________________
જે દેવનું જેટલુ આયુષ્ય હોય તેટલા પખવાડિયે શ્વાસોચ્છવાસ લે છે. અને તેટલાં જ હજાર વર્ષે આહારની ઇચ્છા ઉપજે છે. દેવો રોમ આહાર કરે છે. ઉક્ત સર્વાર્થસિધ્ધ મહાવિમાનથી ૧૨ યાંજન ઉપ૨ ૧૧ રજ્જુ વિસ્તાર જેટલી જગ્યામાં શેષ બધો લોક રહ્યાં છે. સર્વાર્થ સિધ્ધ વિમાન ૧૨ યોજન ઉપ૨ ૪૫ લાખ યોજન લાંબી, પહોળી, ગોળ મધ્યમાં યોજન જાડી અને ચારે તરફથી ક્રમશઃ ઘટતી ઘટતી કિનારા પર માખીની પાંખથી પણ પાતળી ૧,૪૨,૩૦,૨૪૮ યોજનના પરિધિવાળી શ્વેત સુવર્ણમય નગારાને આકારે સિધ્ધશિલા છે.
તેનાં ૧૨ નામ છે. (૧) ઇસીતિવા, (૨) ઇસીપ્રભારાતિવા, (૩) તણુતિવા (૪) તણુયરિયતિવા, (૫) સિદ્ધિતિવા (૬) સિદ્ધાલય તિવા (૭) મુક્તિતિવા, (૮) મુક્તાલયતિવા, (૯) લોયન્ગતિવા, (૧૦) લોયન્ગ થુભિયા તિવા, (૧૧) લોયગ્ન બુઝ્ઝમાનતિવા, (૧૨) સવ્વપાણ ભૂય જીવ સત્ત સુહાવહાતિવા.
આ સિધ્ધશિલાથી ૧ યોજન ઉપર જતાં ઉપલા ગાઉના છઠ્ઠા ભાગમાં મનુષ્યલોકની બરાબર ઉપર અગ્રભાગ ઉપર ૪૫ લાખ યોજન લાંબા પહોળાં અને ૩૩૩ ધનુષ્ય ૩૨ અંગૂલ જેટલાં ઊંચા ક્ષેત્રમાં અનંત સિધ્ધ ભગવંતો બિરાજે છે.
સિધ્ધ ભગવાનનું વર્ણન
૧૫ પ્રકારે જીવો સિધ્ધ થાય છે.
(૧) તીર્થંકરપદ પામીને સિધ્ધ થાય તે ‘તીર્થંકર સિધ્ધા”, (૨) સામાન્ય કેવળી તરીકે સિધ્ધ થાય તે અતીર્થંકર સિધ્ધા” (૩) તીર્થંકરના શાસનનાં સાધુ સાધ્વી, શ્રાવક, શ્રાવિકા સિધ્ધ થાય તે “તીર્થ સિધ્ધા”, (૪) તીર્થની સ્થાપના થયાં પહેલાં સિધ્ધ થાય તથા તીર્થ વિચ્છેદ ગયા પછી સિધ્ધ થાય તે “અતીર્થ સિધ્ધા”, (૫) જાતિસ્મરણાદિ જ્ઞાનથી ગુરુ વિના સ્વયં દીક્ષા ધારણ કરી સિધ્ધ થાય તે ‘સ્વયંબુધ્ધ સિધ્ધા”, (૬) વૃક્ષ, વૃષભ, સ્મશાન, વિયોગ, રોગાદિને જોઈ અનિત્યાદિ ભાવનાથી પ્રેરિત થઈ સ્વયંમેવ દીક્ષા લઈ સિધ્ધ થાય તે “પ્રત્યેકબુધ્ધ સિધ્ધા”, (૭) આચાર્યાદિના પ્રતિબોધથી દીક્ષા લઈ સિધ્ધ થાય તે ‘બુધ્ધ બોધિ સિધ્ધા”, (૮) વેદ વિકારનો ક્ષય કરી ફકત સ્ત્રીના અવયવ રૂપ શરીરથી સિદ્ધ થાય તે ‘સ્ત્રીલિંગ સિધ્ધા”, (૯) તેવી જ રીતે
શ્રી જૈન તત્ત્વ સાર
Jain Education International
For Private & Personal Use Only
૬૩
www.jainelibrary.org