________________
(૩) જેમ સિપાઈ ચોરને મારે છે તેમ “શ્યામ' નામના પરમાધામી નારકી જીવોને મારે છે.
(૪) જેમ સિંહ, કૂતરાં, બિલાડા વગેરે પોતાના ભક્ષ્યને પકડી ચિરફાડ કરી માંસને કાઢે છે, તે જ પ્રમાણે “સબળ' નામનાં પરમાધામી દેવો નારકીઓનાં શરીરને ચિરફાડ કરીને માંસ જેવા પુદ્ગલો કાઢે છે.
(૫) જેમ દેવીના ભૂવા બકરાને ત્રિશૂલથી છેદે છે, શૂળીથી ભેદે છે. તેમ “રુદ્ર” નામના પરમાધામી દેવો નારકીનું છેદન-ભેદન કરે છે.
(૬) જેમ કસાઈ લોકો માંસના કકડા કકડા કરે છે, તેમ “મહારુદ્ર' નામના પરમાધામી દેવો નારકીના શરીરના કકડા કકડા કરે છે.
(૭) જેમ કંદોઈ ગરમ તેલમાં પૂરી ભજિયાં તળે છે તેમ “કાલ” નામના પરમાધામી દેવો નારકીનાં માંસને કાપી કાપીને તેલમાં તળીને ખવરાવે છે.
(૮) જેમ મરેલા જાનવરોનું માંસ પક્ષીઓ છૂંદી ખૂંદીને ખાય છે તેમ “મહાકાલ” નામના પરમાધામી દેવો ચીપિયા વડે તેનું જ માંસ ફ્રેંદી છૂંદીને તેને ખવરાવે છે.
(૯) જેમ વીર પુરુષ સંગ્રામમાં તલવારથી શત્રુઓનો સંહાર કરે છે તેમ “અસિપત્ર' નામના પરમાધામી દેવો તલવારથી નારકીનાં શરીરનાં તલ તલ જેવા કકડા કરે છે.
(૧૦) જેમ શિકારી, ધનુષ્ય તાણી બાણથી પશુના શરીરને ભેટે છે તેમ ધનુષ્ય' નામના પરમાધામી દેવ ધનુષ્ય બાણથી નારકીને છેદે છે.
(૧૧) જેમ ગૃહસ્થી લીંબુને કાપી મસાલો ભરી બરણીમાં અથાણું કરે છે તેમ “કુંભ' નામના પરમાધામી દેવ નારકીનાં શરીરને કાપી મસાલો ભરી કુંભિમાં નાખે છે.
(૧૨) જેમ ભાડભંજો ગરમ રેતીથી ચણાં વગેરે ભુંજે છે તેમ “વાલુ નામના પરમાધામી નારકીને ગરમ રેતીમાં ભૂંજે છે. શેકે છે.
(૧૩) જેમ ધોબી વસ્ત્રને ધોએ છે તેમ “વૈતરણી' નામક પરમાધામી દેવ નારકીને વૈતરણી નદીની શિલાઓ ઉપર પછાડી પછાડીને ધૂએ છે, નીચોવે છે.
(૧૪) જેમ શોખીનો બગીચાઓની હવા ખાય છે તેમ “ખરસ્વર' નામના પરમાધામી દેવ વૈક્રિયથી બનાવેલા શાલ્મલી વૃક્ષના વનમાં નારકીને બેસાડી
૩૬
સિદ્ધ અધિકાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org