SearchBrowseAboutContactDonate
Page Preview
Page 400
Loading...
Download File
Download File
Page Text
________________ અતિચાર લાગે. (૫) મચ્છરિયાએ - મત્સરભાવ ધારણ કરે. જેમકે, (૧) સાધુ તો મંડ્યા જ છે, જો નહિ આપે તો નિંદા કરશે એવા વિચારથી આપે. (૨) સારી વસ્તુ હોવા છતાં પણ ખરાબ વસ્તુ આપે. (૩) મારા જેવા કોઇ પણ દાતા નથી. તેથી જ તો સાધુ ફરી ફરીને મારે ઘેર આવે છે, એવું અભિમાન કરે. (૪) સાધુનું શરીર તથા વસ્ત્ર મલિન જોઇને દુર્ગચ્છા કરે. (૫) આ સાધુ અમારા ગચ્છના નથી જાણી યથોચિત્ત ભક્તિભાવ ન કરે, ફક્ત લોક લજ્જાએ દાન આપે. (૬) આ સાધુ સાધ્વીજી સંસારપક્ષે મારા સંબંધી છે. તેમને દેવું જ જોઇએ, આ રાગભાવ અને આ બિચારા સાધુ આપણા જૈનના છે, તેમને આપણે નહિ આપીએ તો બીજું કોણ આપશે આ ઢેષભાવ એ બન્ને પ્રકારના ભાવથી આપે તો અતિચાર લાગે. - ઠાણાંગજી સૂત્રમાં દસ પ્રકારના દાન કહ્યાં છે. તેમાં સર્વ દાન કરતાં ધર્મદાનને એકાંત | નિરવદ્ય બતાવ્યું છે અને તેનું ફળ સંસાર પરિત્ત કરી મોક્ષ પ્રાપ્તિ છે. આ પ્રમાણે બારમાં વ્રતનાં અતિચારોના સેવનથી દુઃખોત્પત્તિ થાય છે. એમ જાણી સુજ્ઞજનો એવા કાર્યથી આત્માને બચાવશે અને સુપાત્ર દાનનો યથોચિત્ત લાભ પ્રાપ્ત કરશે તે અહીં પણ યશ, સુખ, સંપત્તિનો ભોક્તા બનશે અને પરલોકમાં દેવાદિકનો પૂજનિક બનશે. અને કદાચિત્ ઉત્કૃષ્ટ રસ આવી જશે તો તીર્થંકર ગોત્ર બાંધી ત્રીજે ભવે તીર્થંકર થઇ સર્વજગતનો પૂજનિક બની જશે. અને મોક્ષ પ્રાપ્ત કરી લેશે. जतहारूवं समणं वा माहणं वा हीलिता निंदिता खिसिता गरिहिता अवमानिता अन्नयरेणं अमणुनेणं अपीइकारणं असणं पाणं खाइमं साइमेणं पडिलभिता एवं खलु जीवा असुह दोहाउतीय कम्मं पकरेंति । - भगवती सूत्र. અર્થ : તથારૂપ જિનશાસનના લિંગના ધારણ કરનારા સાધુ કે શ્રાવકની કોઇ હીલના, નિદા, ગહ અપમાન કરશે અને અમનોજ્ઞ અપ્રિયકારી રોગોત્પાદક આહાર.. પાણી, પકવાન, મુખવાસ આદિ આપશે તે દીર્ધાયુષ્ય તો પામશે, પરંતુ દુઃખથી પીડિત થઇ જન્મ પૂરું કરશે. ૩૮૦ શ્રાવક ધર્મ અધિકાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005285
Book TitleJain Tattvasara
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni, Chetanmuni
PublisherNiranjanmuni
Publication Year2000
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy