SearchBrowseAboutContactDonate
Page Preview
Page 431
Loading...
Download File
Download File
Page Text
________________ હે કરૂણાના કરનારા હે કરૂણાના કરનારા, તારી કરૂણાનો કોઈ પાર નહી, હે સંકટના હરનારા, તારી કરૂણાનો કોઈ પાર નહી. ૧ મેં પાપ કર્યા છે એવા, હું ભૂલ્યો તારી સેવા, મારી ભૂલોના ભૂલનારા, તારી કરૂણાનો કોઈ પાર નહી. ૨ હું અંતરમાં થઈ રાજી, ખેલ્યો છું અવળી બાજી, અવળીને સવળીના કરનારા, તારી કરૂણાનો કોઈ પાર નહી. ૩ હે પરમ કૃપાળુ વ્હાલા, મેં પીધા વિષના પ્યાલા, મારા સાચા રક્ષણહારા, તારી કરૂણાનો કોઈ પાર નહી. ૪ કદિ છોરૂ-કછોરૂ થાયે, તું તો માવતર કહેવાયે, મીઠી છાયાનાં દેનારા, તારી કરૂણાનો કોઈ પાર નહી. ૫ મને જડતો નથી કિનારો, મારો ક્યાંથી આવે આરો, મારા સાચા ખેવણહારા, તારી કરૂણાનો કોઈ પાર નહી. ૬ છે મારૂ જીવન ઉદાસી, તું શરણે લે અવિનાશી, મારા દિલમાં હે રમનારા, તારી કરૂણાનો કોઈ પાર નહી. ૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005285
Book TitleJain Tattvasara
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni, Chetanmuni
PublisherNiranjanmuni
Publication Year2000
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy