________________
ઉ.૨૯, આઠમીમાં જ. ૨૯ ઉ. ૩૦, નવમીમાં જ.૩૦ ઉ.૩૧ સાગરોપમનું આયુષ્ય હોય છે.
નવ રૈવેયકથી ૧ રજુ ઉપર ૬ી ઘનરજ્જુના વિસ્તારમાં ચારે દિશામાં ચાર અનુત્તર વિમાન ૧૧૦૦ યોજન ઊંચા અને ૨૧૦૦ યોજન ભૂમિતલવાળાં અસંખ્યાત યોજનાના લાંબા પહોળાં છે. મધ્યમાં ૧ લાખ યોજન લાંબુ, પહોળુ, ગોળ પાંચમું અનુત્તર વિમાન છે. તેનાં નામ (૧) પૂર્વમાં વિજય, (૨) દક્ષિણમાં વૈજયંત, (૩) પશ્ચિમમાં જયંત, (૪) ઉત્તરમાં અપરાજિત અને (૫) મધ્યમાં સર્વાર્થ સિધ્ધ વિમાન છે. એ પાંચે વિમાનવાસી દેવાનું એક હાથનું દેહમાન છે. અને ચાર વિમાનોનું દેવોનું જ. ૩૧ અને ઉ. ૩૩ સાગરોપમનું આયુષ્ય છે. અને સર્વાર્થ સિધ્ધ વિમાનના દેવોનું જ. ઉ. ૩૩ સાગરોપમનું આયુષ્ય છે.
બધા વિમાનોમાં આ પાંચ વિમાન શ્રેષ્ઠ હોવાથી તેને અનુત્તર વિમાન કહે છે. સર્વાર્થ સિધ્ધ વિમાનની છતની મધ્યમાં ૨૫૩ મોતીનો એક ચંદરવો છે. તેમાં મધ્યનું ૧ મોતી ૬૪ મણનું છે. ચોતરફ ચાર મોતી ૩ર-૩ર મણનાં છે. તેની પાસે આઠ મોતી ૧૬ - ૧૬ મણનાં છે. તેની પાસે સોળ મોતી ૮૮ મણનાં છે. તેની પાસે બત્રીસ મોતી ૪-૪ મણનાં છે. તેની પાસે ૬૪ મોતી ૨-૨ મણના છે. અને તેની પાસે એકસો અઠયાવીસ મોતી ૧-૧ મણના છે. તે મોતી હવાથી પરસ્પર અથડાય છે. ત્યારે તેમાંથી ૬ રાગ, ૩૬ રાગણી નીકળે
જેમ મધ્યાહૂનનો સૂર્ય સર્વને મસ્તક પર દેખાય છે તેમ આ ચંદરવો પણ સર્વાર્થસિધ્ધ વિમાનના સર્વ દેવોને પોતાના મસ્તક પર દેખાય છે. આ પાંચે વિમાનોમાં શુધ્ધ સંયમ પાળનાર સાધુ જ ઉત્પન્ન થાય છે. ત્યાં તેઓ સદૈવ જ્ઞાન ધ્યાનમાં નિમગ્ન રહે છે. જ્યારે તેમને કંઈક સંદેહ ઉત્પન્ન થાય છે, ત્યારે તે શય્યાથી નીચે ઊતરીને અહીં બિરાજમાન તીર્થંકર ભગવાનને નમસ્કાર કરી પ્રશ્ન પૂછે છે, અને ભગવાન તે પ્રશ્નના ઉત્તરને દ્રવ્ય મનોમય પુદ્ગલોમાં પરિણમાવે છે. તેને તેઓ અવધિજ્ઞાનથી ગ્રહણ કરી સમાધાન પામે છે.
પાંચ અનુત્તર વિમાનના દેવો એકાંત સમ્યગ્દષ્ટિ હોય છે. ચાર અનુત્તર વિમાનના દેવો સંખ્યાત ભવ (૧૩ ભવ) કરીને અને સર્વાર્થસિધ્ધના દેવો એક જ ભવ કરી મોક્ષ પામે છે. અહીંના દેવો સર્વથી અધિક સુખી છે.
૧૫, પરમાધામી, ૩, કિલ્વિષિક એકાંત મિથ્યાત્વી દેવો છે.
સિદ્ધ અધિકાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org