________________
અંગાર ઉપર નાંખેલી રોટલીની જેમ ફૂલે છે. ત્યારે નિકટવર્તી દેવો ઘંટનાદ કરે છે, ત્યારે તેના તાબાનાં બધાં વિમાનોમાં ઘંટનાદ થાય છે. આથી દેવ દેવીઓ ઉત્પાત શય્યા પાસે એકઠાં થઈ જાય છે. અને જયધ્વનિથી વિમાન ગજાવી મૂકે છે.
અંતર્મુહૂર્તમાં તે દેવ આહારાદિ છ પર્યાપ્તિથી પર્યાપ્ત થઈ, તરૂણ વયવાળા જેવું શરીર ધારણ કરી તથા દેવદુષ્ય ધારણ કરી બેઠા થાય છે. ત્યારે દેવો પ્રશ્ન કરે છે કે આપે શાં દાન દીધા? શાં પુણ્ય કર્યું કે અમારા નાથ થયા? ત્યારે તે અવધિજ્ઞાનથી પૂર્વ જન્મનું અવલોકન કરી કહે છે કે, હું મારા સ્વજનો મિત્રોને જરા સૂચન કરી આવું એમ કહી તૈયાર થાય છે. ત્યારે તે દેવદેવીઓ કહે છે કે ત્યાં જઈને આપ અહીંની શી વાત કરશો? જરા એક મુહૂર્ત માત્ર નાટક તો જોતા જાઓ. ત્યારે નૃત્યકાર અણિકાના દેવ જમણી ભુજાથી ૧૦૮ કુમારિકાઓ કાઢીને ૩૨ પ્રકારનું નાટક કરે છે અને ગંધર્વની અણિકાના દેવ ૪૯ જાતિનાં વાજિંત્રોની સાથે ૬ રાગ, ૩૬ રાગણીના મધુર સ્વરથી આલાપ કરે છે. તેમાં તો અહીંના બે હજાર વર્ષ વીતી જાય છે. તે દેવ ત્યાંના સુખમાં લુબ્ધ થઈ પૂર્વોપાર્જિત પુણ્યનાં ફળો ભોગવવામાં તલ્લીન થઈ જાય છે.
અગિયારમાં બારમાં દેવલોકથી ૨ રજુ ઉપર અને ૮ ઘનરજુ વિસ્તારમાં ગાગર બેડાને આકારે ઉપરા ઉપર આકાશને આધારે “નવ રૈવેયક છે. તેની ત્રણ ત્રિકમાં ૯ પ્રતર છે.
પહેલી ત્રિકમાં (૧) ભદ્ર, (૨) સુભદ્ર, (૩) સુજાતા આ ત્રણ રૈવેયક છે. ત્રણેનાં ૧૧૧ વિમાન છે. - બીજી ત્રિકમાં (૪) સુમાનસ, (૫) પ્રિયદર્શન, (૬) સુદર્શન એ ત્રણ રૈવેયક છે. તેમાં ૧૦૭ વિમાન છે.
- ત્રીજી ત્રિકમાં (૭) આમોહ, (૮) સુપ્રતિભદ્ર, (૯) યશોધર એ ત્રણ રૈવેયક છે. ત્રણેના ૧૦૦ વિમાન છે. આ બધા વિમાન ૧000 યોજન ઊંચા છે અને ૨૨૦૦ યોજનનાં ભૂમિતલ છે. અહીંના દેવોને બે હાથનું દેહમાન છે.
પહેલી રૈવેયકમાં આયુષ્ય જઘન્ય ૨૨ સાગરોપમ ઉત્કૃષ્ટ ૨૩ સાગરોપમ છે. બીજીમાં જ.૨૩ ઉ–૨૪, ત્રીજીમાં જ.૨૪ ઉ. ૨૫, ચોથીમાં જ.૨૫ ઉ.૨૬, પાંચમીમાં જ.૨૬ ઉ.૨૭, છઠ્ઠીમાં જ. ૨૭ ઉ.-૨૮ સાતમીમાં જ.૨૮
શ્રી જૈન તત્ત્વ સાર
' | ૬૧
|
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org