SearchBrowseAboutContactDonate
Page Preview
Page 425
Loading...
Download File
Download File
Page Text
________________ ભયંકર આગ લાગવાનો પ્રસંગ પડ્યો અને આ શરીરનો બચાવ કોઇપણ ઉપાયે થઇ શકશે નહિ એમ લાગ્યું ત્યારે આ બળતી ઝૂંપડીને છોડીને અને તેના રક્ષણનો પ્રયત્ન પણ છોડીને અમે અમારા પોતીકા જ્ઞાનાદિ આત્મિક ગુણોરૂપ રત્નોના રક્ષણ (સ્વરક્ષણ) માટે ઉઘત થયા છીએ, કેમકે આત્મિક ગુણના પ્રસાદ વડે જ અમે અક્ષય, અનંત, નિરાબાદ મોક્ષનાં સુખોને પ્રાપ્ત કરી શકીશું. यस्तवविज्ञानज्ञान भवत्यमनस्कः सदाडशुचिः। न स तत्पदामाप्नोति, स सारं नाधिगच्छति ॥१॥ यस्तु विज्ञानवान भवति, समनस्कः सदाङ शुचि । स तु तत्पदमाप्नोति, यस्माद् भूयो न जायते ॥२॥ અર્થ : જે વિવેક રહિત મનુષ્ય મનની પાછળ ચાલે છે, તે હંમેશા અપવિત્ર રહે છે, અનંત સંસાર પરિભ્રમણ કરે છે, પરંતુ શાંતપદ (મોક્ષ) પ્રાપ્ત કરી શકતો નથી, અને જે વિવેકી મનુષ્ય મનને વશ કરી નિરંતર શુદ્ધ ભાવમાં રમણ કરે છે તેને ફરીથી પુનરાવૃત્તિ કરવી ન પડે એવા આનંદમય (મોક્ષ) પદને પ્રાપ્ત થાય છે. @ સમાધિ મૃત્યુ સ્થિતિનાં ૪ ધ્યાન (૧) પદસ્થ ધ્યાન - નવકાર મંત્ર લોગસ્સ (ચતુર્વિશતિ સ્તવ) - નમોલ્યુર્ણ, શાસ્ત્ર સ્વાધ્યાય, આલોચના પાઠ, સ્તવન, છંદ, મહાપુરુષો અને સતીઓનાં ચરિત્ર ઇત્યાદિનાં પઠન, શ્રવણમાં મનને સ્થિર કરે, તન્મય કરી દે તે પદસ્થ ધ્યાન. (૨) પિંડસ્થ દાન - શરીરોત્પત્તિથી શરૂ કરીને શરીરને પ્રલય અવસ્થા પર્યંત થતી શરીરની વિચિત્રતાના અર્થાત્ પુદ્ગલોના પરાવર્તનના, રોગાદિ અસમાધિ સમયના વૈરાગ્યમય વિચારોના, શરીરના બાહ્યાભ્યતર અશુદ્ધ પદાર્થોના, આકૃતિના @ धर्मप्रधानं पुरुष, तपमा हत किल्विषम् । । परलोकं मयत्याशु भस्वान्त स्थशरीरिणम् ।। અર્થ જે ધર્મપ્રધાન પુરુષે તપ વડે કામ અને કામનાનાં ક્ષય કર્યો છે તે આત્મા નિજ સ્વરૂપને પ્રકટ કરી પરમાત્મામાં મળી જાય છે. શ્રી જૈન તત્ત્વ સાર ૪૦૫ | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005285
Book TitleJain Tattvasara
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni, Chetanmuni
PublisherNiranjanmuni
Publication Year2000
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy