SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્કૃષ્ટ (વધારેમાં વધારે) ૧૭૦ તીર્થંકરથી વધારે ભવિષ્યમાં કદી પણ થશે નહિ એમ અનંતા તીર્થકર ભૂતકાળમાં થઈ ગયા. ૨૦ વર્તમાન કાળમાં છે. અને અનંતા તીર્થકર ભવિષ્યકાળમાં થશે. - ભરતના અને ઇરવતના સર્વે તીર્થકરોનું જઘન્ય આયુષ્ય ૭ર વર્ષનું, એથી ઓછું હોય જ નહિ. અને ઉત્કૃષ્ટ આયુષ્ય ૮૪ લાખ પૂર્વનું એથી વધારે પણ ન જ હોય. સર્વે તીર્થકરોનું દેહમાન જઘન્ય ૭ હાથનું જ હોય છે. એથી ઓછું ન જ હોય. ઉત્કૃષ્ટ ૫૦૦ ધનુષ્યનું, એથી વધારે પણ ન હોય. p. સર્વે તીર્થકરોના શરીર રજ, મેલ, પરસેવો, કફ, શ્લેષ્મ (નાકનો મેલ) કાગરેખા આદિ દુર્લક્ષણો અને તિલ, મસા આદિ દુવ્યંજનોથી રહિત અને ચન્દ્ર, સૂર્ય, ધ્વજા, કુંભ, પર્વત, મગર, સાગર, ચક્ર, શંખ સ્વસ્તિક વગેરે ૧૦૦૮ ઉત્તમોત્તમ લક્ષણોથી અલંકૃત સૂર્ય સમા પ્રકાશક, નિધૂમ અગ્નિ માફક તેજસ્વી અને અતિ મનોહર હોય છે. ભક્તામર શ્લોક : स्त्रीणां शतानि शतशो जनयन्ति पुत्रान्, नान्या सुतं त्वदुपमं जननी प्रसूता। सर्वा दिशो दधति भानि सहस्र रश्मि, प्राच्येव दिग्जनयति स्फूरदंशुजालम् ॥२२॥ અર્થ જેમ ગ્રહ, નક્ષત્ર, તારાઓને જન્મ આપનારી તો અનેક દિશાઓ છે, પરંતુ સૂર્યને જન્મ આપનારી માત્ર પૂર્વ દિશા જ છે, તે જ પ્રમાણે પુત્રનો પ્રસવ કરનારી તો અનેક માતાઓ વિશ્વમાં છે. પણ તીર્થકર સમા પુત્રરત્ન પેદા કરનાર તો માત્ર એક તીર્થકરની જ માતા હોય છે. અન્ય કોઈ પણ સ્ત્રી - શાસ્ત્રમાં જીવોની અવગાહના (દહપ્રમાણ)નું જે પ્રમાણ બતાવ્યું છે તે આ વર્તમાન પાંચમાં આરાનાં ૧૦૫૦૦ વર્ષ પસાર થશે. એટલે કે પાંચમો આરો અર્થો વ્યતિત થઈ જશે. ત્યારે જે મનુષ્ય હશે તેમના હાથના પ્રમાણથી કહેવામાં આવ્યું છે. એ જ માપથી ઉક્ત તીર્થકરોનું દેહમાન જાણવું અને એમ તો તીર્થકરો પોત પોતાની આંગળીના પ્રમાણથી ૧૦૮ આંગળ ઊંચા હોય છે. n મહાવિદેહ ક્ષેત્રના સર્વ તીર્થકરોનું ૮૪ લાખ પૂર્વ આયુષ્ય અને ૫૦૦ ધનુષ્ય દેહમાન હોય છે. શ્રી જૈન તત્ત્વ સાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005285
Book TitleJain Tattvasara
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni, Chetanmuni
PublisherNiranjanmuni
Publication Year2000
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy