________________
વિરાગી પરમાત્મા ! હવે હું તમારૂં. તમારા ધર્મનું અને તમારા સાધુનું શરણ ગ્રહું છું. મારા અપરાધો ક્ષય થાઓ હું તે સર્વ પાપથી મુક્ત થઉં, એ મારી અભિલાષા છે, આગળ કરેલાં પાપોનો હું હવે પશ્ચાત્તાપ કરૂં છું. જેમ જેમ હું સુક્ષ્મ વિચારથી ઊંડો ઊતરું છું, તેમ તેમ તમારાં તત્ત્વના ચમત્કારો મારા સ્વરૂપનો પ્રકાશ કરે છે. તમે નિરાગી, નિર્વિકારી, સચ્ચિદાનંદસ્વરૂપ, સહજાનંદી, અનંતજ્ઞાની, અનંતદર્શી અને ગૈલોક્યપ્રકાશક છો. હું માત્ર મારા હિતને અર્થે તમારી સાક્ષીએ ક્ષમા ચાહું છું. એક પળ પણ તમારાં કહેલાં તત્ત્વની શંકા ન થાય ; તમારા કહેલાં રસ્તામાં અહોરાત્ર હું રહું, એ જ મારી આકાંક્ષા અને વૃત્તિ થાઓ ! હે સર્વજ્ઞ ભગવન્! તમને હું વિશેષ શું કહું ? માત્ર પશ્ચાત્તાપથી હું કર્મજન્ય પાપની ક્ષમા ઇચ્છું છું.
ૐ શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org