________________
ચારની હિંસા ૯ કોટિએ ન કરે. એ રીતે ૩૬ ભાંગા કહે છે.
એ ૩૬ પ્રકારે (૧) દિવસે, (૨) રાત્રે, (૩) એકલો રહીને, (૪) પરિષદમાં રહીને, (૫) નિદ્રાવસ્થામાં કે (૬) જાગ્રતાવસ્થામાં એમ છ પ્રકારે હિંસા કરે નહિ. એટલે ૩૬ ૪ ૬ = ૨૧૬ ભાંગા પહેલા મહાવ્રતના થયા.
કેટલાંક ૪૮૬ ભાંગા કહે છે. તે આ પ્રમાણે (૧) પૃથ્વી, (૨) પાણી, (૩) અગ્નિ, (૪) વાયુ, (૫) વનસ્પતિ, (૬) બેઇંદ્રિય, (૭) તેઇંદ્રિય, (૮) ચરિંદ્રિય અને (૯) પંચેન્દ્રિય એમ ૯ ને નવ કોટિએ ગુણતાં ૮૧ થાય અને એ ૮૧ને દિવસ રાત્રિ વગેરે ૬ બોલોની સાથે ગુણતાં ૪૮૬ થાય.
૯
બીજું મહાવ્રતઃ- સૂત્ર ‘‘સવ્વાસો મુસાવાયાઓ વેરમાં ।’’ અર્થાત્ ક્રોધ, લોભ, ભય અને હાસ્યને વશ થઈને કદાપિ ત્રિવિધે જૂઠ ન બોલે. બીજા મહાવ્રતની પાંચ ભાવના :
(૧) વગર વિચાર્યું બોલવું નહિ, (૨) ક્રોધે કરી બોલવું નહિ, (૩) લોભે કરી બોલવું નહિ, (૪) ભયે કરી બોલવું નહિ, (૫) હાસ્ય કરી બોલવું નહિ. ક્રોધ, લોભ, ભય અને હાસ્ય એ ૪ ને ૯ કોટિએ ગુણવાથી ૩૬ ભાંગા થાય છે. તે ૩૬ને દિવસ રાત્રિ વગેરે ૬ એ ગુણવાથી ૨૧૬ ભાંગા બીજા મહાવ્રતના થાય છે.
ત્રીજું મહાવ્રત :– સૂત્ર ‘‘સવ્વાનો ગન્નિાવાળાએ વેરમાં ।'' અર્થાત્ ગામ, નગર કે જંગલમાં અલ્પ મૂલ્યવાળી, બહુ મૂલ્યવાળી, અણુ, સ્થૂલ, સચિત્ત, અચિત્ત વસ્તુ માલિકની આજ્ઞા વિના ત્રિવિધે ગ્રહણ કરે નહિ સર્વથા પ્રકારે ચોરી કરે નહિ.
ત્રીજા મહાવ્રતની પાંચ ભાવના :
(૧) અણયાચી વસ્તુ લેવી નહિ - વસ્ત્ર, પાત્ર આદિ આજ્ઞા વિના લે નહિ, (૨) અણયાચ્યું સ્થાનક ભોગવવું નહિ - આજ્ઞા વિના કોઈ પણ સ્થાનમાં રહેવું નહિ, (૩) સ્થાનકની સાર સંભાળ કરવી નહિ, (૪) આહાર પાણીનો સંવિભાગ કરવો, (૫) વૃધ્ધ ગ્લાન ગુર્વાદિકની વૈયાવચ્ચ ક૨વી.
અલ્પ, બહુ, નાની, મોટી, સચિત્ત, અચિત્ત એ ૬ ને ૯ કોટિએ ગુણવાથી ૫૪ ભાંગા થાય છે. દિવસ રાત્રિ વગેરે ૬ એ ગુણવાથી ૩૨૪ ભાંગા થાય છે.
આચાર્ય અધિકાર
૭૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org