________________
રેતીમાં દાટી દઈને બિલમાં નાસી જાય છે. ઉગ્ર તાપના કારણે મચ્છ, કચ્છ આદિ બફાઈ જાય છે. તેને બહાર કાઢી આહાર કરશે. માણસોની ખોપરી દ્વારા પાણી પીશે. ધર્મ કે પુણ્ય રહિત હોવાથી મૃત્યુ પામી નરક તિર્યંચગતિમાં જશે.
જ્યોતિષ ચક્ર
જંબુદ્રીપના સુદર્શન મેરુ પર્વતની નજીક સમભૂમિથી ૭૯૦ યોજન ઉપર તારામંડળ છે. અર્ધો ગાઉ લાંબા પહોળા અને `/, ગાઉ ઊંચા તારાનાં વિમાન છે. જઘન્ય પલ્યોપમનો આઠમો ભાગ અને ઉત્કૃષ્ટ પ। પલ્યનું તારા દેવનું આયુષ્ય છે અને ધન્ય પલ્યનો આઠમો ભાગ અને ઉત્કૃષ્ટ પલ્યના આઠમા ભાગ ઝાઝેરું તારાની દેવીઓનું આયુષ્ય છે. તારાના વિમાનને ૨૦૦૦ દેવો ઉપાડે છે. તારામંડલના ૧૦ યોજન ઉપર સૂર્યનું વિમાન છે. તે ૪/ યોજન લાંબુ પહોળું તથા ૪/‚ યોજન ઊંચું અંક રત્નમય છે. સૂર્ય વિમાનવાસી દેવોનું જઘન્ય ૦। (પા) પલ્યનું ઉત્કૃષ્ટ ૧ પલ્યોપમ અને ૧૦૦૦ વર્ષનું આયુષ્ય છે. તેની દેવીઓનું જઘન્ય ૦ (૫) પલ્યનું ઉત્કૃષ્ટ અર્ધા પલ્યને ૫૦૦ વર્ષનું આયુષ્ય છે. સૂર્યના વિમાનને ૧૬૦૦૦ દેવો ઉપાડે છે. સૂર્યના વિમાનથી ૮૦ યોજન ઉપર ચંદ્રમાનું વિમાન છે. / યોજન લાંબુ પહોળું અને / યોજન ઊંચું સ્ફટિક રત્નમય છે. ચંદ્ર વિમાનવાસી દેવોનું જઘન્ય ૦ પલ્યનું ઉત્કૃષ્ટ ૧ પલ્યોપમ ૧ લાખ વર્ષનું તથા દેવીનું જઘન્ય ૦ પલ્યનું, ઉત્કૃષ્ટ અર્ધો પલ્યોપમ અને ૫૦,૦૦૦ વર્ષનું આયુષ્ય છે. ચંદ્ર વિમાનને પણ ૧૬૦૦૦ દેવો ઉપાડે છે. ચંદ્રવિમાનથી ૪ યોજન ઉપર ‘નક્ષત્રમાળા' છે. તેનાં વિમાન પાંચે રત્નમય છે. તે એક એક ગાઉનાં લાંબા પહોળાં અને અર્ધા ગાઉનાં ઊંચાં છે નક્ષત્ર વિમાનવાસી દેવોનું જઘન્ય ૦। (પા) પલ્યોપમનું ઉત્કૃષ્ટ અર્ધ પલ્યોપમનું આયુષ્ય છે. તથા દેવીનું જધન્ય ૦। (પા) પલ્યનું ઉત્કૃષ્ટ ૰l (૫!) પલ્ય ઝાઝેરું નક્ષત્રના વિમાનને ૪૦૦૦ દેવતાઓ ઉપાડે છે.
61
શ
નક્ષત્રમાળથી ૪ યોજન ઉપર ઊંચે ‘ગ્રહમાળ' છે. ગ્રહનાં વિમાનો પણ પાંચે વર્ણનાં રત્નમય છે. ગ્રહનાં વિમાન બે બે કોસનાં લાંબા પહોળાં અને એક કોસનાં ઊંચાં છે. ગ્રહવિમાનવાસી દેવોનું આયુષ્ય જઘન્ય ૫। પલ્યનું
॥ જ્યોતિષીના વિમાનવાહક દેવો જેટલા કહ્યા છે તેના ચાર વિભાગ કરવા જેમાં એક વિભાગ પૂર્વ દિશામાં સિંહરૂપે, બીજો દક્ષિણમાં હસ્તિરૂપે, ત્રીજો પશ્ચિમમાં બળદરૂપે અને ચોથો ઉત્તર દિશામાં ઘોડાના રૂપે વિમાન ઉઠાવી ફરતો રહે છે.
૫૪
સિદ્ધ અધિકાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org