SearchBrowseAboutContactDonate
Page Preview
Page 407
Loading...
Download File
Download File
Page Text
________________ નહિ માનનારા એવા કેટલાંક અજ્ઞાની મનુષ્ય કહે છે કે, જો પરલોક હોત તો આપણાં આટલાં આટલાં સગાં સ્નેહીઓ મરીને ગયા તેમાંથી કોઇના પણ સમાચાર આવ્યા હોત” વળી, હમણાં જે કામભોગો પ્રાપ્ત થયા છે તેને છોડી દેવા અને ભવિષ્યના સુખની આશાએ ભૂખ, તરસ, ટાઢ, તાપ આદિ કષ્ટો ઉઠાવવા એ તો નરી મૂર્ખાઇ જ છે. તેનાં કરતાં તો હાલમાં જે ભોગો પ્રાપ્ત થયા છે તે જ ભોગવી લેવા સારા છે. “આ ભવ મીઠો તો પરભવ કોણે દીઠો' આવો બકવાદ કરવાની વૃષ્ટતા કરે છે અને હિંસા જૂઠ, ચોરી, વ્યભિચાર આદિ પાપાચરણ કરતાં જરા પણ અચકાતાં નથી સ્વાર્થ કે વિના સ્વાર્થે સહજમાં ત્રસ, સ્થાવર જીવોની હિંસા કરે છે, માંસ મદિરા સેવે છે, પરસ્ત્રી કે વેશ્યાનું સેવન કરે છે. આમ, વિષયમાં અત્યંત આસક્ત બનીને ગાઢા કર્મ બાંધે છે. ધર્મના નામથી ભડકે છે, પાપ કાર્યમાં હર્ષોત્સાહ ધારણ કરે છે. સાધુજી કે પુરુષોની સંગતિથી દૂર ભાગે છે. ચોર, ઠગ, વ્યભિચારીની સોબતમાં આનંદ માને છે. આવી રીતે જીવનભર પાપકર્મનું આચરણ કરે છે. પછી જ્યારે મૃત્યુના મુખમાં પડે છે. ત્યારે અતિસાર, કોઢ, જલોદર, ભગંદર, શૂળ, ક્ષય આદિ દુષ્ટ રોગોથી ઘેરાઇને ત્રાસ પામે છે, અને બરાડા પાડે છે કે હાય ! હાય ! હવે હું મહાકષ્ટ પ્રાપ્ત કરેલી સુખોપભોગની આ સર્વ સામગ્રી તથા પ્રાણ પ્યારા કુટુંબને છોડી ચાલ્યો જઇશ. આ પ્રમાણે મૃત્યુની ઇચ્છા વિના જ જે ઝૂરણા કરતો ત્રાસ પામતો મૃત્યુને પ્રાપ્ત થાય છે તેને અકામ મરણ કહે છે. આ મરણથી મરનાર પ્રાણી આ સંસારમાં અનંત જન્મ મરણને પ્રાપ્ત થાય છે. જ્યાં સુધી આવા અકામ મરણે મરે છે. ત્યાં સુધી સંસારના દુઃખોથી છૂટી શક્તો નથી, મોક્ષ પ્રાપ્ત કરી શક્તો નથી. આવા મરણો કરી અનંતકાળ વિતાવી દીધો. આમ સંસારના મહાકષ્ટ ભોગવતાં ભોગવતાં જ્યારે ભવી જીવ સર્વ કર્મોની સ્થિતિ એક ક્રોડાક્રોડ સાગરોપમની અંદર રહે તેટલો હળુકર્મી થાય ત્યારે કંઇક ધર્મારાધનની ભાવના જાગૃત થાય છે. સદ્ભાગ્યોદયથી સદૂગરની સંગતિને પામીને સંસારના સ્વરૂપને સમજે છે, ભવભ્રમણના દુઃખોને જાણે છે ત્યારે તે દુઃખોથી ત્રાસિત બને છે. જન્મ જરા. મરણનું સ્વરૂપ સમજવાની સહેજે અભિલાષા ઉત્પન્ન થાય શ્રી જૈન તત્ત્વ સાર ૩૮૭ | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005285
Book TitleJain Tattvasara
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni, Chetanmuni
PublisherNiranjanmuni
Publication Year2000
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy