________________
પાંચ મહા પુરૂની કથા.
૭].
પ્રશન–હે ભગવંત, એ રત્નપ્રભા પૃથ્વીના નારકી કેક નરકને ભય ભોગવતા થકા વિચરે છે? ઉત્તર-હે ગૌતમ, યાં નારકી નિત્યે અંધકારે કરી ઘણુ બીચે છે, પરમાધામીની બીકે ઘણું ત્રાસ પામે છે, નિત્યે પરમાધામી ત્રાસવે છે, નિત્યે દુખે કરી ઉદવેગવંત છે, નિત્યે ઉપદ્રવ્યવંત છે. નિત્યે પરમ અશુભ, અતુલ અનુબંધ સહીત એવો નરકનો ભય ભેગવતાં
કાં વિચરે છે. એમ જાવત્ સાતમી નરક પર્યત જાણવું. પ્રશન– હે ભગવંત, સાતમી નરક પૃથ્વયે પાંચ ઉત્કૃષ્ટ મહામોટા ને મેહટ છે આલય (સ્થાનિક) જેહના એહવા નરકાવાસા કિયા છે? ઉત્તર–હે ગૌતમ, કાળ ૧, મહાકાળ ૨, રોક ક, મહારક , ને અપઠાણ પ. તેમાં પાંચ મહાપુરૂષ એહ ભવે ઉત્કૃષ્ટ મન, વચન, કાયાના અર્થદંડ, અનર્થદંડના સંજોગ મળીને પાપ કર્મ કરી કાળને વખતે કાળ કરી એટલે આયુષ્ય પૂરું થયા પછી મરીને અપઠાણ નરકાવાસે નારકીપણે ઉપના, તેના નામ કહે છે. રામ (જમદણી તાપસ પુત્ર) જેને ફરશુરામ કહે છે ૧, દઢાયું (અપરનામા દત્ત લક્ષ્મીને પુત્ર) ૨, વસુરાજા ૩, (જે અધર સીંહાસને બેસતે તે) સુલૂમ ચક્રવૃત્તિ. ( કૌરવ ગોત્રને ઉપને) ૪, બ્રહ્મદત્ત (ચલણીને પુત્ર.) ૫, એ પાંચ જવ ત્યાં નારકી થયા છે. તે કાળે વરણું કાળીજ આભા (પ્રભા) જાવત્ ઉત્કૃષ્ટ કાળે વર્ણ છે. તે નારકી ત્યાં ઉજળી, વિપુળ, ઘણી જાત દુખે અહીયાસવા (ખમવા) જેમ્ય એવી વેદના વેદે છે.
૪૦. પાંચ મહાપુરૂષોની કથા હવે પાંચ મેટા પુરૂષ (મહાપુરૂષ લોકીક પક્ષના જાણવા) અધેર પાપ કરીને સાતમાં નરકે અપઠાણ નામના નરકાવાસાને વિષે તેત્રીસ સાગરોપમને આવખે નારકીપણે ઉપના, તે કેણ અને કેવા કર્તવ્યથી ઉપના, તેનું ટુંક ખ્યાન આ પ્રસંગે જાણવા માટે કથારૂપે યોગ્ય ધારી (કથાને આધારે) કહેવામાં આવે છે. તેમાં ફરશુરામ અને સુભૂમને સંબંધ પરસ્પર ભેળો હોવાથી બંનેની સાથે કથા કહે છે.
૧-૪ ફરશુરામ તથા સુભૂમની કથા. પહેલા સૈધર્માનામા દેવલોકને વિષે બે મિત્ર દેવતા છે, તેમાં એકનું નામ વિસ્વાનર તે સંખ્યત્વદ્રષ્ટિ દેવ છે. અને બીજો ધનવંતર દેવ તે મિથ્યાત્વી તાપસને ભક્ત છે. તે બંને મિત્રો સામસામી ધર્મચર્ચા કરતાં એકએકને ધર્મ વખાણે છે. એમ કરતાં એકદા સમયે બેઉ દેએ એવો ઠરાવ કર્યો જે આપણે બેઉ ધર્મના ગુરૂઓની પરીક્ષા કરીએ ! એમ નક્કી એક મતના થઈ પરિક્ષા કરવા તે બંને દેવતા મનુષ્ય લેકને વિષે આવ્યા. એવે અવસરે મિથલાનગરીને સ્વામી પદ્મરથ નામે રાજા પિતાનું રાજ્ય છોડી શ્રી વાસુપૂજ્ય સ્વામી પાસે દિક્ષા લેવાને ચંપાનગરી જાય છે. તે ભાવ ચારીત્રીયાને દેખી જૈની સમ્ય કવૈદ્રષ્ટી દેવતા, મિથ્યાત્વિ દેવતાને કહે છે, જૈન ધર્મની મહતા જેવી હોય તે પહેલી 18
Jain Education Interational
For Private & Personal Use Only
www.jainelibrary.org