________________
હવા ચલાવે છે. જેથી તે તલવાર અને ભાલાની ધાર જેવા તીક્ષ્ણ પત્તાઓ નારકીનાં શરીર પર પડતાં જ અંગ કપાઈ જાય છે એમ આખા શરીરનું છંદન ભદન કરે છે.
(૧૫) ગોવાળીયાઓ બકરાંને વાડામાં ઠાંસી ઠાંસીને ભરે છે તેમ મહાઘોષ' નામના પરમાધામી દેવો મહા અંધકારથી વ્યાપ્ત એવા સાંકડા કોઠામાં નારકીના જીવોને ઠાંસી ઠાંસીને ભરે છે.
જે માંસાહારી પ્રાણી નરકમાં ઉત્પન્ન થયાં છે, તેમના શરીરનું માંસ ચીપિયાથી કાપી કાપી તેલમાં તળીને, રેતીમાં સેકીને તે જ જીવોને ખવરાવતાં પરમાધામી દેવો કહે છે, “તું માંસ ભક્ષણમાં લુબ્ધ હતો એટલે તું આને પણ પસંદ કર ! તારે આને પણ ખાવું જ જોઈએ.” મદ્યપાન કરનાર તથા વગર ગાળેલું પાણી પીનાર નારકીના મોઢામાં તાંબું સીસું વગેરેનો રસ ઉકાળીને રેડતાં કહે છે કે “લો! આ પીઓ! આ પણ ઘણુ મજેદાર છે.” વેશ્યા અને પરસ્ત્રીગમન કરનારને તપાવી લાલ કરેલા લોઢાના થાંભલા સાથે બલાત્કારથી બાથ ભરાવીને કહે છે કે “અરે દુષ્ટ! તને પરસ્ત્રી સારી લાગતી હતી તો હવે કેમ રૂએ છે?” કુમાર્ગે ચાલનાર તથા કુમાર્ગે જવાનો ઉપદેશ દેનારને આગથી ધગધગતા અંગારા ઉપર ચલાવે છે. જાનવરો અને મનુષ્યો ઉપર વધારે ભાર લાદનારને ડુંગરોમાં કાંટા કાંકરાવાળા રસ્તામાં સંકડો ટન વજનના રથ ખેંચાવે છે. ઉપર તીક્ષ્ણ ધારવાળા ચાબુકનો પ્રહાર કરે છે.
કુવા, તળાવ. નદીના પાણીમાં ક્રીડામસ્તી કરનારને તથા અણગળ પાણી કામમાં લેનારાન, પાણી નકામુ ઢાળનારને વેતરણી નદીના ઉષ્ણ અને તીર્ણોધાર વાળા પાણીમાં નાખી તેના શરીરને છિન્ન ભિન્ન કરે છે. સાપ, વીંછી, પશુ, પક્ષી વગેરે પ્રાણીને મારનારાઓને યમદેવ સાપ, વીંછી, સિંહ વગેરેનું સ્વરૂપ ધારણ કરી ચીરી નાખે છે. તીક્ષ્ણ ઝેરીલા ડુંખોથી તેમને ત્રાસ આપે છે. વૃક્ષ છેદન કરનારના શરીરનું છેદન કરે છે.
માતા પિતા વગેરે વૃધ્ધ અને ગુરુજનોને સંતાપ પહોંચાડનારના શરીરનું ભાલાથી ભેદન કરે છે, દગાચોરી કરનારાઓને ઊંચા પહાડોથી પછાડે છે.
શ્રોતેન્દ્રિય પ્રિય' રાગ રાગિણીના અત્યન્ત શોખીનોના કાનમાં ઊકળતા સીસાનો રસ નાંખે છે, ચક્ષુરિન્દ્રિયના વિષયમાં આસક્ત રહેનારાઓની આંખો તીણ શૂળોથી ફોડી નાખે છે. ધ્રાણેન્દ્રિયમાં આસક્ત રહેલા જીવોને તીખો રાઈ
શ્રી જૈન તત્ત્વ સાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org