________________
તેના નામ (૧) ‘મતંગવૃક્ષ' થી ફળો મળે છે. (૨) ‘ભિંગાવૃક્ષ’થી સુવર્ણ રત્નના વાસો મળે છે. (૩) ‘તુડિયંગાવૃક્ષ’ થી ૪૯ જાતિનાં વાજિંત્રોના મનોહર નાદ સંભળાય છે. (૪) ‘જ્યોતિવૃક્ષ’ થી રાત્રિમાં સૂર્ય સમાન પ્રકાશ કરે છે, (૫) ‘દીપવૃક્ષ’ દીપકની જેમ પ્રકાશ કરે છે. (૬) ‘ચિત્રંગાવૃક્ષ’ થી સુગંધી ફૂલોના ભૂષણ પ્રાપ્ત થાય છે. (૭) ‘ચિત્તરસાવૃક્ષ' થી ૧૮ જાતનાં મનોજ્ઞ ભોજન મળે છે. (૮) ‘મનોવેગા’ વૃક્ષથી સુવર્ણ રત્નના આભૂષણો મળે છે. (૯) ‘ગિહંગારા’ વૃક્ષથી ૪૨ માળના મહેલ જેવા થઈ જાય છે અને (૧૮) ‘અણિયગણા’ વૃક્ષથી ઉત્તમોત્તમ વસ્ત્રો પ્રાપ્ત થાય છે.
ત્રણ આરા સુધી યુગલીયા હોય છે. જેઓ પુણ્યનો ભોગવટો કરે છે. વજ્રઋષભનારાચ સંહનન તથા સમચઉરસ સંઠાણ, મહાસ્વરૂપવાન, સરળ સ્વભાવી હોય છે. સ્ત્રી-પુરુષ યુગલ રૂપે સાથે જ જન્મે છે. આયુષ્યના છ માસ બાકી રહે ત્યારે જોડલુ પ્રસર્વ છે. એક ને છીંક એકને બગાસુ આવે છે અને મૃત્યુ પામે છે. તથા દેવગતિમાં જાય છે.
ત્રીજા આરાના અંતે પ્રથમ તીર્થંકરનો જન્મ થાય છે. કાળક્રમે કલ્પવૃક્ષનો હ્રાસ થવા માંડયો. ક્ષુધા પીડિત મનુષ્યો પર દયા લાવી ૠષભ મહારાજાએ અસિ (તલવાર) મિસ (સ્યાહી) કૃષિ (ખેતી)ની સમજણ આપી. પુરુષોની ૭ર કળા, સ્ત્રીઓની ૬૪ કળા, ૧૮ પ્રકારની લિપિ, બતાવી. (વધુ મહિતી માટે જુઓ સમવાયાંગ સૂત્રનો ૭૨મો તથા ૧૮મો બોલ) ત્રીજા તથા ચોથા આરા દરમ્યાન ૨૪ તીર્થંકર, ૧૨ ચક્રવર્તી, ૯ વાસુદેવ, ૯ બળદેવ, ૯ પ્રતિવાસુદેવ, થાય છે. જેમને ૬૩ શલાકા પુરુષ કહેવામાં આવે છે તથા ૯ નારદ થાય છે.
પાંચમાં આરામાં ૧૦ બોલનો અભાવ હોય છે. (૧) કેવળજ્ઞાન. (૨) મન:પર્યવજ્ઞાન. (૩) પરમ અવધિજ્ઞાન. (૪) પરિહાર વિશુદ્ધ ચારિત્ર. (૫) સૂક્ષ્મ સંપરાય ચારિત્ર. (૬) યથાખ્યાત ચારિત્ર. (૭) પુલાક લબ્ધિ. (૮) આહારક શરીર. (૯) ક્ષાયિક સમ્યક્ત્વ. (૧૦) જિન કલ્પી સાધુ. નીચેના ૩૨ બોલમાં ફેરફાર થઈ જાય છે.
પાંચમા આરાના ૩૨ લક્ષણો
(૧) શહેર ગામડાં જેવાં થઈ જાય. (૨) ગામડાં શ્મશાન જેવાં બની જાય. (૩) સુકુલોત્પન્ન તે દાસદાસી થાય. (૪) પ્રધાનો લાલચી થશે. (૫) રાજાઓ યમ જેવા ક્રૂર થઈ જાય, (૬) કુલીન સ્ત્રી દુરાચારિણી થાય.
સિદ્ધ અધિકાર
પર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org