SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૦) યોજનનાં ભૂમિતલવાળાં બન્નેનાં મળી 300 વિમાન છે. અગિયારમાં દેવલોકના દેવોનું જઘન્ય ૨૦ સાગરનું અને ઉત્કૃષ્ટ ૨૧ સાગરનું તથા બારમા દેવલોકના દેવોનું જઘન્ય ૨૧ સાગરનું અને ઉત્કૃષ્ટ ૨૨ સાગરનું આયુષ્ય છે. પહેલા સુધર્મા દેવલોકમાં “અપરિગ્રહિતા' દેવીઓનાં ૬ લાખ વિમાન છે. તેમાં રહેનારી દેવીઓનું જઘન્ય ૧ પલ્ય. ઉ. ૫૦ પત્યનું આયુષ્ય છે. તેમાંથી ૧ પલ્યના આયુષ્યવાળી દેવીઓ જ પહેલા દેવલોકના ઉપભોગમાં આવે છે. એક પલ્ય. થી એક સમય અધિકથી તે ૧૦ પલ્યના આયુષ્યવાળી દેવીઓ ત્રીજા દેવલોકના દેવોને ભોગ યોગ્ય હોય છે. ૧૦ પલ્યથી સમયાધિક ર0 પલ્ય. સુધી આયુષ્યવાળી દેવી પાંચમા દેવલોકના દેવોને ભોગયોગ્ય, ૨૦ પલ્યોથી સમયાધિક ૩૦ પલ્ય. સુધીના આયુષ્યવાળી દેવીઓ સાતમા દેવલોકના દેવોને ભાંગયોગ્ય, ૩૦ પત્ય થી સમયાધિક 80 પલ્યના આયુષ્યવાળી દેવીઓ નવમા દેવલોકના દેવોને ભોગ યોગ્ય, 0 પલ્યથી સમયાધિક ૫૦ પત્યના આયુષ્યવાળી દેવીઓ ૧૧ દેવલોકના દેવોના ભોગ યોગ્ય હોય છે. બીજા દેવલોકમાં અપરિગ્રહિતા દેવીઓનાં ૪ લાખ વિમાન છે. તેમાં રહેનારી દેવીનું જઘન્ય ૧ પલ્ય. ઝાઝરુ અને ઉત્કૃષ્ટ પપ પલ્યનું આયુષ્ય છે. જેમાંથી ૧ પલ્ય ઝાઝેરાના આયુષ્યવાળી દેવીઓ જ બીજા દેવલોકના દેવોના ઉપભોગમાં આવે છે. ૧ પલ્ય ઝાઝેરાથી સમયાધિકથી તે ૧૫ પલ્ય. સુધીની ચોથા દેવલોક, ૧૫ થી ૨૫ પલ્ય સુધીની છઠ્ઠા દેવલોકે ૨૫ થી ૩૫ આઠમા, દેવલોક ૩૫ થી ૪૫ પલ્ય સુધીની દસમા દેવલોક અને ૪૫ થી ૫૫ પલ્ય સુધીના બારમાં દેવલોકે વસતા દેવોને ઉપભોગમાં આવે છે. પહેલા-બીજા દેવલોકના દેવા મનુષ્યની જેમ કામભાગ સેવે છે. ત્રીજા, ચોથા દેવલોકના દેવો દેવીના સ્પર્શ માત્રથી તૃપ્ત થાય છે. પાંચમાં, છઠ્ઠા દેવલોકના દેવ દેવીના વિષયજનક શબ્દ સાંભળી તૃપ્ત થાય છે. સાતમા, આઠમા દેવલોકના દેવ દેવીનાં અંગોપાંગના નિરીક્ષણ (રૂપ) થી જ તૃપ્ત થાય અહીં સુધી પહેલાં બીજા દેવલોકની અપરિગ્રહિતા દેવીઓને દેવતા તેડાવે છે. નવમાં, દસમા, અગિયારમાં અને બારમા દેવલોકના દેવ સ્વસ્થાનકે રહી ભોગની ઇચ્છા કરે છે તે વખતે પહેલા, બીજા દેવલોકમાં રહેલી તેમને ભોગ યોગ્ય દેવીનું મન તેમના તરફ આકર્ષાય છે. દેવ અવધિજ્ઞાનથી તેના શ્રી જૈન તત્ત્વ સાર પિ૯| | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005285
Book TitleJain Tattvasara
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni, Chetanmuni
PublisherNiranjanmuni
Publication Year2000
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy