________________
શ્રી જૈન તત્ત્વસાર
[૪ - સ્થૂલ મૈથુન વિરમણ વ્રત
વિષય વાસનાથી અલિપ્ત રહેવું એ જ આત્માનું શુદ્ધ વરૂપ છે. અજ્ઞાનતા અને મોહવશ આજ સુધી મારા આત્માએ જ અબ્રહ્મના ભાવો કર્યા હોય તેની આલોચના, નિંદા, ગહ કરીને તવા પાપના ભાવોને વોસિરાવું છું. સર્વથા અબ્રહ્મનો ત્યાગ કરવા જોઈએ પણ એટલી તૈયારી નહાતાં યથાશક્તિ શીલપાલન કરીશ. સંપૂર્ણ કામ વિજયમાં અસક્ત છતાં પણ વાસના વિજયના લક્ષથી આ વ્રત ગ્રહણ કરીશ. દ્રવ્યથી પોતાની પરણેલી સ્ત્રી સિવાય દેવ દેવ સંબંધી મંથન સેવવાનો ત્યાગ તથા મનુષ્ય-મનુષ્યણી,
તિર્યંચ – તિર્યંચણી, નારકી સંબંધી મંથન સંવનનો ત્યાગ. ક્ષેત્રથી મર્યાદિત ક્ષેત્રમાં સ્વદારા / સભર્તાર સંતોષવ્રત પાળીશ તથા મર્યાદિત ક્ષેત્રની બહાર સંપૂર્ણ
કુલનો ત્યાગ કરું છું. કાલથીઃ ચાવજીવન પર્વત ઉપર મુજબ મંથન સંવવાના પ્રત્યાખ્યાન કરું છું. ભાવથી દેવતા અને દેવી સંબંધી બે કરણ ત્રણ યોગથી અને મનુષ્ય તથા તિર્યંચ સંબંધી એક કરણ એક
યોગથી મૈથુન સંવનનો ત્યાગ. (૧) પોતાની પત્ની સિવાય અન્ય દેવ, મનુષ્ય, તિર્યંચ સંબંધી મૈથુનનો ત્યાગ. (ર) વેશ્યાગમન - પરસ્ત્રીગમનનો ત્યાગ. (૩) એક પત્નીની ઉપસ્થિતિમાં બીજી પત્ની કરવાનો ત્યાગ.
– વર્ષની ઉંમર પછી પુનઃ લગ્ન કરવાનો ત્યાગ. (૫) રવપત્ની કે પતિ સાથે એક મહિનામાં _ _ દિવસ કુશીલ સંવનના ત્યાગ. (૬) આઠમ - પાંખી આદિ પર્વતિથિમાં કુશીલ સંવનનો ત્યાગ. (૭) બળાત્કાર - કુકર્મ તથા અપહરણ કરવાનો ત્યાગ. (૮) પરસ્ત્રી કે પરપુરુષ સાથે અશ્લીલનૃત્ય કરવા કે નાચવા કુદવાનો ત્યાગ. (૯) કન્યા અથવા બાળકનો ક્રય – વિક્રય કરવાનો ત્યાગ. (૧૦) પોતાના પરિવાર - સગાં - સંબંધી તથા મિત્ર સ્વજન સિવાય કાંઇના સગાઈ સંબંધ
કરાવી દેવાના ત્યાગ. (૧૧) મેરેજ બ્યુરો ખોલીશ નહીં - ગોર મહારાજ બનીશ નહીં. (૧ર) જાહેરમાં વિકારવર્ધક નાચ - ગાન કબ્ર આદિ કામભોગના બિભત્સ ચેષ્ટાવાળા કાર્યો
કરીશ નહીં – દિવસે કુશીલનું સેવન કરીશ નહીં.
(૪)
* બ્રહ્મચર્યવ્રતને દ્રઢ બનાવવા માટે નીચેના નિયમોનું પાલન કરીશ (૧) લૂપ્રિન્ટ, અશ્લીલ સિનેમા જોવી નહીં. (ર) નાચગાન તાયફા જોવા જવું નહીં. (૩) લગ્ન પહેલાં સંપૂર્ણ બ્રહ્મચર્યનું પાલન કરીશ. (૪) અંગોપાંગ ખૂલ્લા રહે અને બીજાની દ્રષ્ટિ બગડે તેવા વસ્ત્રપરિધાન કરીશ નહીં. (૫) બિભત્સ સાહિત્ય વાંચીશ નહીં, બિભત્સ તસ્વીરો, પોસ્ટરો ઘરમાં લગાવીશ નહીં.
- ૧૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org