________________
તિર્ધચને બીજો ઉદેશે.
૧૨૩]
-
- - -
-
-
-
-
-
ઉતર–હે તમ, જધન્યથી અંતર્મુહુર્ત ને ઉત્કૃષ્ટપણે અઢાર હજાર વરસની છે. પ્રશન–-હે ભગવંત, ખર (પાષાણ હીરા પ્રમુખ) પૃથ્વીની કેટલી કાળની સ્થિતિ છે? ઉતર–હે ગૌતમ, જઘન્યથી અંતર્મુહુર્ત ને ઉત્કૃષ્ટપણે બાવીશ હજાર વરસની છે. પ્રશ્ન- હે ભગવંત, નારકીની કેટલા કાળની સ્થિતિ છે? ઉતર– હે ગીતમ, જઘન્યથી દશ હજાર વરસ (પ્રથમ નરકને પ્રથમ પાથડે) ને ઉત્કૃષ્ટપણે તેત્રીસ સાગરોપમની (સાતમી નરકે) સ્થિતિ છે. અહીં શ્રી પજવણસૂત્રનું સ્થિતિ પદ સર્વ જાણવું. જાવત સર્વાર્થ સિદ્ધના દેવતા પર્યત સ્થિતિ જાણવી. (આગળ આવેલ છે). પ્રશન–હે ભગવંત, જીવતે ચેતના લક્ષણ) જીવપણે કેટલા કાળ સુધી રહે? ઉત્તર– હે મૈતમ, સદ્ધ સર્વ કાળ પર્યત ને અનાદિ છે. પ્રશ્ન–હે ભગવંત, પૃથ્વોકાય મળે સામાન્યપણે જીવ કેટલા કાળ સુધી રહે? ઉતર–હે ગૌતમ, સદ્ધ સર્વકાળ અનાદી અનંત. એમ જાવત ત્રસકાય પર્યત જાણવું. પ્રશન–હે ભગવંત, વર્તમાન સમયે પૃથ્વીકાય એ જેટલા જીવ ઉપના છે, તે જીવને સમયે સમયે એકેકે કાઢીએ તો કેટલે કાળે તે જીવ કાઢી રહીએ? ઉત્તર-હે મૈતમ, જઘન્યપણે અસંખ્યાતી ઉત્સર્પિણી, અવસર્પિણીએ તે જીવ કાઢી રહીએ. ને ઉત્કૃષ્ટપણે પણ અસંખ્યાતી ઉત્સપિણી, અવસર્પિણીએ તે જીવ કાઢી રહીએ. (તહાં જઘન્ય પદથી ઉત્કૃષ્ટપદ અસંખ્યાત ગણું જાણવું. અસંખ્યાતાના અસંખ્યાતા ભેદ છે) એમ જાવત્ વાયુકાયના જીવ પર્યત જાણવું. પ્રશ્ન–હે ભગવંત, વર્તમાન સમયે વનસ્પતિકાય મળે જેટલા જીવ ઉપના છે તે જીવને સમયે સમયે એકેક કાઢીએ તે કેટલે કાળે તે જીવ કાઢી રહીએ? ઊતર– હે ગેમ, જઘન્યપદે વર્તમાનકાળે વનસ્પતિ મળે અનંતા જીવ ઉપજેને ઉત્કૃષ્ટ પદે પણ અનંતા જીવ ઉપજે તે કાળે વર્તમાન સમયના પણ અનંતા જીવ કહ્યા તેના કાળનું માન કહેવાય નહીં. પ્રશ્ન- હે ભગવંત, વર્તમાન સમયે કેટલા જીવ ત્રસકાયા ઉપજે? ઉતર-–હે ગૌતમ, જઘન્યપદે સાગરોપમ સત પ્રથકત્વ ને ઉત્કૃષ્ટપદે પણ સાગરોપમ સત પ્રથકત્વ. તે જીવ સમયે સમયે એકેક ત્રસ કાઢીયે તે સાગરોપમ સત પ્રથકવે એક સમયના ઉપના ત્રસ જીવને કાઢી રહીયે. ( ત્યાં જે જધન્યપદ કહ્યું તેથી ઉત્કૃષ્ટપદ વિશેષાધિક જાણવું.) પ્રશ્ન–હે ભગવંત, અશુદ્ધ લેણ્યા (કૃષ્ણ, નિલ, ને કાપત) ને ધણી સાધુ, વેદનાદિ સમુદઘાત કરી રહિત પિતાના આત્માએ (જ્ઞાને કરીને અશુદ્ધ વેશ્યાના ધણી દેવતા, દેવીને જાણે? દેખે? ઉતર–હે ગેમ, એ અર્થ સમર્થ નહીં ૧, (અર્થાત જાણે, દેખે નહીં.)
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org