________________
[૧૬૦
ચાર પ્રકારના સંસારી જીવની પ્રતિપતિ.
(૬
:
-
નહર છે, પ્રતિબીંબ સમાન છે. મોટા વર્ષાકાળના જળ રાખવાના ઠામ તથા છત્ર તે સરખાં મોટાં છે. તે પદ્મવદિકાને વિષે રત્નમય કમળ પ્રમુખ છે. અહો સાધે આયુષ્યવંતે! તે અર્થે હે ગૌતમ, પદ્મવદિક એવું નામ કહીએ છીએ, અથવા પદ્મવરવેદિક એવું સારસ્વતું નામ છે. પ્રશન–હે ભગવંત, તે પાવર વેદિકા સાસ્વતિ છે, કે અસાસ્વતિ છે? ઉત્તર–હે ગૈાતમ, સાસ્વતિ પણ છે, ને અસાસ્વતિ પણ છે. પ્રશન–હે ભગવંત, એ અર્થ એમ કહે છે જે સાસ્વતિ પણ છે, ને અસાસ્વતિ પણ છે? ઉતર– ગૌતમ, વ્યપણે તો સાસ્વતિ છે, પણ વર્ણને પર્યાએ, ગંધને પર્યાએ, રસને પર્યાએ સ્પર્શને પર્યાએ અસાસ્વતિ છે. તે અર્થે હે ગૌતમ એમ કહીએ છીએ જે સાર્વતિ પણ છે, ને અસાસ્વતિ પણ છે. પ્રશ્ન–હે ભગવંત, એ પવરદિક કાળથકી કેટલા કાળની છે? ઉત્તર–હે ગૌતમ, યારે એ હતી નહીં એમ નથી. હમણું નથી એમ પણ નથી, ને વળી ક્યારેઇ એ નહીં હોય એમ પણ નથી. અતિત કાળે હતી. વર્તમાનકાળે છે. ને અ. નાગત કાળે હશે. ધ્રુવ છે, નિત્ય છે, સારસ્વતિ છે, ક્ષય નથી, ચળતી નથી, અવસ્થીત છે. એવી તે પદ્મવર વેદિકા છે. એ પદ્મવર વેદિકાને વર્ણન કર્યો.
વળી તે જગતી ઉપરે છે પદ્મવર વેદિકાથી બાહરે એક મેટું વનખંડ કહ્યું છે. તે દેશે ઉણું બે જન ચેકફેર ચક્રવાળપણે પિહેલું છે, ને જગતી સમાન ફરતું છે. તે - કૃષ્ણ વર્ણ એટલે કૃષ્ણ શ્યામ એકજ કૃષ્ણજ શોભા છે એટલે લીલી શોભા છે. જાવત
અનેક ગાડાં, પ્રધાન રથ, પાલખી તેહને મુકવાને ઠામે સહીત છે. રમણુક છે, જેવા જેગ્ય છે, સુકમાળ છે, લષ્ટ છે, ધૃષ્ટ છે, મુષ્ટ છે, રજહીત છે, કર્દમ રહીત છે, નિર્મળ છે, નિરૂપમ કૃષ્ણ છાંયા છે, કાંતિ સહીત છે, સશ્રીક છે, ઉતવંત છે, જેવા જોય છે, દેખવા ગ્ય છે, અભિરૂપ છે, પ્રતિરૂપ છે.
વળી તે વનખંડ માંહે ઘણુંક સમ મનહર ભૂમિ ભાગ છે. તે જેહવો મુરજ (હાલ વિશેષ) તેહને તો, માદળનો તળો, તળાવનું તળ, હથેળી, આરીસાને તળ, ચંદ્રમાને મંડળ, સુર્યનો મંડળ, ઘેટાનું ચર્મ, વૃષભનું ચર્મ, વાહનું ચર્મ, સીંહનું ચમ, વાઘનું ચર્મ, છાગનું ચર્મ, દીપડાનું ચર્મ, (ચામડું) તે સરખું સમ તળ છે. અનેક સંકુલ પ્રમાણે કલક સહસ્ત્ર ગમે તેણે કરી સહીત એવું દીસે છે. તે મણીમાં લક્ષણની શ્રેણી, પ્રણ સ્વસ્તીક, ( લક્ષણ વિશેષ) સરાવલાનું સંપુટ, મચ્છ, કચ્છ, મગરમચ્છ; પ્રમુખને લક્ષણે ઇત્યાદિક આકારે સહીત છે. કુલની શ્રેણી તથા પ્ર મુખ તેણે કરી ભીંત શોભે છે. પંચવર્ણ યુક્ત છે. તે કહે છે. કૃષ્ણ વર્ણ જાવત ત વધ્યું છે. ત્યારે ગૌતમ પુછે છે. પ્રશ્ન–હે ભગવંત, ત્યાં જે કૃષ્ણ વર્ષે તૃણ ને મણી છે તેને એવો એહવે રૂપે વર્ણ ને શેભા કહી છે? તે યથાનામે જેહવી મેઘની ઘટા, અંજન, ખંજન, કાજળ, સાહી, ગળી, પાડાને પંગ, મહિપ પંગ, (સીંગ) ને સમુહ, ભમરા, ભમરાને. સમુહ, ભમરાની
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org