________________
[૧૪
ચાર પ્રકારના સંસારી જીવની પ્રતિપતિ,
પ્રશ્ન–હે ભગવંત, ઉત્તર દિશીનો એકરૂક નામે મનુષ્યનો એકરૂક નામ દીપ ક્યાં ક છે? ઊતર– હે ગૌતમ, જંબુદીપનામાં દીપના મેરૂ પર્વતથી ઉત્તર દિશે શિખરી વર્ષધર પર્વતને ઇશાન ખુણના ચરીમાંતથી લવણ સમુદ્ર મથે ત્રણસેં જે જન અવગાહી જઇએ ત્યાં એકરેકનામા દ્વીપ છે. એમ જાવત્ જેમ દક્ષિણ દિશે અઠાવીશ અંતરીપ કહ્યા તેમ ઉત્તર દિશે પણ અઠાવીશ અંતરીપ જાણવા. પણ તેમાં એટલો વિશેષ જે શીખરી વર્ષધર પર્વતની ખણે છે. એમ જાવત અઠાવીસમાં સુદ્ધદંત અંતરીપ પર્યત જાણવું. એ છપન અંતરદીપને અધિકાર કર્યો.
પર, ત્રીસ અકર્મભૂમિ મનુષ્યને અધિકાર પ્રશન–હે ભગવંત, અકર્મભૂમિના કેટલા ભેદ છે? ઉત્તર–હે ગૌતમ, અકર્મભૂમિના મનુષ્ય જ્યાં દશ પ્રકારના કલ્પવૃક્ષથી સુખ મળે. ને અસી, મસી, કસીને વ્યાપાર તથા સેવક સ્વામીને વ્યવહાર નહીં તે અકર્મભૂમિ. તેના ત્રીસ ભેદ છે. પાંચ હેમવય, પાંચ રણવય, પાંચ હરિવાસ, પાંચ રમ્યવાસ, પાંચ દેવકુર ને પાંચ ઉત્તરકુર એમ ત્રીશ અકર્મભૂમિ કહ્યા. (એ ત્રીશ ક્ષેત્રમાં એક હેમવય, એક ઐરણ્યવય, એક હરીવાશ, એક રમ્યક્વાશ, એક દેવકુર ને એક ઉત્તરકુ. એ છ ક્ષેત્ર જંબુદ્વીપમાં છે, એમ બે હેમવય, બે ઐરણવય. બે હરીવાશ, બે ર ક્વાસ, બે દેવકુર, ને બે ઉત્તરકુરુ. એ બાર ક્ષેત્ર ધાતકીખંડમાં છે. એમ એવા બાર ક્ષેત્ર અર્ધ પુષ્કરવર હીપમાં છે. એમ સર્વ ત્રીસ ક્ષેત્ર છે.)
૫૧. પંદર કર્મભૂમિ મનુષ્યનો અધિકાર પ્રશન–હે ભગવંત, કર્મભૂમિ મનુષ્યના કેટલા ભેદ છે? ઉત્તર–હે ગૌતમ, તેના પંદર ભેદ છે, પાંચ ભરતને મનુષ્ય, પાંચ ઐરવતના મનુષ્ય ને પાંચ મહાવિદેહ ક્ષેત્રના મનુષ્ય. (તેમાં એક ભરત, એક ઐરવત ને એક મહાવિદેહ એ ત્રણ ક્ષેત્ર જબુ દીપ મળે છે. એવાં બે ભરત, બે ઐરાવત ને બે મહાવિદેહ એ છે ક્ષેત્ર ધાતકીખંડ દીપ મળે છે. ને તેવાજ બીજા છ ક્ષેત્ર અર્ધ પુષ્કરદ્વીપ મળે છે. એમ પંદર ક્ષેત્ર છે) તેના સંક્ષેપે બે ભેદ કહ્યા છે. એક ધર્મ જાણે તે આર્ય ને બીજા ધર્મ ન જાણ તે અનાર્ય (લેછે.) પ્રશન–હે ભગવંત, મલેછે (અનાર્ય) મનુષ્યના કેટલા ભેદ છે? ઉતર–હે ગૌતમ, તેના અનેક ભેદ છે, સક દેશ, યવન દેશ, વિલાયત દેશ, સબર દેશ, બબર દેશ, મરૂડ દેશ, ભગદ દેશ, નિશગ દેશ, એકણી દેશ, કુલખ દેશ, ગેડ દેશ, સિંહલ દેશ. પારશ દેશ, ગોધ દેશ, દમલ દેશ, વિમલ દેશ, પુલિંદ દેશ, હારોષ દેશ, પંચ દેશ, કણક દેશ, ગંધહાર દેશ, પહિલી દેશ, લલિત દેશ, અજલ દેશ, રોમ દેશ, પાસ દેશ, પશિ દેશ, નય દેશ, બંધુ દેશ, સુયલી દેશ, કુંકણ દેશ, મેયદેશ, પહલવ દેશ, માલવ દેશ, મગર દેશ, આભાવિક દેશ, નક દેશ, ચીન દેશ, લશીત દેશ, ખડગ દેશ, ધાતી દેશ
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org