________________
(૨) નિલવિઝા : અન્ય મતાવલંબીના ગાન, તાન, ભોગ, વિલાસ, મહિમા, પૂજા ચમત્કાર આદિ આડંબર જોઈને તે મતનો સ્વીકાર કરવાની અભિલાષા કરે નહિ તથા એમ કહે નહિ કે આપણા ધર્મમાં એવું હોત તો ઠીક થાત. મિથ્યા ઢોંગથી આત્મકલ્યાણ થતું નથી. બાહ્ય-આત્યંતર ત્યાગ અને આત્મદમનથી જ કલ્યાણ થાય છે.
(૩) નિર્વિત્તિનછી : મને તપ, સંયમાદિ ધર્માચરણ કરતાં કરતાં આટલો દીર્ઘકાળ વીત્યો, છતાં આજ પર્યત તેનું કશું ફળ દષ્ટિગોચર ન થયું તો હવે શું થવાનું હતું ? ન માલૂમ આ કષ્ટનું કશું ફળ હશે કે નહિ ? આમ કરણીના ફળમાં સંદેહ કદાપિ ન કરવો.
જેમ યોગ્ય ક્ષેત્રમાં વાવેલું બીજ વૃષ્ટિના યોગથી કાળાંતરે ફળદાયી નીવડે છે તેમ આત્મરૂપ ક્ષેત્રમાં વાવેલું કરણીરૂપ બીજ શુભ પરિણામ રૂપ જલવૃષ્ટિથી યથાયોગ્ય કાળે પરિપક્વ થઈ અવશ્ય ફળદાયી નીવડે છે. કરણી કદાપિ વાંઝણી હોતી નથી. એવી દૃઢ શ્રધ્ધા રાખવી.
(૪) સમૂહ વિ : જેમ મૂઢ મનુષ્ય ગોળ, ખોળ, સોનું, પીતળ સરખાં માને છે. તેમ ભોળા મનુષ્યો બધા ધર્મ સમાન માને છે, પરંતુ જિનેન્દ્ર પ્રણિત દયામય પરમ ધર્મની બરાબરી કોઈપણ મત કરી શકે નહિ. આવો સર્વોત્કૃષ્ટ ધર્મ મને પ્રાપ્ત થયો છે. એ મારા અહોભાગ્ય છે. આવી દૃઢ શ્રધ્ધા રાખવી.
(૫) ૩વધૂર ઃ સમ્યકત્વી અને સાધર્મિકના અલ્પ ગુણની પણ શુધ્ધ મનથી પ્રશંસા તથા વૈયાવૃત્ય કરી તેને ઉત્સાહી કરવો.
(૬) થિરી રપ : કોઈ સાધર્મિકનું મન ઉપસર્ગ પ્રાપ્ત થવાથી અથવા અન્ય દર્શનીના સંસર્ગથી સત્ય ધર્મથી વિચલિત થયું હોય તો તેને સ્વયં ઉપદેશ આપીને સત્સમાગમ કરાવીને, યથોચિત્ત સહાય દ્વારા શાતા પમાડીને તેને ધર્મમાં સ્થિર કરવો દૃઢ શ્રધ્ધાવંત બનાવવો.
(૭) વછન્ન : ગાય જેમ વાછરડા પર પ્રીતિ રાખે છે તેમ સાધર્મિક
સાત્મનઃ પ્રતિનિ જેવાં ન સમારંતુ જે પોતાને બૂરું લાગતું હોય તે બીજા પ્રત્યે પણ ન આચરવું
જ
આચાર્ય અધિકાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org