SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ પહોળું ‘ભદ્રશાલ” નામનું પહેલું વન છે. (૨) ત્યાંથી ૫૦૦ યોજન ઊંચે મેરુ પર્વતની ઉપર ચારે બાજુ ઘેરાયેલું વલયાકાર (કંકણાકૃતિ) ૫00 યોજન ચકવાળું પહોળું બીજુ નંદનવન” છે. (૩) ત્યાંથી ૬૩,૫૦૦ યોજન ઊંચે મેરુ પર્વતની ઉપર મેરુની ચારે બાજુ ફરતું વલયાકાર ૫00 યોજનનું પહોળું ત્રીજુ “સોમનસ વન' છે. (૪) સોમનસ વનથી ૩૬,000 યોજન ઊંચે ચોથું ખંડગવન' છે. તે ૪૯૪ યોજન ચક્રવાળુ પહોળું છે. આ પંડગવનની ચારે દિશામાં સફેદ સુવર્ણમય અર્ધ ચન્દ્રાકાર ચાર 'શિલા છે. જેના નામો (૧) પૂર્વમાં પાંડુક શિલા અને (૨) પશ્ચિમમાં રક્તશિલા, એ બન્ને શિલાઓ ઉપર ૨૯૨ સિંહાસન છે. જેના ઉપર જંબૂદીપના પૂર્વ અને પશ્ચિમ મહાવિદેહ ક્ષેત્રમાં જન્મેલા ચાર તીર્થકરોના જન્મોત્સવ એક સાથે થાય છે. અને (૩) દક્ષિણ દિશામાં ત્રીજી પાંડુકંબલ શિલા છે. એના ઉપર ભરતક્ષેત્રમાં જન્મેલાં તીર્થકરોના અને (૪) ઉત્તરમાં રક્ત પાંડુકંબલ શિલા છે એના ઉપર ઐરાવત ક્ષેત્રમાં જન્મેલા તીર્થકરોનો n જન્મોત્સવ થાય છે. આ વનની મધ્યમાં ૪૦ યોજનની ઊંચી, તળિયામાં ૧૨ યોજનની, મધ્યમાં ૮ યોજનાની અને અંતમાં ૪ યોજનની પહોળી વૈર્ય (લીલા) રત્નમય એક ચૂલિકા (શિખા સમાન ટેકરી) છે. જંબૂઢીપનું વર્ણન પૃથ્વી ઉપર મેરુની ચારે બાજુ ફરતો થાળીના આકારવાળો પૂર્વથી પશ્ચિમ અને ઉત્તરથી દક્ષિણ સુધી એક લાખ યોજનાનો લાંબો પહોળો ગોળ જંબુદ્વીપ નામનો દ્વીપ છે. એમાં મેરુ પર્વતથી ૪૫,૦૦૦ યોજન દક્ષિણ દિશામાં, વિજય દ્વારની અંદર “ભરત' નામનું ક્ષેત્ર છે. તે વિજય દ્વારથી ચૂલ હિમવંત પર્વત સુધી સીધું પરપ૧/પહોળું છે. આ ભરત ક્ષેત્રના મધ્યમાં ૧૦,૭૨૦૨, યોજના (૧૨ કલા ) @ ની જીલ્ડાવાળો, ઉત્તર દક્ષિણમાં ૫૦ યોજન પહોળો, ૨૫ યોજન ઊંચો ભૂમિમાં ૬ યોજન ઊંડો રૂપાનો વૈતાઢય નામનો પર્વત છે. 0 આ ચારે શિલા ૫૦૦-૫૦૦ યોજનની લાંબી અને ૨૫૦-૨૫૦ યોજનની પહોળી છે. અને એ ૬ એ સિંહાસનો ૫૦૦-૫૦૦ ધનુષ્યનાં લાંબા, પહોળાં ૨૫૦-૨૫૦ ધનુષ્યનાં ઊંચા છે @ એક યોજનના ૧૯માં ભાગને એક ક્લા કહે છે. શ્રી જૈન તત્ત્વ સાર | ૪૭ | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005285
Book TitleJain Tattvasara
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni, Chetanmuni
PublisherNiranjanmuni
Publication Year2000
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy