખા ભૃંગાર (ઝારીરૂપ) લીએ, લેને જે ત્યાં ઉત્પલ જાવત્ લક્ષ પત્રકમળ હોય તે લીએ, લેખને નંદા પુષ્પકરણી થકી પાળે નીકળે, નીકળીને ત્યાં સિદ્દાયતન છે તે ભણી ચાલવા તત્પર થયા.
ત્યારે તે વિજય દેવતાના ચાર હજાર સામાનીક દેવતા જાવત અનેરા ધણાં વ્યંતરીક દેવતા, દેવાંના કેટલાએક કમળ હાથમાં લેઇને જાવતુ લક્ષ પત્ર કમળ હાથમાં લેઇને વિજય દેવતાની પાછળ પાછળ ચાલે, ત્યારપછી વિજય દેવતાના ઘણા આજ્ઞાકારી દેવતા, દેવાંના કેટલાએક કમળ હાથમાં લેઇને જાવત્ અનેરા ધુપ કડછા હાથમાં લેને વિજય દેવતાની પાછળ પાછળ નય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org