________________
-
એકરૂક દ્વિપના મનુષ્યને અધિકાર,
૧૩૫]
શોભાયમાન ચીગટી હાથની રેખા છે. ચંદ્રમા, સુર્ય, દક્ષણાવર્ત શંખ, ચક્ર, સાથીયા પ્રમુખની ભલે પ્રકારે રચીત હાથને વિષે રેખા છે. પુટ ઉંચી કુક્ષિ, હૃદય અને વસ્તીરૂપ પ્રદેશ પ્રતિપૂર્ણ છે. માંસે કરી પૂર્ણ ગળું અને ગાલ છે. ચાર આંગુળ પ્રમાણે કાચબાના સરખી ગ્રીવા (ડાક) છે. માંસે કરી સહીત ભલે સંસ્થાને હડબચી છે. દાડમના કુલ સમાન રીતે વર્ણ પુષ્ટ ભલા હોઠ છે. સુંદર હઠ છે. દહીં, પાણી, રૂપું, ચંદ્રમા, મચકુંદનું ફુલ, માલતીનું ફુલ, અશોક વૃક્ષનું ફુલ એ ધોળે વર્ણ છીદ્ર રહીત નિર્મળ દાંત છે. રાતું કમળ તથા રાતું પમ તે સરખી રીતે વર્ણ સુંવાળી જીભ તથા તાળવું છે કણેર તથા અશોક વૃક્ષ તે સરખી સમી ઉંચી સરળપણે લાંબી એવી નાશીકા છે. સરદકાળના નીપના કમળ અથવા ચંદ્રવિકાસી કમળ તથા નિલેમ્પલ કમળ તેની પાંખડી સમાન લક્ષણે સહીત મનહર એવા નયણુ છે. લાવણ્ય સહીત તે નયણના ખુણે ત્રાંબા વરણું રાતા છે. નમાવ્યું એવું ધનુષ્ય તે સરખી મનોહર કેસે કાળી સહીત સંગત સુજાત શ્યામ વર્ણ ચીગટી ભ્રકુટિ છે. પ્રમાણે યુક્ત એવા કાન છે. પુષ્ટ મનોહર એવા ગાલ છે. ચાર આંગુળ પ્રમાણ વિશાળ સમું નિલાડ (કપાળ) છે. કાર્તિકની પૂર્ણમાના ચંદ્રમા સમાન નિર્મળ પ્રતિપૂર્ણ સોમ્ય વદન છે. છત્રની પરે ઉંચુ ઉતમાંગ (મસ્તક) છે. વાંકા ચીટો લાંબા શ્યામ વર્ણ એવા માથાના કેસ છે. છત્ર ૧, ધ્વજા ૨, જુગ ૩, શુભ ૪, દાંમની ૫, કમંડળ ૬, કળશ ૭, વાવી ૮, સાથીયો ૯, બેટી ધ્વજા ૧૦, જવ ૧૧, માછલે ૧૨, કાચબો ૧૩, રથ ૧૪, મગર ૧૫, થાળ ૧૬, અંકુશ ૧૭, અષ્ટાપદ (તે છવ વિશેષ) ૧૮, શ્રીદામ ૧૯, સુપ્રતિષ્ટક ૨૦, મેર ૨૧, લક્ષ્મીને અભિષેક ૨૨, તેરણ ૨૩, પૃથ્વી ૨૪, સમુદ્ર ૨૫, દેવભવેન ૨૬, પર્વત ૨૭, આરી ૨૮, લીળાવંતતાથી ર૯, બળદ ૩૦, સીંહ ૩૧, ચામર ૩૨, એવા ઉત્તમ બત્રીસ લક્ષણની ધરણહાર છે. હંસના સરખી ગત (ચાલ) છે. કોયલના સરખો મધુર સ્વર છે. મનહર છે. સર્વને સમસ્ત વલ્લભ છે. ધવળકેશ, દુવર્ણ, કુચેષ્ટા, વ્યાધી દોભાગ્ય, શોક. એટલાથી રહીત છે. ઉંચપણે પુરૂ થકી થોડી (ચાર આંગળ) નીચી છે. સ્વભાવે સોળ શૃંગાર અને આચાર તેણે કરી મનહર વેષ છે. બેલવું, હસવું, બેસવું, ને વિલાશ વાત કરવી તેણે સહીત છે. મને હર નિવડ Sઠ છે, ને વદન, હાથ, પગ, ચક્ષુ, લાવણ્ય, રૂપ, વન વિલાસે કરી સહીત છે. નંદન વનની રહેનારી અપસરા સમાન રૂપે આશ્ચર્ય જેવા જોગ્ય વિશેષ જોવા જેગે દેખવા જોગ્ય મનહર છે, પ્રતિબિંબ સમાન છે. પ્રશન–હે ભગવંત, તે જુગળની સ્ત્રીને કેટલે કાળે આહારની ઇચ્છા ઉપજે છે? - ઊતર-- હે ગૌતમ, તેને એકાંતરે આહારની ઈચ્છા ઉપજે છે. પ્રશન–હે ભગવંત, તે મનુષ્ય શેને આહાર કરે છે? ઉતર–હે ગૌતમ, પૃથ્વીના ઉપના ફુલ ને ફળ તેને આહાર કરે છે. એવા તે મનુષ્યના સમુહ કહ્યા છે. અહીં સાધે આયુષ્યવૃતિ ! પ્રશન–હે ભગવંત, તે પૃથ્વીને કે સ્વાદ છે?
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org