________________
નાશ થવા છતાં પણ મારા સ્વભાવનો નાશ થતો નથી. માટે મારે શરીરની ચિંતા કરવી અનુચિત છે.
(૬) અહો ! જિનેન્દ્ર ! આટલા દિવસ હું આ શરીરને મારું માનતો હતો, પરંતુ હવે મને સત્ય ભાસ થયો કે, આ મારી એજ્ઞાનતા છે કારણ કે આ શરીર મારી ઇચ્છા વિના જ મારા કટ્ટર શત્રુ, જે રોગ અને વૃદ્ધાવસ્થા છે, તેને મળી ગયું અને મૃત્યુને ભેટવાની પણ તૈયારી કરી રહ્યું છે, જો એ મારું હોત તો મારા શત્રુઓને મળી મને દુઃખી કરવાને તત્પર કેમ થાત ? આવા સ્વામીદ્રોહીને મારું માનવું તે મને ઉચિત નથી. એટલા માટે હવે તે મારું નથી, રહો યા જાઓ.
(૭) રે ભોળા જીવ! આ શરીરને માતાપિતા મારો પુત્ર કહે છે. ભાઈ બહેન મારો ભાઈ કહે છે, કાકા કાકી ભત્રીજો કહે છે; મામા મામી ભાણેજ કહે છે;
સ્ત્રી પતિ કહે છે; પુત્ર પુત્રી પિતા કહે છે, ઇત્યાદિ સૌ પોતપોતાનું કહે છે અને તું તારું માને છે. હવે વિચાર કર કે આ શરીર કોનું કોનું છે ? તત્ત્વદૃષ્ટિથી જોતાં તે કોઇનું નથી, કારણકે તેને રોકવા કોઇ પણ સમર્થ નથી માટે કુટુંબ સંબંધીઓના મમત્વભાવનો પરિત્યાગ કર, અળગો થઇ નિશ્ચયાત્મક બન કે સચ્ચિદાનંદ છો. એટલા માટે હવે નિજ સ્વભાવમાં રમણ કરવું તે જ મને શ્રેયસ્કર છે.
(૮) રે આત્મન્ ! આ શરીર સંપદા ઇંદ્રાજાળ સમાન છે.
बालो यौवन सम्पदा परिगतः क्षिप्रं क्षितो लक्ष्यते । वृद्धत्वेन युवा जरा परिणतो व्यक्तं समालोक्यते ॥ सोङपि क्यापिगतः कृतान्तवशतो, न ज्ञायते सर्वथा । पश्यैतद्यदि कौतुकं किमपरे, स्तैरिन्द्रजालः सखे ॥
(વૈરાગ્ય શતક) અર્થ - આ શરીર કાળને વશ પડી ઇંદ્રજાળના તમાશાની જેમ ક્ષણમાં પરિવર્તન પામે છે. તેનું જરા અવલોકન કર, બાલ્યાવસ્થામાં આ શરીર સર્વને પ્રિય લાગે છે. પછી શનૈઃ શનૈઃ પુદ્ગલો પ્રાદુર્ભાવને પામતાં પામતાં યુવાવસ્થામાં પ્રવેશ
શ્રી જૈન તત્ત્વ સાર ૩૯૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org