________________
મનુષ્ય લોકનું વર્ણન જ્યાં આપણે રહીએ છીએ તે મનુષ્યલોક, પહેલાં કહેલી રત્નપ્રભા પૃથ્વીની ઉપર છે. એમના મધ્યભાગમાં સુદર્શન મેરુ પર્વત છે. મેરુ પર્વતની જમીનના અંદરના ભાગમાં ગૌસ્તનના આકારના ૮ રૂચક પ્રદેશ છે. ત્યાંથી ૯00 યોજન નીચે અને ૯૦૦ યોજન ઉપર એમ ૧૮૦૦ યોજન ઊંચો અને ૧૦ રજુ ઘનાકાર 8 વિસ્તારમાં તિથ્ય લોક છે. એમાં ૯૦૦ યોજનના ક્ષેત્રમાં દ્વીપોની નીચે વ્યંતર અને વાણવ્યંતર દેવો રહે છે. જેમનું વર્ણન પહેલાં કરેલ છે. દ્વીપોને ફરતાં પ્રમાણમાં બમણા વિસ્તારના સમુદ્રો છે. ઉપરના ૯00 યોજનમાં સમુદ્રનો આંશિક ભાગ અને જ્યોતિષી દેવના ચક્ર છે તેનું વર્ણન કરવામાં આવે છે. સમુદ્રો ઊંડા છે તેથી તેની નીચે વ્યંતર કે વાણવ્યંતરનાં નગરો નથી.
મેરુ પર્વતનું વર્ણન પૃથ્વીની મધ્યમાં જે સુદર્શન મેરુ પર્વત છે, તે મલસ્તંભ મળલખ)ને આકારે ગોળ છે. નીચેથી પહોળો અને ઉપરથી અનુક્રમે સાંકડો થતો ગયો છે. નીચેથી ઉપર સુધી એક લાખ યોજન ઊંચો છે. જેમાંથી ૧000 યોજના પૃથ્વીમાં છે અને ૯૯000 યોજન પૃથ્વી ઉપર છે. પૃથ્વીની અંદર મૂળમાં ૧૦,૦૯૦ | યોજન પહોળો છે. પૃથ્વી ઉપર ૧૦,૦00 યોજન પહોળો છે. અને અનુક્રમે ઘટતાં ઘટતાં ટોચે ૧000 યોજન પહોળો રહી ગયો છે.
પૂર્ણ પર્વતના ૩ વિભાગ છે. (૧) પૃથ્વીની અંદર માટી, પથ્થર, કાંકરા, અને વજરત્નમય ૧૦૦૦ યોજનાનો પહેલો ભાગ છે, (૨) પૃથ્વી ઉપર સ્ફટિક રત્ન, અંકરન, ચાંદી અને સોનાવાળો ૬૩,000 યોજનાનો બીજો કાંડ(વિભાગ) છે. અને (૩) ત્યાંથી આગળ લાલ સુવર્ણમય ૩૬,૦૦૦ યોજનનો ત્રીજો કાંડ છે.
મેરુ પર્વત ઉપર ૪ વન (બાગ) છે. (૧) પૃથ્વી ઉપરના ૪ ગજાંતા પર્વત અને સીતા સીતાદા નદીથી જેના આઠ ભાગ થાય છે તથા જે પૂર્વપશ્ચિમમાં ૨૨,000 યોજનાનું લાંબુ અને ઉત્તર દક્ષિણ દિશામાં ૨૫૦ યોજન
એક રજ્જુ લાંબુ, એક રજુ પહોળું અને એક રજુ જાડું ક્ષેત્ર તે ઘનરજુ
સિદ્ધ અધિકાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org