________________
આ પર્વતમાં પ00 યોજન લાંબી (આરપાર) ૧ર યોજન પહોળી અને ૮ યોજન ઊંચી મહા અંધકારથી વ્યાપ્ત બે ગુફા છે. એક તો પૂર્વમાં ખંડપ્રપાત ગુફા અને બીજી પશ્ચિમમાં તમસ ગુફા. આ ગુફાના મધ્યમાં ભીંતમાંથી નીકળેલી અને ૩-૩ યોજન દૂર જઈને ગંગા અને સિંધુ નદીમાં જઈ મળનારી . ઉમગ્નજલા અને બીજી નિમગ્નજલા • નામની બે નદીઓ છે.
પૃથ્વીથી ૧૦ યોજન ઉપર વૈતાઢય પર્વત ઉપર ૧0 યોજન પહોળી અને વૈતાઢ્ય પર્વત જેટલી લાંબી બે વિદ્યાધર શ્રેણી છે p.
દક્ષિણની શ્રેણીમાં ગગન વલ્લભ વગેરે ૫૦ નગરો છે. અને ઉત્તરની શ્રેણીમાં રથનુપુર ચક્રવાલ પ્રમુખ ૬૦ નગર છે. જેમાં રોહિણી, પ્રજ્ઞપ્તિ, ગગન ગામિની વગેરે હજારો વિદ્યાઓને સિદ્ધ કરનારા વિદ્યાધરો (મનુષ્ય) રહે છે, ત્યાંથી ૧0 યોજન ઉપર એવા પ્રકારની બીજી પણ બે આભિયોગિક દેવોની શ્રેણી છે.
ત્યાં પહેલાં દેવલોકના શકેન્દ્રજીના દ્વારપાલ પૂર્વ દિશાના માલિક સોમ મહારાજ, દક્ષિણ દિશાના માલિક “યમ મહારાજ', પશ્ચિમ દિશાનાં “વરુણ મહારાજ અને ઉત્તર દિશાના માલિક “વૈશ્રમણ મહારાજના આજ્ઞાધારક (૧) અન્ન રક્ષક “આણ જંભકા', (૨) પાણીના રક્ષક “પાણ જંભકા', (૩) સુવર્ણ વગેરે ધાતના મકાનના રક્ષક “લયણ જંભકા', (૪) પથારીના રક્ષક “શયણ જંભકા', (૫) વસ્ત્રના રક્ષક “વત્થ જૈભકા', (૬) ફલ રક્ષક “ફલ જંભકા', (૭) ફૂલના રક્ષક “પુષ્પ જૈભકા', (૮) વિજળીનાં (પ્રકાશ) રક્ષક ‘વિજુ જૈભકા', (૯) પાણી ભાજીના રક્ષક “અવિયત ચૂંભકા’. (૧૦) બીજ ધાન્ય વગેરેના રક્ષક “બીજ જંભકા' એ ૧૦ જાતિના દેવતાઓના આવાસ છે.
આ દેવો પોત-પોતાના નામ પ્રમાણેની વસ્તુઓની વાણવ્યંતર દેવોથી રક્ષા કરવા નિમિત્તે ત્રણે કાલ (સવાર, બપોર અને સાંજ) માં ચોકી કરવા
મગ્નજલા નદીમાં સજીવ નિર્જીવ કોઈ પણ વસ્તુ પડી જાય તો તેને ત્રણ વખત ફેરવી ને બહાર ફેંકી દે છે. નિમગ્નજલા નદીમાં પડેલી વસ્તુ ને ત્રણ વખત ફેરવીને પાતાળમાં બેસાડી દે છે
D પર્વત ઉપર ખુલ્લી ફરવાની જગ્યાને શ્રેણી કહે છે.
| ૪૮]
४८
સિદ્ધ અધિકાર
|
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org