________________
પંદર કર્મભૂમિ મનુષ્યને અધિકાર.
નેહરદેશ, મેં દેશ, ઢેબીલ દેશ, ગલ દેશ, પશ દેશ, કરકેત દેશ, અઈક દેશ, હેન દેશ, ભરૂછ દેશ, મરૂ દેશ, સાલી દેશ, વિષય દેશ, ચાશ દેશ, ઇત્યાદિક અનેક ભેદ મલે અનાર્ય મનુષ્યના છે. પ્રશ્ન-હે ભગવંત, આર્ય મનુષ્યના કેટલા ભેદ છે? ઊતર– હે ગૌતમ, તેના બે ભેદ છે. એક રૂધિવંત આર્ય મનુષ્ય ૧, ને બીજ અધિવત આર્ય મનુષ્ય ૨. પ્રશ્નહે ભગવંત, રૂધિવંત આર્ય મનુષ્યના કેટલા ભેદ છે? ઉત્તર–હે ગેમ, તેના છ ભેદ છે. અરિહંત ૧ ચક્રવૃત્તિ ૨, બળદેવ ૩, વાસુદેવ ૪, ચારણ ૫, ને વિદ્યાધર ૬. પ્રશ્ન–હે ભગવંત, અરૂધિવંત આર્ય મનુષ્યના કેટલા ભેદ છે? ઊતર– ગૌતમ, તેના નવ ભેદ છે. ક્ષેત્ર આર્ય (તિર્થંકરાદિક ત્યાં ઉપજે તે) ૧, જતી આર્ય (પૂજવા યોગ્ય હોય તે) ૨, કુલ આર્ય (ઉત્તમ કુળ હોય તે) ૩, કર્મ આર્ય (દયા સહીત કાર્ય કરે તે) ૪, સિપાર્ય (કળાચાર્ય) ૫, ભાષા આર્ય (જેના બોલવામાં ડહાપણ હેય તે) ૬, નાણું આર્ય (જ્ઞાનને વિષે ડાહ્યા હોય તે) ૭, દર્શના આર્ય (સમકિતવંત) ૮, ને ચરિત આર્ય (ચારિત્રવંત હોય તે) ૯. પ્રશ્ન-હે ભગવંત, પ્રથમ ક્ષેત્ર આર્યના કેટલા ભેદ છે? ઊતર-હે ગીતમ, તેની સાડી પચીશ ભેદ છે. મગધ દેશ–મુખ્ય શહેર રાજગૃહી નગરી, અંગ દેશ-મુખ્ય શહેર ચંપાનગરી ૨, વંક દેશ-મુખ્ય શહેર તામલિપ્ત ૩, કલિંગ દેશમુખ્ય શહેર કંચનપુર ૪, કાશી દેશ-મુખ્ય શહેર વરાણશી નગરી , કેળ દેશ–મુખ્ય શહેર શાકંતપુર નગર ૬, કુરૂ દેશ-મુખ્ય શહેર ગજપુર નગર ૭, કશાંત દેશમુખ્ય શહેર સરીપુર ૮, પંચાળ દેશ–મુખ્ય શહેર કપીલપુર ૯, જંગલ દેશ–મુખ્ય શહેર અહિછતા નગરી ૧૦, સોરઠ દેશ-મુખ્ય શહેર દ્વારકા નગરી ૧૧, વિદેહ દેશ-મુખ્ય શહેર મિથુલા નગરી ૧૨, વચ્છ દેશ-મુખ્ય શહેર કોસંબી નગરી ૧૩, સાંડીલ્ય દેશ-મુખ્ય શહેર નંદપુર નગર ૧૪, ભયેલ દેશ-મુખ્ય શહેર ભદિલપુર નગર ૧૫, વૈરાટ દેશ-મુખ્ય શહેર વરાટપુર ૧૬, વરણ દેશ–મુખ્ય શહેર અચ્છા નગરી ૧૭, દેશાણ દેશ-મુખ્ય શહેર મૃત્તકાવતી નગરી ૧૮, વદ દેશ-મુખ્ય શહેર સકિતકાવતી નગરી ૧૯, સિંધુ દેશ--મુખ્ય શહેર વિભય નગરી ૨૦, સોમવીર દેશ-મુખ્ય શહેર મથુરા નગરી ૨૧, સુરસેન દેશ-મુખ્ય શહેર પાવા નગરી ર૨, ભંદેશ-મુખ્ય શહેર સપુરી નગરી ૨૩, કણાલ દેશમુખ્ય શહેર સાવથિ નગરી ૨૪, લાટ દેશ-મુખ્ય શહેર કેરીવર્શ નગર ૨૫,ને કેકે અધે દેશ-મુખ્ય શહેર સેતબીયા નગરી ૨પા. (કે કે દેશમાં અર્ધમાં આર્ય છે ને અર્ધ દેશમાં અનાર્ય છે. તેથી અર્થો દેશ લીધો છે). એ સાડી પચવીશ દેશમાં તિર્થંકર, ચક્રવૃત્તિ, બળદેવ, વાસુદેવાદિક આર્ય પુરૂષની ઉત્પતિ થાય છે.
Jain Education Interational
For Private & Personal Use Only
www.jainelibrary.org