SearchBrowseAboutContactDonate
Page Preview
Page 418
Loading...
Download File
Download File
Page Text
________________ કરી આ શરીર છટાદાર મનોહર બની જાય છે. સ્ત્રી પુરુષોનાં મનને હરણ કરવા લાગે છે. અને એ જ રીતે પલટતાં પલટતાં વૃદ્ધાવસ્થાને પ્રાપ્ત થઇ આ શરીર ગલિત ( ગળેલું ) પલિત ( પળી-ધોળાવાળવાળું) થઇ ધૃણાસ્પદ થઇ જાય છે. તેનાથી પ્રેમ કરનારે જ તે ખારું ઝેર લાગવા માંડે છે. તેમજ તેના પાલકને પણ તે ગ્લાનિનું ઉત્પાદક બની જાય છે. અંતે મૃત્યુનો ગ્રાસ બની તે મડદુ બની જાય છે ત્યારે તે જ સ્વજનો તત્કાલ તે શરીરથી મોહનો પરિત્યાગ કરીને અગ્નિમાં ભસ્મીભૂત કરી દે છે. આવી આ શરીરની અને કુટુંબીઓની હાલત જાણવા જોવા છતાં પણ શરીર અને સ્વજનથી મોહ છૂટતો નથી, એ સખેદાશ્ચર્યની વાત છે. (૯) જે જીવે છે તે મરતો નથી અને જે મરે છે તે સદા જીવીત રહેતો નથી અર્થાત્ આત્મા અવિનાશી છે અને શરીર વિનાશી છે. તેથી મૃત્યુ માત્ર શરીરનો ગ્રાસ કરી શકે છે, નહિ કે આત્માનો, જ્યારથી શરીર ઉત્પન્ન થયું છે ત્યારથી ક્ષણે ક્ષણે તે ક્ષીણ થઇ રહ્યું છે, પરંતુ હું તો જેવો હતો તેવો જ છું અને હોઇશ. મૃત્યુ મને પ્રાપ્ત થયું નથી, અને થશે પણ નહિ; આવો નિશ્ચય જેમને સમ્યગૂજ્ઞાન દ્વારા થઇ ચૂક્યો છે તેમને મૃત્યુનો ભય કદાપિ હોતો જ નથી. (૧૦) હું આકાશવત્ છું, એટલા માટે અગ્નિમાં બળતો નથી, પાણીમાં ભીંજાતો નથી, વાયુથી ઉડતો નથી, હસ્તાદિથી ગ્રહણ કરી શકાતો નથી, નાશ પણ પામતો નથી. વિશેષમાં આકાશ અચૈતન્ય, અમૂર્ત છે, અને હું તો ચૈતન્યવંત અમૂર્ત હોવાથી અધિક સત્તાવંત છું, માટે કોઇનો પણ ભય કદાપિ હોય જ નહિ. (૧૧) જેવી રીતે શ્રીમંત પુત્રના બંને બાજુના ગજવામાં મેવા ભરેલા હોય તો તે જે બાજુએ હાથ નાખે તે બાજુથી સ્વાદિષ્ટ પદાર્થ જ મળે, તેવી જ રીતે મારા પણ બંને હાથમાં મેવા છે; અર્થાત્ જીવતો છું તો સંયમ પાળુ છું - સ્વાધ્યાય, ધ્યાન, દાનાદિ કરું છું, અને મરીશ તો સ્વર્ગ કે મોક્ષના સુખનો ભોક્તા બનીશ, મહાવિદેહ ક્ષેત્રમાં સીમંધર સ્વામી આદિ તીર્થકરોના, ગણધરોનાં સાધુ-સાધ્વીઓનાં દર્શનનો લાભ પ્રાપ્ત કરીશ, ધર્મોપદેશ સાંભળીશ, પ્રશ્નોત્તર દ્વારા સંશયનું નિવારણ કરી તત્ત્વજ્ઞ બનીશ, જેથી રાગદ્વેષનું ઉચ્છેદન કરવામાં સમર્થ બનીશ અને પછી મનુષ્ય જન્મને પ્રાપ્ત કરી સંયમ તપથી કર્મોનો ક્ષય ૩િ૯૮ અંતિમ શુદ્ધિ અધિકાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005285
Book TitleJain Tattvasara
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni, Chetanmuni
PublisherNiranjanmuni
Publication Year2000
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy